ફાધર્સ ડે.
( Happy fathers day.)
જીવનમાં જેટલુ ઉચુ સ્થાન માતાનુ છે તેટલુજ પિતાનુ ઉચુ સ્થાન છે.બાળકોના ઉજ્વળ ભવિશ્ય બનાવવા
માટે પિતાનુ યોગદાન બહુ મોટુ હોય છે. પિતા ઘરની છત્રછાયા છે, ઘરનો મોભો, ઘરની માન મર્યાદા સઘળુ
પિતાને આધીન છે.જે ઘરમાં પિતા ન હોય તે પરિવાર એકદમ બિચારો બની જાય છે, પિતાની ખોટ બહુ
લાગે. પિતાને હમેશાં પોતાના પરિવારની બહુજ ફિકર રહેતી હોય છે, અને પરિવારને બધુજ સુખ આપવાની
કોશિશ કરે અને તેના માટે મહેનત કરીને પૈસા ભેગા કરે.ખાસ કરીને દિકરાઓને પોતાનો વારસદાર બનાવી
યોગ્ય કાબેલ બનાવવાની કોશિશ કરે, દિકરાના યોગ્ય શીક્ષણની ફિકર હોય.છોકરાઓનુ જીવન ઉજ્વળ બને
તેના માટે હમેશા માર્ગદર્શન આપે, સાચી સલાહ આપે.પિતાને દિકરી માટે સોફ્ટ કોર્નર હોય છે. દિકરા દિકરી
બંન્નેને સરખો પ્રેમ આપે પરંન્તુ , દિકરી પરણીને સાસરે જ્વાની છે એટલે તેના માટે કુદરતી રીતેજ દીલમાં
વધારે કોમળતા હોય છે.
માતા બાળકો માટે દિલથી વિચારે, જ્યારે પિતા હમેશાં દિમાગથી વિચારે તેથી બાળકોને પિતા
ઘણી વખત થોડા સ્ટ્રીક જણાય, પરંન્તુ બાળકોના ભવિશ્ય માટેજ કર્તા હોય. માતા જેટ્લોજ પ્રેમ કર્તા
હોય પરંન્તુ વ્યક્ત કરવાની રીત જુદી હોય. પિતા જીવનની દિવા દાંડી સમાન હોય છે, હમેશા બાળકોને
સાચા રાહ પર લઈ જ્વાની કોશીશ કરે, અને યોગ્ય માર્ગદર્શન આપે , સાચા સલાહ સુચનો પણ આપે.
ઘરનો મુખ્ય આધાર પિતા ઉપરજ હોય છે. પિતા કોઈ વખત ગુસ્સો કરે, કોઈ વખત અતિશય વ્હાલ
છ્તાં પણ કરે અનહદ પ્રેમ. પિતા છે, પ્રેરણા મુર્તિ, માર્ગદર્શક, સાચા સલાહકાર, ઘરની માન મર્યાદાના
મોભ સમાન અને ઘરની મીઠી છત્રછાયા. ફાધર ડે, પિતા માટે ખાસ દિવસ, તેમના બાળકો પિતા અને
પરિવાર સાથે ખુશી ખુશીથી મનાવે છે.
4 Comments »
વિશ્વદીપ બારડ on 01 Jul 2010 at 9:54 am #
પિતા વિશે સુન્દર લેખ,
પિતા, વાત્સલ્ય તણું ઝરણું, ક્યાં મળે છત્રછાયા એની હવે?
ચાલતા ઠેસ લાગે પડું પણ કોની પકડવી આંગળી પિતા હવે?
માતાની મમાતા અને પિતાનુ વાત્સલ્ય એ નદીના બે કિનારા જરૂર છે છતાં બે કિનારા વચ્ચે વહેતી નદી કેટલી રળયામણી લાગે છે..એવુ જ કઈ મા-પિતામા ઃએ.
DR. CHANDRAVADAN MISTRY on 18 Jul 2010 at 9:40 pm #
Late to comment….but it is better late than NEVER !
Nice Post for the FATHER’S DAY !…& always !
I took the opportunity to read other Posts…the subject matter is diverse…I liked your thoughts !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
chandrakant on 30 Jul 2010 at 1:54 pm #
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય
સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે
નથી બોલવા માં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી
વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તેઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારાપિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.
કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.
જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત
ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકનેસુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથીતરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયાપાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તોન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનોઆરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક
ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ માં
પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,
વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો
ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો
માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘર ની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ. તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
ચન્દ્રકાંત જાદવજી પિતમ્બર તન્ના
Jain SM Doshi on 19 Jun 2016 at 5:40 am #
વેબસાઈટ પર પોસ્ટ કરેલી હજુ અમુક પોસ્ટ વાંચન કરી છે જે ખુબ સરસ છે, શક્ય હોય તો આપના દ્વારા પોસ્ટ કરવામા આવતી પોસ્ટ મને ઈમેલ દ્વારા આપવા વિનંતિ.