ગણિત.
દરેક દાદા, દાદી, નાના, નાનીને એક વાતનો સરખોજ અનુભવ થયેલો હોય છે. દાદા – દાદી પૌત્ર કે પૌત્રીને દરરોજ વાર્તા કહી સંભળાવતા હોય છે. અને બાળકોને પણ વાર્તા શાભળવી બહુ્જ ગમે છે. કોઈ જ્ગ્યાએતો બાળકોને નિયમ હોય છેકે વાર્તા શાભળ્યા વિના સુઈ ન જાય. દાદા-દાદીને પણ વાર્તા કહેવાનો આનન્દ આવતો હોય છે. બાળકો એક વાર્તા,બીજી વાર્તા એમ અનેક વાર્તાઓ શાભળવી હોય ત્યારે ઘણી વખત ઉંઘ આવતી હોય તારે દાદા કે દાદી બોલે ચાલ બેટા આજે તને દુનિયાની સૌથી નાની વાર્તા કહુ , એક હતો પોપટ અને એક હતો બરફ , પોપટ ઉડી ગયો અને બરફ પીગળી ગયો વાર્તા થઇ પુરી.
આમ આપણુ જીવન પણ આ વાર્તા જેવુજ છે. રાજા હોય કે રન્ક હોય, ભણેલા હોય કે અભણ હોય, વ્યવસાયમા હોય યા તો મોટા હોદ્દા ઉપર હોય, દરેકના જીવનનો સરવાળો બાદબાકી કરો તો જવાબ બધાના જીવનનો એકજ આવશે. ભગવાનનુ ગણિત કોઇની સમજમા નહી આવે બધાના જીવનનો જવાબ એક સરખો છે. આ વાર્તા પ્રમાણે પોપટ ઉડી ગયો અને બરફ પીગળી ગયો તેમ આત્મા ઉડી ગયો અને કાયા માટીમા મળી ગઇ. બધાના જીવનનો જવાબ શુન્ય છે. નાશ થઇ ગયો, જીવનનો અન્ત આવી ગયો.
નરશિહમહેતા, મીરાબાઇ, ધ્રુવ, પ્રહલાદ જેવા યુગો પછીથી આવે છે, જેમના જીવનનો હિસાબ કિતાબ જુદો હોય છે. તેમના જીવનનો જવાબ શુન્ય નથી. તેમને તો ૧૦૦ % પરિણામ આવ્યુ છે, તેઓ લાવ્યા છે. આત્મા ઉડી નથી ગયો આત્મા પર્માત્મામા ભળી ગયો છે. સાચા ભક્તમા ભગવાનનુ ગણિત ખોટુ પાડવાની ક્ષમતા હોય છે.
No Comments »