શિવ.
આદી અનાદી, નીરાકાર પરમતત્વનુ સ્વરુપ, પરમેશ્વર શ્રી શિવ શંકર ભોલેનાથ
તેમની મહિમા અને ગુણગાન કરવા માટે આપણે અસમર્થ છીયે.મા સરસ્વતિ રાત દિવસ તેમના
ગુણગાન લખે તો પણ પાર ન આવે. દેવોના દેવ મહાદેવ હમેશાં સમાધિ અવસ્થામાં કૈલાસ પર
બિરાજમાન હોય છે. અંગે ભસ્મ, હાથમાં ડમરુ– ત્રિશુર, ગળામાં સર્પમાલા, જટામાં ગંગાજી વહે
કેટલુ અલૌકિક સ્વરુપ !!! દર્શન કરતાંજ ધન્ય થઈ જવાય. જેટલા ક્રોધીત છે તેટલાજ ભક્ત ઉપર
જ્લ્દીથી પ્રસંન્ન થઈ જાય એટલા માટેજ ભોલેનાથ કહયા છે.
બ્રહ્મા સર્જનનુ કામ કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, તો શંકર ભગવાન મૃત્યુને ગતિ આપે છે.
એટલા માટેજ મહામૃત્યુનજય મંન્ત્ર અને મૃત્યુનજય મંન્ત્ર બોલીને પ્રાર્થના કરીયે છીયે. પહેલા જ્યારે
ખાલી હિન્દુ ધર્મ અપનાવતા હતા ત્યારે શંકરભગવાનની પુજા થતી હતી. અત્યારે જ્યારે જુદા જુદા
ધર્મોની સ્થાપના થઈ છે એટલે લોકો પોતાને અનુકુળ આવે તે ભગવાનની આરાધના કરે છે. છતાં
પણ કોઈ પણ સંપ્રદાય અપનાવ્યો હોય, શંકરભગવાનની ઉપાસના દરેક જણ કરે છે. શિવજીની
ભક્તિ દરેક જણ કરતા હોય છે. શિવજી પોતે ધ્યાન અવસ્થામાં બિરાજમાન હોય છે. શ્રી રામનુ
ધ્યાન કરે છે. શિવની શક્તિનો કોઈ પાર નથી, સમુદ્ર્મંથનમાંથી નીકળેલ ઝેર પીધુ છે.
તો કામદેવને બાળીને ભસ્મ કર્યો છે, ગંગાજીને જટમાં ઝીલી લીધા છે. શિવજીમાં અપાર શક્તિ
રહેલી છે , છતાં પણ હમેશાં સમાધીની શાંન્ત મુદ્રામાં હોય છે. શિવ-શક્તિ સાથે બિરાજમાન છે.
માશક્તિ અર્ધાગીની સ્વરુપે તેમની સાથે બિરાજમાન છે,અને આ પ્રેમનુ પ્રતિક છે.શિવજીનુ
અડધુ અંગ માશક્તિ છે. મનુષ્ય જો ભક્તિ માર્ગ યા તો યોગ માર્ગ અપનાવી, સાધનાથી આગળ
વધે તો શિવજી સાધકના મોક્ષદ્વાર ખુલ્લા કરે છે.
( રાગ શિવ રંજની )
શિવ શિવ રટો ઓ મન મેરે,
સબ દુખ દરિદ્ર દુર હો તેરે.
ભોલા શંભુ હે શિવ શંકર,
તુમ હી પાલક હો શિવ મેરે.— શિવ.
હે ગિરિજા પતિ ગંગાધારી,
તુમ્હરી શરણમે સુખ ઘનેરે.— શિવ.
મંગલકારી હે ત્રિપુરારી,
સુર નર ધ્યાવે સાંજ સવેરે.— શિવ.
હે મૃત્યુનજય હે મહાદેવા,
જનમ મરણ કે ટાલો ફેરે.— શિવ.
No Comments »