મનોકામના.
આંગણીયામાં પુર્યા ભાત ભાતના સાથીયા ને રંગોળી.
બારણે બાંધ્યા તોરણીયા, ટોલડે પ્રગટાવ્યા દીવડા ઝગ મગ.
બિછાવ્યા મખમલી ગાદીને તકીયા, છાંટ્યા અત્તર.
ઘર સજાવ્યા રંગ બે રંગી ફુલડે, ગુથી મોગરાની માળા.
જળ રે જમુનાની ઝારી, છપ્પન ભોગ સામગ્રી.
ઉકાળ્યા ગાયના દુધ, સાકર કેસર બદામ અને ઈલાયચી.
પાન સોપારીના બીડલા , મહી ઈલાયચી લવીન્ગ.
ભર્યો પ્રેમ અશ્રુ તણો કટોરો , પગપ્રક્ષાલન કાજે.
રાહમાં પાથર્યા ગુલાબ, મોતિડે વધાવુ, કરુ આજ આરતિ.
મોકલ્યા સંદેશ શ્રી હરિને, વ્યાકુળ નયન નીરખુ રાહ.
આજ અર્પણ કરુ સારો પ્રેમ શ્રી હરિ ચરણ.
2 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 15 Aug 2010 at 6:07 pm #
મોકલ્યા સંદેશ શ્રી હરિને, વ્યાકુળ નયન નીરખુ રાહ.
આજ અર્પણ કરુ સારો પ્રેમ શ્રી હરિ ચરણ.
Hema…The Feelings for the “Divine” can be said in different words..but your last lines tell a lot !….A total submission to God !
Nice Rachana !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema…Hope to see you on Chandrapukar !
Happy Independence Day ! Vande Mataram !
હ્સિત વિ. પટેલ on 16 Aug 2010 at 10:14 am #
અતિ પ્રસન્નતા નો અનુભવ થયો.