સ્ત્રી શક્તિ .

  જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરો , રાક્ષસીવૃતિ વાળા જીવોનો ત્રાસ વધી જાય છે, પ્રજા ત્રાહીમામ

ત્રાહીમામ પોકારે છે . સાથો સાથ બ્રહ્મા , વિષ્ણુ , મહેશ જેવા દેવો પણ ફક્ત મુક સાક્ષી બની રહ્યા

વગર કશુજ કરી શકતા નથી. કારણ ? અસુરોએ યેન કેન પ્રકારેણ દેવોને વચન બધ્ધ કરી લીધેલ

હોઈ , દેવો પણ લાચાર બની રહે છે . તેથી દાનવો , દેવોએ વરદાન દ્વારા આપેલ શક્તિનો દુરઉપયોગ

પ્રજા પર ત્રાસ વર્તાવી કરે છે .

            દેવો મહેશ હોય કે નારાયણ , આપણા ભારતીય પુરુષ પ્રધાન સમાજના પુરુષો જેવા કે અકડુ

કે સ્ત્રીને પોતાનાથી ઉતરતી સમજનારા નથી . તેઓ પત્નિને અર્ધાગના , કે દેવી ગણે છે . વ્યવહાર

કે ઓળખાણમાં પણ પત્નિ નેજ પ્રથમ સ્થાન આપે છે. દા.ત. ઉમા–મહેશ કે લક્ષ્મી–નારાયણ . આ દેવો

અસુરોનો ત્રાસ જોઈ વ્યાકુળ બને છે અને દેવીઓ કહેતા ” શક્તિ” ને વિનંતી કરે છે કે અમો , અસુરોને

આપેલ વચનો દ્વારા બંધાએલ હોઈ , કશુજ કરી શકીયે તેમ નથી , માટે આપ જ પૃથ્વીને બચાવો .

     ” યા દેવી સર્વ ભુતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમસ્તસ્ત્યૈ નમો નમઃ”

                 (  સંદર્ભ ચંડીપાઠ , અધ્યાય પાંચ  શ્લોક — ૧૮ )

ત્યારે દેવી– “શક્તિ”, આરાસુરી કહેતાં અસુરો ને સંહારવા વાળા મહાકાળી કહેતાં દુષ્ટોનો કાળ બને છે .

જગતને દાનવોથી બચાવી માતા–” શક્તિ’ તરીકેનુ કર્તવ્ય બજાવે છે .

હવે આધુનીક દૈત્યો પૌરાણિક કથામાં આવે છે તેવા મોટા દાંત વાળા અને ભયંકર-અસ્ત્ર શસ્ત્ર વડે સજ્જ

દાનવો કરતાં , વધુ બુધ્ધિશાળી , સાવચેત , ચાલાક અને લુચ્ચા છે . તેઓ અભણ-ગરીબ-લાલચુ પ્રજા

અને દેશમાં છુપાયેલા અમીચંદો દ્વારા , યેન કેન પ્રકારેણ , કહેવાતી ચુટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરી ,

બંધારણ – તત્કાલીન કાયદાઓ – અદાલતો અને લોભી સત્તાલોલુપ રાજકારણીયોનો પુરેપુરો   ગેરલાભ

ઉઠાવે છે . પ્રજાને નિર્માલ્ય બનાવી , પ્રાપ્ત સત્તા દ્વારા  , કાયદા વડે હેરાન પરેશાન કરી પોતાનુ ઘર

ભરે છે .

આજે લોક્શાહીને નામે ચાલતી લોક્શાહી કે ટોળાશાહી , પુરા સત્તાવન વર્ષે પણ રાશ્ટ્રભાષા ” હિન્દિ” કે

રાષ્ટ્રપિતાને પ્રાણ પ્યારી ” દારુબંધી” કે લોકશિક્ષણ ( અક્ષર જ્ઞાન ) માટે ક્શુજ નક્કર કે નોધનીય કરી

શકી નથી . પણ લોક સંખ્યા ને ગણતરીમાં લઈને કહે્વાતી જગતની મોટામાં મોટી લોક્શાહી જ્યારે

જરુર પડે ત્યારે ગરીબ જનતાના , પરસેવાના પૈસા વડે ચુટ્ણીઓ યોજી , ગરીબને વધુ ગરીબ બનાવે

છે .  તેમ  છતાં પરિણામ શુન્ય .અને હતા ત્યાંના ત્યાંજ. ૧૯૪૭ માં આઝાદ થયેલ ભારત દેશના નાગરિકને

આજે બે ટંક ખાવા , તન ઢાંકવા કપડાં કે ટાઢ-તડકો-વરસાદ કે એવી વિપત્તિઓથી બચવા માથુ ટેકાવવા,

ઝુપડુ કે રોજગારી આપી શકતી ન હોય , અરે તાજા જ્ન્મેલા બાળક માટે દુધ નસીબમાં નથી . અને આદી

વાસી પ્રદેશમા જે પાણીમાં જાનવર ન્હાય , પાણી પીવે ત્યાંજ માણસો પણ પીવાનુ પાણી મેળવી શકે.

