આવે તારી યાદ.

            ઘરમા જ્યારે કોઇ સ્વજન પરલોક સિધાવે, જ્યારે કોઇ વ્યક્તિનુ મોત થાય ત્યારે  બહુ મોટુ દુખ આવી પડે અને આખુ કુટુમ્બ શોક્મા ડુબિ જાય. આ દુખ જલ્દી ભુલાતુ નથી. ન ક્યાય ચેન પડે, ન ખાવાનુ ગળે ઉતરે,આખમા આસુ  ન સુકાય, ન કોઈ દિશા સુજે. મ્રુત્યુ સામે જોઈને વિચાર આવે મનુશ્ય્નો અંન્ત આવો હોઈ શકે? માણસ ચાલ્યુ જાય કારેય પાછુ આવવાનુ નથી,આસમયે જગજિતશીગનુ આ ગીત યાદ  આવી જાય, ચિઠી ન કોઈ સન્દેશ, ન જાને કોનસા દેશ જહા તુમ ચલે ગયે. આ એટલી દર્દ ભરેલી સચ્ચાઈ છે કે આપણે તે વ્યક્તિને ફરીથી ક્યારેય જોઈ શક્તા, મળી નથી શક્તા, તેની કોઈ ખબર નથી આવતી, આવે છે ફ્ક્ત તેની યાદ. પરલોક જવાવાળા ક્યારેય પાછા નથી આવતા આવે છે ફ્ક્ત તેમની યાદ.

           માણસ જાય ત્યાર બાદ  સમય જાય તેમ ધીમે ધીમે શોક, દુખ ઓછુ થતુ જાય. પરન્તુ આપણે તે વ્યક્તિને ભુલી ન શકીયે, તેની યાદ હમેશા સાથે રહે. આપણને તેના માટે લાગણી અને માયા છે. માતા પિતા હોય તો તેના માટે,   ભાઈ– બહે્ન માટે, પુત્ર–પુત્રિ માટે શોક, દુખની લાગણી અલગ હોય છે, તેમા વાત્સલ્ય હોય, મમતા હોય આ પ્રેમ જુદોજ હોય એટ્લે તેનો શોક, દુખ જુદુ હોય છે. જ્યારે  પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ અલગ હોય, એટ્લે પતિ મ્રુત્યુ પામે તો પત્નિનો શોક અને દુખ જુદા હોય છે તેવીજ રીતે પતિ માટે છે. પતિ-પત્નિનો પ્રેમ એવો હોય છેકે બન્નેને એક બીજા વિના બિલકુલ ચાલતુ નથી એ લોકોનુ જીવન એવી રીતે જોડાયેલુ હોય, બન્ને સુખ-દુખ, જીવનની દરેક પરિસ્થિતી ચાહે સારી કે ખોટી બન્ને સાથે મળીને હલ કરે. એક ગાડીના બે પઇડા છે. એક બીજા  વિના રહી ન શકે. તેઓનો પ્રેમ અલગ છે, એટ્લે તે બન્નનો શોક અને દુખની લાગણી પણ અલગ હોય. સજા ફિલ્મનુ આ ગીત યાદ આવી જાય. દર્દ ભરેલા શબ્દ છે. તુમ ન જાને કિસ જહામે ખો ગયે,  ગમ ભરી દુનિયામે તનહા હો ગયે. આમા જો પત્નિનો સ્વર્ગવાસ જો  પહે્લા થાય તો એક પતિ માટે એક્લા જીવવુ    બહુ્જ મુશ્કેલ થઇ જાય. જ્યારે પત્નિ તો શહનશક્તિની મુર્તિ સમાન છે, દરેક કામમા કુશળ હોય એટ્લે દુખમા પણ મો હસતુ રાખીને માથા પર આવી પડેલો દુખનો ભાર સહજતાથી ઉપાડીને જીવે છે. સ્વજનના મ્રુત્યુ બાદ દિવસો, મહીનાઓ,વર્શો વિતી જાય છે. દુખ ઓછુ થતુ જાય પરન્તુ યાદ નથી જતી હમેશને માટે દિલનો એક ખુણો ખાલી  રહી  જાય છે, આ ખાલી જ્ગ્યા ક્યારેય  નથી ભરાતી. ફ્ક્ત યાદે રહી જાય, યાદોને   સહારે જીવન જીવવાનુ હોય અને જિન્દગી વીતાવવાની હોય.

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help