સદબુધ્ધિ.
પ્રભુ પાસે માગુ હુ સદબુધ્ધિ સદા.
સદ વિચારના વહેણ વહેતા રાખો સદા.
ડુબકી મારુ, કરુ શુધ્ધ મન અને હ્રદય.
ભક્તિ તણા હિરા-મોતિ રતન, જડ્યા હ્રદયષિહાસન પર.
હ્રદયષિહાસન પર બિરાજમાન , શ્રિ ક્રિશ્ણ હરિ.
શ્રી ક્રિશ્ન નામ રટણથી, કરુ વાણી શુધ્ધ.
સદાચારથી, હુ શુધ્ધ કરુ વર્તન.
ન જાણુ હુ સ્વર્ગ, ન જાણુ હુ નર્ક.
મૄત્યુ લોકને જાણુ હુ, બની આવ્યા માણસ.
માણસ બનવાની કોશીશ કરુ, ન બનુ પશુ.
પશુ બુધ્ધિ જડતા લાવે,પશુ જીવન વ્યર્થ.
જડતાથી પ્રગટે અજ્ઞાન ને અંધકાર.
ન જાણુ હુ પાપ, ન જાણુ હુ પુણ્ય.
કરુ બસ સતકર્મ, સમજુ ફક્ત કર્મ.
કર્મના ફ્ળ તો આપે ભગવાન.
જીવન નૈયા થાય હાલક-ડોલક.
માયાના બંન્ધન બહુ ભારી.
જીવનનૈયા સોપી શ્રિ ક્રિશ્નને.
એક ભરોસો તારો, પાર ઉતારો નૈયા.
ફ્ક્ત ભરોસો હરિનો, કરે જીવનનૈયા પાર.
No Comments »