સુન્દરતા.
નયન મદહોશ, હોઠ મુલાયમ ગુલાબ પંખડી,
કેશ રેશમ, ચાલ મોરની, સુન્દર મુખ કમલ.
મન મેલા લઈ ફરે, ત્યાં ન શોભે સુન્દરતા.
મનની સુન્દરતા પ્યારી, તનની સુન્દરતા લાવે ગર્વ.
ગર્વ ભુલાવે ભાન, ન કરે કોઈની પરવા, રહે મદમસ્ત.
ગર્વથી બને મુખડુ કુરુપ, સુન્દરતા ઉપર બેડોળ મુખવટો.
જ્યાં મનડુ સુન્દર, કુરુપ મુખડુ પણ લાગે અતિ પ્યારુ.
હિરાની પરખ કરે ઝવેરી , તેમ મનની સુન્દરતા પારખે.
જે જન હોય સુન્દર મનડુ, તે જન સૌને લાગે પ્યારા.
ફેલાવે નીજ મનડાની મહેક, ચારો તરફ.
4 Comments »
Atul Jani (Agantuk) on 03 Jul 2010 at 6:51 am #
શ્રી હેમાબહેન,
હિરાની પરખ કરે ઝવેરી , તેમ મનની સુન્દરતા પારખે.
જે જન હોય સુન્દર મનડુ, તે જન સૌને લાગે પ્યારા.
ફેલાવે નીજ મનડાની મહેક, ચારો તરફ.
બહુ સુંદર વાત કરી.
vishwadeep on 14 Jul 2010 at 8:55 am #
મનની સુન્દરતા પ્યારી, તનની સુન્દરતા લાવે ગર્વ.
ગર્વ ભુલાવે ભાન, ન કરે કોઈની પરવા, રહે મદમસ્ત.
ભાવો સુંદર રીતે પ્રકટ થયાં છે,
dr bharat on 15 Jul 2010 at 12:18 am #
મન મેલા લઈ ફરે, ત્યાં ન શોભે સુન્દરતા
ખુબ સરળતાથી સુંદર ભાવ રજુ કરેલ છે.
DR. CHANDRAVADAN MISTRY on 24 Jul 2010 at 6:24 pm #
Sudar Vaat !
Dr. Chandravadan Mistry ( Chandrapukar)