ધવલગિરી.

ધવલગિરી, હિમઆચ્છાદીત આકાશને આંબતા, ઉચા એ શીખરો.

 ટાઢથી ધ્રુજતા પહાડ ઉભા, ઓઢીને ચાદર સફેદ,છતા મસ્તક ઉચાં.

પાથરે ધોળા ગાદી ને તકીયા, સુવાળી સુન્દર ધોળી, મુલાયમ સેજ.

આકાશમાં ભ્રમણ કરતી, અતિ સુન્દર એ પરીઓનુ ટોળુ,એકી સાથે,

ભ્રમણ કરતાં, ઘડીક કરે  વિશ્રામ  અહી,  થાક  થાય દુર,  સેજ  પર.

ટાઢથી  ધ્રુજતાં અશ્રુ આવે નયન,  જ્યાં પડે સુરજ  કિરણ અંગ,

અશ્રુ  ઝર્ણા બની, ખળ ખળ  વહે અવિરત,  છેડે સંગીતના   સુર.

ઝરણા બુજાવે પ્યાસ, પશુ –પક્ષી, જન જિવન, કરે તૃપ્ત પ્રકૃતિ.

વહેતી સરિતા આંગણ,  ઝાડ પર ગીત ગાતા  એ પંખીડા અનેક.

સરિતા આતુર સાગર મિલન,  મદ- મસ્ત થઈ  દોડે, ન રહે હોશ.

પહાડ ઉચેથી નિહાળે,  આનંદીત દ્રશ્ય,  બન્યુ દ્રશ્ય સ્વર્ગ  સમાન.

ઉતર્યુ   સ્વર્ગ  ધરતી પર,  આનંદ લુટે  ધરતીના  હરેક જીવ.

પર્વત મન સંતુષ્ટ,  દિલમાં આનંદ ન સમાય, અશ્રુ મોતિ સમાન

3 Comments »

3 Responses to “ધવલગિરી.”

  1. વિશ્વદીપ બારડ on 01 Jul 2010 at 9:44 am #

    ઉતર્યુ સ્વર્ગ ધરતી પર, આનંદ લુટે ધરતીના હરેક જીવ.

    પર્વત મન સંતુષ્ટ, દિલમાં આનંદ ન સમાય, અશ્રુ મોતિ સમાન

    sundar kaavya..heaven is on the earth..some times we do not see by our naked eye..

  2. vishwadeep on 14 Jul 2010 at 8:58 am #

    ઉતર્યુ સ્વર્ગ ધરતી પર, આનંદ લુટે ધરતીના હરેક જીવ.

    પર્વત મન સંતુષ્ટ, દિલમાં આનંદ ન સમાય, અશ્રુ મોતિ સમાન

    કાવ્યમય લય સાથે સુંદર અભિવ્યક્તિ.

  3. dr bharat on 15 Jul 2010 at 12:28 am #

    અનાયાસે ‘પર્વત’, અને ‘વહી જાયછે’ નામની બે રચના બિલકુલ આજ ક્રમ મા અલગ ભાવ સાથે મેં પણ મારા બ્લોગ મા મુલેક છે.
    આપની બંને રચના ખુબ સરસ છે

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.