ત્યાં લોક્શાહી ઝીદાબાદ અને જાન્યુ.૨૬ અને ઓગસ્ટ ૧૫ ની શોબાજીના કશોજ અર્થ નથી .વ્યર્થ છે .

આવુ તો લખી શકાય તેવુ ઘણુ છે . પણ વાતોના વડા કર્યા વગર આપણે આનો ઉપાય વિચારીએ .

સમગ્ર રીતે અને બધાજ પાસાઓને આવરી લઈને , મંથન કરીએ તો તેનો ઉપાય છે . એ છે

”  સ્ત્રી સંગઠન અને શક્તિ દ્વારા ”  જનતાને જાગૃત કરવી . બાકી ચુટ્ણીઓ દ્વારા લોક્શાહીનુ જતન

થાય એ વાતમાં તથ્ય લાગતુ નથી . કારણ ભારતનુ વહાણ તળીયે તુટેલુ છે . ભરાયેલ પાણી ઉલેચવામાંજ

પાંચ વર્ષ વીતી જાય છે . ચુટણી જીતવા , સત્તા  પ્રાપ્ત કરવા જે ઉઘરાણુ , ફંડ ફાળા વગેરે કર્યુ હોય તે પાછુ

વાળવા પાંચ વર્ષ ઓછા પડે . ત્યાં બીજી ચુટ્ણી આવીને ઉભી રહે . ટુકમાં જ્યાં સુધી લોક શિક્ષણ કે સમજ

નો વ્યાપ પુરે પુરો વધે નહી અને ” મત”  આપવાની  સાચી રીત , સામાન્ય માણસને હસ્તગત થાય નહી

ત્યાં સુધી આ તળીયે તુટેલુ વહાણમાં ભરાતા પાણીનો ઉકેલ આવે નહી .

ઈતિહાસ સાક્ષી છે , મોગલ બાદશાહ  ઓરંગઝેબ જેવા શક્તિશાળી , ધર્માંધ , મઝહબી , મતલબી સામે

ઈશ્વરે શિવાજીની નિમણુક કરી . હુ માનુ છુ કે શિવાજી તો મોટામસ વટ્વૃક્ષની ડાળી જ હતા . તેનુ થડતો

માતા જીજીબાઈ કહેવાતા . માતા ” સ્ત્રી શક્તિ ” ને જ કહેવાય . આવા વટવૃક્ષને સતત પાણીનો પુરવઠો

પુરો પાડીને , ટકાવી ટટાર રાખનાર ઉડા મુળીયાં એટલે હિન્દુ ધર્મના ” ધર્માધિકારીઓ ” રામદાસ ને જ

બિરદાવી શકાય . આ રીતે સ્ત્રી ઘર ઘરમાં જ્યોત પ્રક્ટાવે છે .તો ધર્મગુરુઓ , લોભ લાલચ સ્વાર્થ વગર

જાનના ભોગે , પ્રલાભનોના ભોગે , જ્ઞાન અને દેશભક્તિ રુપી સુર્ય દ્વારા દેશને અજવાળી છે . મારુ અંગત

માનવુ છે કે ઘસાઈ ઉજ્ળા થવાની કળા સ્ત્રીઓ અને ગુરુઓ પાસેથી આપણે શીખીએ .

આશા અસ્થાને નથી કમસેકમ નવી પેઢી  , જે સ્ત્રીઓ માતા , શક્તિ દ્વારા ઘડાશે ત્યારે તેઓ દ્વારા ભારતનો

સુર્ય સોળે કળાયે શોભી ઉઠશે . ત્યારે મા ભારતી , સદગત નેતાઓ અને પ્રજાજનોએ આઝાદી મેળવવા જાન

કુર્બાન  કરી છે , તેઓ સ્વર્ગમાંથી ભારતીય સ્ત્રીશક્તિ ને આશિષ વર્ષા સાથે ખુબ ખુબ ખુશી વ્યક્ત કરશે .

