વાસળી.
કાસ્ટનો એક ટુકડો, ન કોઈ એનુ મોલ.
વિશ્વકર્મા સમા ઘડવઈયાએ ઘાટ ઘડ્યા.
આપ્યુ નીજ સુન્દર રુપ, નામ મળ્યુ વાસળી.
ચાહે વાસળી કહો, ચાહે બન્સી,
ચાહે મોરલી કહો, ચાહે કહો વેણુ.
શ્રી ક્રિશ્ન અધર સ્પર્શ પામતા.
પુરાયા પ્રાણ, નીકળ્યા સાત સુર.
ખુશી સમાય નહી, મન નાચી ઉઠ્યુ.
મારા ભાગ્યથી હરખાઈ, ઝુમી ઉઠુ.
રાધા સમી હુ બડભાગી રે.
એકને હ્યદયમા સ્થાન, એકને અધર પર સ્થાન.
જે સુખ ઋષિ-મુની, સંન્ત ન પામે, તે સુખ પામી રે.
રાધા કાજે, ગૌમાતાકાજે, ગોપીયનકાજે, સ્રુશ્ટીકાજે,
શ્રી ક્રુશ્ન અધર રસ પામુ રે. હુ તો અતિ ભાગ્યશાળી રે.
No Comments »