અલૌકિક બાળક .
પારણામાં ઝુલતુ નાનુ માસુમ સુન્દર બાળક .
લાગે ,ઉતર્યુ સીધુ સ્વર્ગથી અલૌકિક આ બાળ .
આતો બાળક તેમાં વાસ સાક્ષાત ઈશ્વરનો .
ત્યારે તો ભાસે એક અલૌકિક -દિવ્ય આ બાળ .
અતિ સૌમ્ય ,મૃદુ સુન્દર મુખકમલ દીસે નીખાલસ .
આંખોમાં પ્રેમ , ન જાણે પ્રપંચ , કરે પ્રેમ સૌને .
નાજુક હાથ-પગ હલાવે ,આંબવા ઉચા શીખરો .
કરે હાથ ઉચા , જાણે સમેટે પુરુ વિશ્વ નીજ અંદર .
કદીક હસે કદીક રડતુ કદી અકરાઈ જાય ,
તો પણ લાગે અતિ પ્યારુ .
તેનુ રુદન પ્યારુ , તેની હસી કિલ્લોલ ,
મીઠા અને લાગે વ્હાલા .
વિશ્વની સારી શાંતિ લપેટી, પોઢે નિરાંતની નીદ્રામાં.
રમવાને પહોચ્યુ ચાંદ સુરજને તારલીયાની પાસે .
રમે મેઘધનુષની સાથે, ઘોડો કરી બેસે ઉપર .
ફરે સારુ ભ્રમ્હાંડ .બાળ લીલા અલૌકિક , અજોડ .
નીદરમાં નીરખે જ્યાં પ્રભુ , મલકી ઉઠે મુખડુ હર્ષથી .
બાલ્યાવસ્થા સદભાગી .
2 Comments »
DR. CHANDRAVADAN MISTRY on 02 Jan 2011 at 2:06 pm #
રમવાને પહોચ્યુ ચાંદ સુરજને તારલીયાની પાસે .
રમે મેઘધનુષની સાથે, ઘોડો કરી બેસે ઉપર .
ફરે સારુ ભ્રમ્હાંડ .બાળ લીલા અલૌકિક , અજોડ .
નીદરમાં નીરખે જ્યાં પ્રભુ , મલકી ઉઠે મુખડુ હર્ષથી .
બાલ્યાવસ્થા સદભાગી .
A Salutation to Innocent Chilhood !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hema..HAPPY NEW YEAR.
Thanks for your visits/comments on Chandrapukar in 2010..Hope to see you in 2011 too.
મિસીસ નગરવાલા on 09 Sep 2011 at 10:33 pm #
અતિ સુંદર કવિતા આભાર.