સમય.
નિર્બલ અને પામળ બને માનવી, સમય અતિ બલવાન.
મનુષ્ય જીવન ચાલે સમય ચક્ર સાથે, અતિ તેજ.
સમયની રફતાર સાથે જે ન ચાલી શકે, ન જોવે રાહ,
બાજુ પર ફેકીને, ચાલી જાય સમય આગળ – આગળ.
નથી કદર જેને સમયની, મુશ્કીલ ભરેલ રાહ તેની.
બને સફળ, કરે જીવન ઉજ્વળ, ચાલનાર સમય સાથે.
ગઈ કાલ અને આજની ન કોઈ ફીકર,
આવનાર સમયની કરે ફીકર હમેશાં.
આવનાર સમય ન જાણે કોઈ, વ્યાકુળ મન ન સમજે.
રાજા બને રંક, રંક બને રાજા,સમય અતિ બળવાન.
સમય છે ક્ષણીક, કામ છે અનેક જીવનમાં.
સમયની એક ઉજ્વળ તક ઉપાડતાં, જીન્દગી બને સરળ.
સમય તો હર પળ બદલાય, એતો કામ એનુ ચાલતા રહેવુ.
સમયની ગતિ સાથે ચાલે જન્મ મૃત્યુ , ન રહે બાકાત કોઈ.
No Comments »