જગત એ ન ભુલે કે આજની ભારતીય નારી ” ભારેલા અગ્નિ ” જેવી છે . એક્જ હવાનુ ઝોકુ પ્રજ્વલિત

કરવા માટે બસ છે . અને આ અગ્નિ  દુશ્મનો ને દઝાડીને જ ઝંપશે . કહેવાતા રાજકારણીઓ ચેતે .

જ્યારે ભારતના રાજકારણીઓ , સમાજ સુધારકો કે સેવકો , ન્યાયાલયો , કાયદાઓ કે કોન્સ્ટીટ્યુશન ,

છેલ્લે  ધર્માધિકારીઓ સદંતર નિષ્ફળ નિવડ્યા છે ત્યારે મને પુર્ણ શ્રધ્ધા છે કે સ્ત્રી શક્તિ  કહે્તાં ભારતની

પાર્વતીઓ પોતાના શિવ અને ગણપતિ, કાર્તિકેય ને સાથે રાખી દેશનો ઉધ્ધાર કરશે .  કહેવાતી લોક્શાહી

ને નામે બહુ ચુટ્ણીઓ  કરી       બંધ કરો  આ બધા આ નાટક .આયુર્વેદની પડીકીઓ બહુ આપી , હવે સડો બહુ

વધી ગયો છે ” ભારત માતા ” ની જાન ખતરામાં હોય ત્યારે તો ઓપરેશન જ કરાય .

જાગો ઉઠો અને અહિન્સા દ્વારા જ અસહકાર , ધરણા , ઉપવાસ , સરઘસો , જનજાગરણ અભિયાન , વિરોધ

સભાઓ દ્વારા રાજ્યના કે દેશના રાજકારણીઓની ક્ષતિઓનુ પ્રદર્શન કરી , પ્રજામત કેળવો . અક્ષરજ્ઞાન

ઝુબેશ લોક્શાહી સફળ કેમ બનાવી શકાય તેના સચોટ પણ દ્વેશ મુક્ત ભાષણો અને ઠેર ઠેર જનજાગ્રુતિ

વર્ગો ચલાવો . સામાન્ય માન્યતા પ્રમાણે લોક્શાહીમાં પ્રજા એજ માલિક હોય છે . જ્યારે જ્યારે ચલાવતા

રાજ્કારણીઓ , નોકરીઆતો વગેરે પ્રજાના વાણોતર કે સારા શબ્દોમાં મેનેજર કહી શકાય . ભારતમાં

રાજ્કારણીઓએ તો જુના દેશી રાજાઓને ઘણા સારા કહેવડાવ્યા છે . પુરુષ પ્રધાન સમાજ્ના ઠેકેદાર

એવા એક ભાઈની દલીલ છે કે જે મર્દ મુછાળા ન કરી શક્યા તે કામ ” અજવાળી તો પણ રાત ” સ્ત્રીઓ

કરી શકે તે તમારી ભુલ છે , ચર્તુભુજભાઈ !  તેઓ શ્રીને સમજાવતા , મે કહ્યુ કે પૃથ્વી પર જમીન માંડ

ત્રીજા ભાગની  હશે , બાકી પાણી જ પાણી . પણ આપણી નજર ને જમીનને જોવા ટેવાયલી હોય , પાણીની

વિપુલતાને નજર અંદાજ કરેયે છીયે . તેમ મુછાળા મર્દોમાં ૭૫ %  સ્ત્રીત્વ હોય છે . તેનુ નવ માસ દરમ્યાન

બંધારણ  જ સ્ત્રી માતાના હાડમાંસ મજ્જા , લોહીભશરીર અને સત્વ વડે ઘડાયેલુ હોય છે . હવે જો પુરુષો ,

સ્ત્રીઓ સાથે દેશોધ્ધાર  કે ક્લ્યાણ માટે હાથ નહી મિલાવે ,  સહકાર નહી આપે તો પરિણામ ઘણુજ ખરાબ

હશે . અત્યારે બેફામ વસ્તીવધારો , ગરીબી , ભ્રષ્ટાચાર , ફેશનને નામે થતા ફતવા , વ્યસનોની હરમાળ,

દારુ , પરદેશની આંધળી નકલ , ઉપરાંત ટી.વી. , ફિલ્મ , ફેશનપરેડ , મ્યુઝીક્લ આલ્બમો , બિભસ્ત જાહેર

ખબરો વગેરે ઉપરોક્ત બધી બદીઓએ દેશના હાડપિન્જર જેવા દેહને ” સર્વનાશ ” ના કેન્સરથી ગ્રસ્ત કર્યો

છે . તેમ છ્તાં પ્રથમ સ્ટેજમાં હોઈ સમયસર સારવાર થાય તો કદાચ એજ દેહ તાજો નરવો , તંદુરસ્ત બને

અને દેશનુ કલ્યાણ થાય .

