શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.

  આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.

  શિવ ઉપાસના અને આરાધનાનો  દિવસ છે .

  પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .

                        ૐ નમઃ શિવાય

ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,  ભસ્માંગરાગાય મહેશ્વરાય

       નિત્યાય શુધ્ધાય દિગંબરાય,  તસ્મૈય નકારાય નમઃ શિવાય

      ( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના

      અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને

      દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા

     નમસ્કાર હો . )

મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય

      મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય

    ( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી

    અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે

    પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )

શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય

       શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય

      ( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ

      દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં

     વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )

વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય

       ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય

        ( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને

        માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ

        ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )

ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય

        દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય

       ( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે

      એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ

       શંકરને મારા નમસ્કાર હો . )

                              ( ફલ શ્રુતિ )

          પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,

          શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .

    ( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

   પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )

4 Comments »

4 Responses to “શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.”

  1. રૂપેન પટેલ on 02 Mar 2011 at 8:28 am #

    હેમાબેન સરસ શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર મુકેલ છે . સ્ત્રોત વાંચી મન શિવમય થઇ ગયું .

  2. Ramesh Patel on 03 Mar 2011 at 12:20 pm #

    મંગલ ભાવ રમાડતી ,સંસ્કૃતિની સુવાસથી ભરપૂર પોષ્ટ .
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. DR. CHANDRAVADAN MISTRY on 08 Mar 2011 at 6:13 pm #

    શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

    પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે .
    Hemaben…
    Enjoyed the Post.
    Ohm Namo Shivay !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you for the New Post !

  4. Pancham Shukla on 18 Mar 2011 at 9:24 am #

    સમજૂતી સાથે મૂકવા બદલ આભાર. ગમ્યું.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.