મર્યાદા.

           મર્યાદા એટલે   એકચોક્ક્સહદ,કોઈ પણ   કાર્ય કરીયે  તેમાં એકહદમાં  રહીને ધર્મને  અનુસરીને  સારુકાર્ય કરવુ જે  નિતિનિયમ બતાવ્યા છે, બનાવ્યા છે,  તેપ્રમાણેજ કાર્ય કરવુ  શ્રીરામભગવાન મર્યાદાપુરષોતમ  કહે્વાય,તે    ઉપરથી આપણનેખબર પડે કેઆ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે અને ઉચ્ચકોટીનુ જીવન  જિવવા માટે આશબ્દ   બહુજરુરી છે .અત્યારનો જે સમય ચાલી રહ્યો છે તેમાં એવુ લાગે છે કે આ શબ્દનુ કોઈ મહ્ત્વ હવે રહ્યુ નથી કોઈ પણ ક્ષેત્ર જોઈએ , રાજકારણ, પરિવાર,સમાજ,ધર્મ,સંપ્રદાય,શીક્ષણ ક્ષેત્ર હોય કોઈ જ્ગ્યાએ આ શબ્દ કોઈ સમજી શકતુનથી.દરેક જ્ગ્યાએ હરિફાઈ ચાલી રહી છે, એટલે દરેક્ને પોતાની જાત સિવાય બીજા કોઈની પરવાકર્યા વિના આગળ વધવુ છે,સ્વાર્થ વધી ગયો એટલે મર્યાદા બિલકુલ ભુલાઈ ગઈ છે. એટલેજ દરેક જ્ગ્યાએ ઈર્ષા,વેર-ઝેર,કજિયા-કંકાસ,ઝગડા દરેક ક્ષેત્રમા વધી ગયા છે.

            આપણે જોઈએ તો શરુઆત એક કુટુમ્બથીજ થાય,આવી વ્યક્તિપરિવાર અનેપછીથીસમાજ્માંઅશાન્તિ ફેલાવે. ખાસ કરીને એક સ્ત્રી માટે મર્યાદા દરેક વસ્તુમા આવતી હોય છે, સ્ત્રીએ મર્યાદામા રહીનેદરેક કામ કરવાના હોય છે.નવી પેઢીનો આધાર એક સ્ત્રી ઉપર હોય છે, બાળક્નુ શીક્ષણ માતા પાસેથી શરુ થાય છે.ઘણી વખત એવુ પણ બને માતા બાળક્ને સારુ શીક્ષણ આપે પરન્તુ બાળક ગણી બધી વસ્તુ   બહારનાવાતાવરણમાંથી શીખતુ હોય છે.મર્યાદા અને સંસ્કારી કુટુમ્બ હશે તો બાળક સંસ્કારીજ બનવાનુ છે. જોકે મર્યાદા દરેક ઉમરના માણસો માટે અને દરેક સ્ત્રી પુરુષ માટે લાગુ પડે છે.દરેક કાર્યમાં મર્યાદા હોય છે.

            કોઈ પણ વસ્તુ મર્યાદાની   બહાર એટલે કે વધારે પડતી થાય ત્યારે તે વસ્તુ કોઈને ગમે નહી,કોઈ વ્યક્તીને વધારે પડતુ બોલવા જોઈતુ હોય તો બીજા માણસને વાત સાભળવાનો કંટાળૉ આવે.કોઈ પણવસ્તુ હદની બહાર જાય એટલે તક્લીફ ઉભી કરે.દરેક કામ હદમા રહીને કરવાના હોય છે.હદ પાર કરીયે તો ઘણીવખત વિનાશને પણ આમંત્રણ આપીયે છીયે. ઘણી વખત અમુક વસ્તુની આદત હોય પછી તે ટેવમા બદ્લાય, ત્યાર બાદ કુટેવ અને પછી આ વસ્તુ હદ પાર  કરે.માણસને ભાન પણ ન હોય આ પરિસ્થીતિ સુધિ ક્યારે પહોચ્યો.જીવનમા મર્યાદાની બહુ જરુર છે.

1 Comment »

One Response to “મર્યાદા.”

  1. રાજેશ પડાયા on 02 May 2010 at 9:58 pm #

    હા બેન હા, સાવ જ સાચુ કહ્યુ આપે, બહારની કોઈ પણ વસ્તુ હવે સારી અને સાચી રહી નથી, અરે બહેના પાણી પણ શુધ્ધ નથી રહ્ય, હવા પણ, હવે ચેતવા જેવુ જ છે…ખુબ જ સરસ લેખ છે, વખત આવ્યે હુ કદા્ચ કોઈ કરી લઈશ તો આપને વાંધો નથીને?? આવો સરસ લેખ યોગ્ય જગ્યાએ જોડવો જ જોઈએ ને……

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.