ભારતની બધીજ બેહેનો , દિકરીઓ , માતાઓને એક્જ વિનંતી કે હવે સમય પાકે ગયો છે . તમેજ શક્તિ

બનો . બ્યુટીપાર્લર , ટી.વી. ફિલ્મનુ વળગણ , ફેશન અને નકલખોરીને ત્યાગી , આવતી પેઢીનુ સુયોગ્ય

ઘડતર કરો , સાથો સાથ ભારત દેશના તળીયે તુટેલ વહાણનુ સુકાન સંભાળો . ઈશ્વરત્ત , અમૃતકુમ્ભ જેવા

પયોધરમાંથી દુધરુપી સત્વ બાળકને પાન કરાવી , બીજા શિવાજીનુ ઘડતર કરો . ફેશન ફતુર છોડી ,

રણચંડી કે જીજીબાઈ બની રહો .

    ” યહ સુબહ કભીતો આયેગી ….. ધરતી નગમે ગાયેગી  ” …..

                                                                                                                                      એચ. ચર્તુભુજ.

2 Comments »

2 Responses to “સ્ત્રી શક્તિ .”

  1. DR. CHANDRAVADAN MISTRY on 19 Oct 2010 at 7:40 pm #

    મારો પ્રતિભાવ>>>>>>
    ચતુર્જભુજજી…

    તમારો લેખ હેમાબેનના બ્લોગ પર પોસ્ટરૂપે વાંચ્યો, અને ખુબ જ આનંદ થયો !

    લેખ એકવાર વાંચ્યો……ફરી એને વાંચ્યો, અને એમાં મુકેલ “સંદેશો”જાણવા પ્રયાસ કર્યો !…..જે જાણ્યું એ અધારીત હું મારો અભિપ્રાય આપું છું !>>>>

    “સ્ત્રી શક્તિ” નામકરણે આ લેખરૂપી પોસ્ટ છે…..અને શરૂઆતમાં તમે હિન્દુ ધર્મના સિધ્ધાંતમાં લખેલું તે પ્રમાણે…..”કે જ્યારે પ્રુથ્વી પર ….અસુરી/રાક્ષસી વ્રુત્તિ વધી જાય …ત્યારે…દેવો પણ …સાક્ષી બની….કશું જ કરી શકતા નથી”…..આવા શબ્દોથી શરૂઆત દ્વારા તમે તમારો લેખનો આધાર લઈ “નારી શક્તિ”ની મહંતાનું વર્ણન કરી શરૂઆત કરી !

    આ શરૂઆત બાદ, તમે અત્યારના ભારતની જે દશા છે તે વિષે ટીકાઓ કરતા, “ચાલાકી, લુચ્ચાઈ”….”અભણતા, ગરીબાય “….અને “લાલચું પ્રજા ” વિષે વર્ણન કરી ચુંટણી દ્વારા સત્તા મેળવી નેતાઓ પ્રજાના લાભ માટે કંઈ જ નથી કરતા કહી, અત્યારના વાતાવરણ માટે “કારણરૂપ” દર્શાવ્યું ,…..અને, અત્યારના વાતાવરણમાં સુધારો કરવા ફરી “સ્ત્રી સંગઠન અને શક્તિ”નો ઉલ્લેખ કરી, શિવાજીની શક્તિમાં માતા “જીજાબાઈ”ના દર્શન કરાવ્યા. અહી તમારો એક જ “હ્રદયભાવ”હતો….ભારત દેશ માટેના “કલ્યાણ”ની આશાઓ સાથે તમારો ભારત માતા માટે “પ્રેમ” ઉભરતો હતો !

    હવે…..ચતુર્જભંજજી….હું તમારા લેખને “નવા પદ” પર લઈ જવા ઈચ્છા કરૂં છું ….અને, નારીને “જગતની શક્તિ”રૂપે નિહાળવા મારો પ્રયાસ છે !

