પદ્મીની .
સુન્દર નયન , મૃગ નયની .
હોઠ લાલ , ગુલાબ પંખડી.
ગાલ પર લાલી , ઉગતા સુરજ કિરણોની લાલીમા .
ગુલાબી વાન , દીસે ખીલતા કમળ સમાન સુન્દર .
નમણી નાક નકશીકા , કેશ લાંબા રેશમી મુલાયમ .
સુરાઈદાર ગરદન , શોભે નવ લખા હાર .
ગાલ પર ખંજન , મધુર મુસ્કાન, ખુલે ગુલાબ પંખડી.
મુખડુ શોભે, પુનમની રાતનો સોળે કળાએ ખીલેલ ચંદ્રમા.
લચકતી પતલી કમર , કોમળ કદમ, હંસીની ચાલ.
સુમધુર વાણી , સુભાષી , દાંત મોતીના દાણા સમાન.
ધીરો,સુરીલો અવાજ, કોકીલ કંઠી, શબ્દોમાં રેલાય સંગીત.
અતિ મુલાયમ માખણ સમાન કોમળ, ગુલાબી તન-બદન.
સોલે સજ્યા શણગાર, રેશમ નકશીકામ, સુન્દર વેશભુષા .
તન-બદન મહેકે, હજારો તાજા ખીલેલ લીલીના પુષ્પોની ખુશ્બુ .
સર્વ ગુણ સંપન , તન અને મનની સુન્દરતા શોભે .
શ્રી લક્ષ્મી , માદુર્ગા સમુ મુખડુ ચમકે , તેજ અપાર .
સૌન્દર્ય સામ્રાજ્ઞી એક નારી , આતો મનુષ્ય.
શ્રેષ્ઠ નારી જાતિ પદ્મીની .
No Comments »