ભક્તિ-૩

        ભક્તિ માટે જ્ઞાન જોઈએ તો જ્ઞાન ગુરુ પાસેથી મળી રહે અને ગ્રન્થોમાંથી મળે,ક્થા સાભળીને અને સતસંગથી મળે આપણા સૌથી મોટા ગુરુ શ્રી કૄષ્ણ જેમણે આપણને ગીતાનો ઉપદેશ આપીને  આપણને  જ્ઞા ન આપીને જીવન જીવવાનો રાહ બતાવ્યો . મોટા ભક્તોના જીવન ચરિત્ર વાંચવાથી આપણને ભક્તિ વિષે ઘણુજ જાણવાનુ મળે છે.

        આપણો દેશ કેટ્લો ભાગ્યશાળી છે કે જેને મોટા ભક્તો મળ્યા છે.શંકરભગવાનનો અવતાર શ્રી હનુમાનજી, તેઓ શ્રી રામ ભક્ત છે,શબરી, રાજા અમરિષ,રાજારુષભદેવ, રાજા ભરત,ધ્રુવ, પ્રહલાદ,ક્બીર,સુરદાસજી,એક્નાથ, નામદેવ,તુકારામ,મીરાં,નરસિહમહેતા,ગોરાકુભાર . તે ઉપરાન્ત  કૈક કેટ્લાય ભકતો થઈ ગયા હ્શે.અને આ બધાજ મોક્ષને પામ્યા છે.અત્યારે આપણે બધાજ ભક્તિ કરીયે છીયે પરંન્તુ બધા મીરા અને નરસિહમહેતા ન બની શકે .તેના માટે પણ ભગવાનની મહેરબાની જોઈએ ભગવાનની કૃપા ન હોય તો ભકતિ પ ણ થઈ શક્તી નથી.

       એટ્લુ તો ચોક્ક્સ છે આપણે  રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણ અપનાવી ભગવાનને ભજવાના છે.્ભગવાન શુધ્ધ મન,શુધ્ધ હ્ર્દય,શુધ્ધ બુધ્ધિ માગે છે. અને શુધ્ધ પ્રેમ માગે છે.

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help