મોક્ષ.
પંચમહાભુત, પાંચજ્ઞાનેન્દ્રીય, પાંચકર્મેન્દ્રીય,તથા મન અને બુધ્ધિથી બનેલો આ મનુશ્ય દેહ છે, તેમા સર્વ પ્રાણીઓમા મનુશ્ય શ્રેસ્ઠ છે , કારણ ભગવાને તેને બુધ્ધિ આપી છે અને આ બુધ્ધિથીજ મનુષ્ય ઉચ્ચ માર્ગ અથવા પતન માર્ગ પોતેજ નક્કી કરે છે . ઉચ્ચ કોટીનુ જિવન કે અધહપતન વાળુ જિવન આ મનુશ્યના હાથમાં છે.કેમકે મન ચંચળ છે. મનુશ્યમા ભગવાને જે ત્રણ ગુણ મુક્યા છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ ત્રણ રસમાં હમેશા મન ભમતુ હોય છે. આ ત્રણ રસ ઇન્દ્રીયોને આધીન છે,અને ઇન્દ્રીયો મનને આધીન છે.અને મનને બુધ્ધિ કાબુ કરે છે.અન્દર બેટ્ઠેલો આત્મા મનને કાબુમાં રાખે છે. સારુ ખોટુ બુધ્ધિ વિચારે છે. એટ્લેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીયે. બુધ્ધિ સારુ વિચારે એટ્લે સત્વગુણ વધે,અને જિવનમાં માણસમાં જો સત્વગુણ વધે તો તે આધ્યાત્મિક માર્ગ પર સહેલાઇથી જઇ શકે અને સાથે સાથે ઉચ્ચકોટીનુ, ઉચ્ચક્ક્ષાનુ જિવન જિવી શકે.
મોક્ષ કે પછી ફરીથી આ મૃત્યુલોકમા પાછુ ફરવુ છે તે આપણા હાથમાં છે. મોક્ષ એટ્લે આત્માનુ પરર્માત્મા્માં સમાઇ જવુ, આત્મા- પરર્માત્મામાં લીન થઇ જાય, ભળી જાય, એક થઇ જાય એટ્લે તેને આ મૃત્યુલોકમાં પાછા ફરવાનુ નથી. હવે આ મોક્ષ શબ્દ બોલવો બહુજ સહેલો છે પરન્તુ સાચેજ મોક્ષ પામવુ ઘણુજ મુશ્કીલ છે. મોક્ષ પામવા માટે ભક્તિ બહુજ જરુરી છે, ભક્તિ માર્ગ પર ચાલ્યા વિના મોક્ષ મળે નહી.ભક્તિ એળલે ભગવાનમાં રતિ, સતત પર્ર્માત્મામાં રત રહેવુ, પર્ર્માત્મા માટે વિચારવુ.કોઇ પણ કાર્ય કરીયે તેમાં સતત આપણને પર્ર્માત્માનો અહેસાસ થાય,પ્રભુ આપણી સાથે છે અને કાર્ય કરીયે છીયે એટ્લે સ્વભાવિક છેકે ખોટુ કાર્ય થવાનુ નથી. આમ તન અને મનથી પર્ર્માત્મામાં લીન રહેવાથી હરેક ક્ષણ પર્ર્માત્મામાં ચિન્તિત, ફ્ક્ત તેનુજ ચિન્તન. આપણા શાશ્ત્રોમા ભગવાને જિવનનો જે માર્ગ બતાવ્યો છે તે પ્રમાણે વર્તીને અને અને તે માર્ગે ચાલવુ, તદઉપ્રાંત પ્રભુએ સાચા ભક્તના જે લક્ષણ બતાવ્યા છે તેવો સ્વભાવ બનાવીને ભક્તિ માર્ગ પર ચાલવાનુ છે.
મોક્ષને પામવુ હોય તો સૌ પ્રથમ સંસારની માયા છોડ્વાની કહી છે, ભગવાને માયામા નાખીને માયા છોડ્વાનુ કહે છે,પરન્તુ પ્રભુ માટે જો સાચી ભક્તિ હ્શે તો સંસારની માયા પણ છુટી જાય. આપણે નરસિહમહેતા અને મીરાબાઇનો દાખલો લઇએ તો ભગવાને આ બંન્ને ભક્તોને પોતાની સમીપ ખેચવા માટે ધીમે ધીમે તેમના સંસારિક માયાના બંધન તોડી નાખ્યા. અગર ભગવાન માટે દિલમા પ્રેમ હ્શે તો બીજા સંસારિક પ્રેમ ઓછા થઇ જશે .ભગવાનને સાચો પ્રેમ કરીશુ તો દિલમાં નાશવંત વસ્તુ માટે માયા ઓછી થશે.
મોક્ષ પામવા માટે એક જ્ન્મ પુર્તો નથી , ખુબ ભક્તિ કરવા પછી પણ ઘણી વખત ઘણા બધા જ્ન્મો બાદ મોક્ષ મળતો હોય છે . જેમ કર્મનુ ભાથુ જ્ન્મો જ્ન્મ સાથે ચાલે છે તેમ ભક્તિનુ ભાથુ પણ આપણી સાથે જ્ન્મો જ્ન્મ સાથે ચાલતુ હોય છે. એટ્લે એક વખત ભક્તિ માર્ગ અપનાવ્યો તો તે કેટ્લી પણ મુશ્કેલી આવે છ્તા પણ છોડ્વાનો નથી. એક જ્ન્મમાં અધુરી રહી ગયેલી ભક્તિ ભગવાન બીજા જ્ન્મમાં કરાવવાના છે . આપણ્રે શાત્રોમાં જોઇએ છીયે અમુક ભક્તોને બે ત્રણ જ્ન્મો પછીથી મુક્તિ મળી છે.
મોક્ષ માટે માયા છોડ્વાની છે તેમ અહમ પણ છોડ્વાનો છે. આપણે જોઇએ તો આખા બ્રમ્હાડ્માં પરર્માત્માનુ વિસ્વ સ્વરુપ એટ્લુ બધુ વિશાળ છે કે આપણે આપણી જાતને નરી આખે પ્રુથ્વી પર બ્રમ્હાડ્માંથી જોવા માગીયે તો આપણે આપણી જાતને જોઇ પણ ન શકીયે. આપણુ સ્વરુપ અતિશય શુક્ષ્મ છે તો પછી અહમ શામાટે ? પર્ર્માત્માના અતિ વિશાળ સ્વરુપ્માં આપણે રહીયે છીયે છ્તા પર્ર્માત્મા શુક્ષ્મ આત્માથી પર છે, આત્મા અને પર્ર્માત્મા વચ્ચે જે અન્તર છે તે દુર કરવાનુ , અન્તર એકદમ નજિક છે તેને દુર કરવાનુ ્બહુજ મુશ્કેલ છે, પરન્તુ શક્ય છે. અને મોક્ષ – મુક્તિ મળવાની આશા રાખી શકીયે .
No Comments »