ભેદ-ભરમ.
સાત લોક, સાતપાતાળ, સાત સમુન્દર,
સાત આસમાન, સાત જનમ,સપ્તપદીના વચન સાત.
પાંચ પ્રાણ, પાંચ વાયુ, પાંચ વિષય, પાંચ કોશ,
પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભુત.
આપ્યો મનુષ્ય દેહ, મનુષ્ય દેહ અતિ મુલ્યવાન.
આતો ઈશ્વરે રચ્યો ચક્રવ્યુહ,ન સમજાય પામળ માનવી.
ચક્ર્વ્યુહના કોઠા કઠીન, ન સમજાય ચક્રવ્યુહ.
હર જન કરે કોશીશ, કરે મથામણ, નીક્ળવા.
જો મળે સદગુરુ ભક્તિ માર્ગમાં, આપે બોધ,
જ્ઞાન આપી મીટાવે ભેદ ભરમ, બનાવે આત્મજ્ઞાની.
ભક્તિ અને સાધના કરતાં, સમજાય ચક્ર્વ્યુહ.
કરતાં ઈશ્વરને પ્રેમ , પામીયે પરમતત્વ.
No Comments »