ભક્તિ – 1

         ભક્તિ એટલે આત્માની પરમાત્મા તરફ ગતિ,જીવની પરબ્રહ્મ તરફ ગતિ.ભગવાન માટે આશક્તિ,પ્રભુ પ્રત્યે પ્રેમ. આપણે આપણુ મન, બુધ્ધિ,વાણી,વર્તન સઘળુ પ્રભુને સમર્પણ કરવાનુ છે. હવે આ બધી વસ્તુ કેટ્લી બધી શુધ્ધ રાખીશુ તો પ્રભુને અર્પણ કરી શકીયે. જીવન ઉચ્ચ કોટીનુ બનાવીને,  પ્રભુ માટે શુધ્ધ પ્રેમ કરીને પ્રયાણ કર્વાનુછે.

       આપણે બધા ક્લીયુગના જીવ છીયે એટ્લે ભગવાને જે ગીતામાં ભક્તના જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો આ યુગમાં હોવા   બહુ ક્ઠીન છે, છતા પણ આપણે પ્રયત્ન કરીશુ તો બધા ગુણો ધીમેધીમે આવતા જ્શે.નાશવંત વસ્તુનો મોહ છોડીને જે સત્ય છે તેને અપનાવવાનુ છે, અને એક પર્માત્મા સત્ય છે. અને જો પર્માત્મા જોઈએ છે તો ધીમેધીમે બધુજ છોડવુ પડ્શે.

      આપણે બધા જ ભક્તિ કરીયે છીયે કોઈ વધારે તો કોઈ ઓછા પ્રમાણમાં જેને જેટ્લો સમય, મને લાગેછે આ ક્લીયુગમાં વધારે ભક્તિ થાય છે,પરંતુ પ્રેમ ઓછો છે. કેમકે કોઈની પાસે સમય નથી, દોડ્ભાગ વધી ગઈ છે, એટ્લે ભક્તિ એક ક્રીયા બની   ગ ઈ છે,એક નીયમ લીધો છે ફટાફ્ટ પતાવો. ભક્તિ કરવા વાળા લોકો બધા જ સમજે છે,કોઈને ઓછુ જ્ઞાન છે કોઈને વધારે ,પરન્તુ બધાને પ્રભુ માટે એક સરખો પ્રેમ નથી.

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help