મુઢ મતિ.
હર શ્વાસમાં સમાય તુ, તુજ થકી હર શ્વાસ.
હર ધડકનમાં સમાય તુ, તુજ થકી હર ધડકન.
પળ પળ તારા વિના વ્યાકુળ, હર પળ ઝંખે મન.
નજર પ્યાસી ઝંખે એક ઝાંખી, કર્ણ ઝંખે ગુણગાન તારા.
તુજ વિણ ન રાત દિન, તુજ વિણ ન કોઈ જીન્દગી.
પડે વિપદા, મારુ જ્યાં હાંક તુ આવે દોડી,રાખે સંભાળ.
હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.
જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.
તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.
જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.
5 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 19 Jul 2010 at 8:22 pm #
હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.
જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Nice Rachana !….These lines catches me…..HE is within all of us ….& We HUMANS search Him in this World ….once we REALISE this Fact…We see Him in EVERTHING !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema…You are doing GOOD ! Thanks for your visit/comment for the Post on Chandrapukar !…..Hope you will read the Posts on HEALTH ( Old Posts )
vishwadeep on 20 Jul 2010 at 9:25 am #
તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.
જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.
પરમાત્મા સાથે અપાર શ્રદ્ધાની જલતી જ્યોતની ઝાંખી..એકતાલ..સુન્દર રચાના વ્યક્ત કરે છે.
Ramesh Patel on 24 Jul 2010 at 8:28 pm #
હર પળ સાથે રહે, દિલમાં તારો નિવાસ, શોધુ દુનિયામાં.
જડ ચેતન સર્વમાં સમાયેલ તુ, પામી શકુ ન તુજને હુ.
તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.
જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.
…………………
પરમેશ્વરને મળવાની જાણવાની અને અંતરથી
ઓળખવાની તાલાવેલી કેટલી સરસ રીતે ઉભરી ઉઠીછે.
રમેશ પટેલ(આકાશદીપ)
ગુરુ પૂર્ણિમા…….રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
vishwadeep on 28 Jul 2010 at 10:50 am #
તારી માયા અનંત, અપાર , મુઢ મતિ ન જાણે સમજી.
જીવાત્મા આતુર તુજ મિલન, તુજ ઝંખના જનમો જનમ.
ભક્તિમાય રચના પર તમારી કલમ સારી એવી ઉપડે છે.
રાજેશ પડાયા on 09 Aug 2010 at 7:22 am #
Excellent !!