અતિત.

ન વાગોળો આમ અતિતને, દુખ સિવાય કંઈ ન મળે ત્યાં.

ન ફરક પડે કોઈ આજે,  થાય ખોટો સંતાપ અને ઘુટન.

અતિત  હતુ દુખી કે હતુ સુખમય,  ખાલી એનો બળાપો.

અતિતતો એક શમણુ, આંખ ખુલે ત્યાં આલોપ, ખોટો ભ્રમ.

અતિતતો ના આ જન્મનુ, ભવોભવના લઈને ફરીયે સાથે.

ક્યાં હિસાબ રાખવો સુખ-દુખનો,  અતિતના મોટા ભારા.

ક્યાં ઉચક્વા ભારા,  ભારા માથે ભરીને ન ફરીયે.

આજે ન કોઈ મહત્વ  અતિતનુ,  કાલનુ વિચારીયે.

ઉજ્વળ બની ઉભી છે આવતી કાલ, સુન્દર-સુન્હેરી.

આવતીકાલને વિચારીયે, બનીને ઉર્ધ્વગામી.

ઉર્ધ્વગામી બની, આંબીયે ઉચાઈના એ શિખર.

ઉચાઈના એ શિખરતો , અંન્તિમ લક્ષ્ય આપણુ.

3 Comments »

3 Responses to “અતિત.”

  1. શૈલા મુન્શા on 07 Jun 2010 at 6:53 pm #

    બહુ સુંદર. ખરે ભુતકાળને વાગોળવાથી કશું પ્રાપ્ત થવાનુ નથી. આવતીકાલને વિચારીએ બનીને ઉર્ધ્વગામી. એ જ અંતિમ લક્ષ્ય આપણુ.

  2. vishwadeep on 09 Jun 2010 at 9:11 am #

    ક્યાં ઉચક્વા ભારા, ભારા માથે ભરીને ન ફરીયે.

    આજે ન કોઈ મહત્વ અતિથનુ, કાલનુ વિચારીયે.

    સુંદર, સુંદર કવિતા પિરસો છો..આનંદ થાયછે.

    જિંદગી ખુદ બોજ છે..ઉંચકવી પડેછે..કદિ ભારે પડેછે..કદિ ભાર પડે છે..
    ઉચકવો રહ્યો આ ભાર…જિંદગીના અંત લગી..
    શરીર ભસ્મીભુત થાય ત્યારે ઉતરે છે ભાર.. આ જિંદગીનો..

  3. mardent on 28 Dec 2010 at 11:39 pm #

    The important thing is that your website is great.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.