    ભારત હોય કે જગતનો કોઈ પણ દેશ હોય..નારીનું મહત્વ બધે જ હોય છે !……હિન્દુ ધર્મના વિચારોથી પર જઈ આપણે જો જગતની “માનવ જાતિ” ને નિહાળતા, પુરૂષ કે સ્ત્રી દ્વારા સંતાનો…..સંતાનોને નિહાળતા, બાળકનું પોષણ અને દેખરેખ માટે ફરી “સ્ત્રી” ના દર્શન થાય…..નારી એના વિચારો સંતાનો (દીકરી કે દીકરા)માં “બીજ”રૂપે મુંકે છે…..સ્ત્રીમાં “અપાર સહન શક્તિ” છે !….પુરૂષોમાં નારી જ ઉત્સાહ રેડે છે !…આથી, જગતમાં થઈ ગયેલા સંતો કે નેતાઓમાં બીજરૂપે રોપનાર નારી જ છે !

    હવે, આપણે ભારત તરફ ફરી નજર કરીએ. “સનાતન ધર્મ”આધારીત નારી “પત્ની”….પુરૂષ ( પતિ)ને દેવ સ્વરૂપે ગણે….પણ એ જ “ધર્મ વિચાર”માં પુરૂષ નારીને “પોતાનું અર્ધુ અંગ” ગણી “સમાનતા”ના ભાવે નિહાળે છે …આથી,સ્ત્રી અને પુરૂષ એક પદ પર હોય શકે……જ્યારે પણ, આવા “ધર્મ કાયદા”નો ભંગ થાય ત્યારે, જ એનું પરિણામ સારૂં ના હોય…..અહી વાંક સ્ત્રી કે પુરૂષનો હોય શકે…..પુરૂષ જો એમ માને કે એ “ઉંચ્ચ” પદે છે, અને નારી નીચા પદે તો એ ભુલ કરે છે !….અને, જો નારી એમ માનવા લાગે કે “આ બધું જ મારા લીધે છે” કહી ગર્વ કરે ત્યારે એ ભુલ કરે છે….અહી નારી “વેસ્ટર્ન વર્લ્ડ”ની નારી સ્વતંત્રતાને ખોટા અર્થમાં લઈ એના વર્તનમાં “ફેરફારો” અપનાવે છે કે કોઈવાર એ બાળકની “માતા” છે એ પણ ભુલી જાય છે !

    તમે “ફિલ્મો..કે ટીવી “…કે ” ફેશનો કે બ્યુટી પારલાર”નો ઉલ્લેખ કરી ટીકાઓ કરી…અને અત્યારના “વાતાવરણ”નો કારાણરૂપે ગણ્યા…..એ બધામાં “બધું જ” ખરાબ નથી…..અહી આવે છે “બાળ સંસ્કાર”નો મહત્વ….ઘણીવાર આ જમાનામાં “મા-બાપરૂપી ” ફરજૉ અદા ના કરી શકીએ તેનું એ “પરિણામ ” છે !

    હવે, અંતે આપણે “લોકશાહી” સરકાર વિષે જરા ચર્ચા કરીએ…..બાળકોને સારા સંસ્કારો આપીશું તો “સારા નેતાઓ ” કે “સંતો” હશે !….અને જો આવું શક્ય થાય તો….સારા નેતાઓ લાંચ ગરીબાય દુર કરવા પગલાઓ લેશે….અને ભવિષ્યમાં “રામ રાજ્ય” જેવું હોય શકે…પણ અત્યારે નારી/પુરૂષો સૌએ સાથે રહી કાર્ય કરવાનું છે..તો, આજે જે ભારતમાં “નારી જાગ્રુતિ” નારી સંગઠનો દ્વારા થઈ રહી છે તેને વેગ આપવા સૌએ ફાળો આપવો જરૂરીત છે !

    આ ફક્ત મારા વિચારો છે….તમો સહમત થાઓ કે ના થાવો…સૌ પોત પોતાના અભિપ્રાયો મટે સ્વતંત્ર છે !

    હેમાબેન..તમે લેખ પોસ્ટરૂપે મુક્યો તે માટે આભાર !

    >>>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hema..Please visit my Blog for the New Post on HEALTH ( on Diabetes Millitus)
    Hriprashadbhai..Please visit Chandrapukar & post ypur Comment on my Blog !

  2. ઋત્વિક ભટ્ટ on 08 Aug 2012 at 2:09 am #

    i like your artical

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.