ઝાંખી.
મંદિર મંદિર, મુર્તિ સુન્દર પ્યારી , અનેક સ્વરુપ.
વેદ પુરાણ, શાશ્ત્રો કરે ગુણ ગાન તારા .
જ્યાં સતસંગ, ભજન-કીર્તન ભક્ત હ્રદય બિરાજમાન.
કથા શ્રવણ, મંત્ર જાપ, નિત્ય પાઠ નિયમ,
દર્શન પ્યાસા નયન, એક ઝાંખીની લાલસા .
જ્યાં નિહાળુ એક પ્યારુ હોઠ પર સ્મિત, મુર્તિમાં.
ત્યા નીરખુ , પ્રભુનુ સુન્દર પ્યારુ મુખડુ .
મન તો ભાવ વિભોર, આનંદ ન સમાય.
બુધ્ધિ કરે તર્ક વિતર્ક, ઉઠે અનેક સવાલ.
મન તો વિચારે , શુ ગોલોક આનુ નામ !!!
જ્યાં શ્રી ક્રિષ્ણ નિવાસ હમેશા.
1 Comment »
vishwadeep on 10 Oct 2010 at 9:17 am #
ભક્તિ-ભાવનું સુંદર કાવ્ય..