મા .

મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .

પ્રેમ સરિતા તૂ , વહે અવીરત અગાધ વાત્સલ્ય .

હેતનો  મહા સાગર  તૂ , જેમાં કદી ન આવે ઓટ ,

નીત   વ્હાલના ઉછળે મોજાં ,  પ્રેમ તણુ કવચ .

તારા આંચલમાં મીઠી છાંવ , શીતળતા ઘનેરી .

તારા આંચલની છાંવમા  સ્વર્ગનુ  સુખ   સમાય .

મારા દુખમાં રોએ તૂ , સુખમાં રોએ સુખના આંસુ

મારા સુખમાં આનંદે મ્હાલે તૂ ,દુખમાં તૂ ચિન્તિત.

પર્વત સમા વેઠીને દુખ ,  મુજને અર્પણ કર્યા સુખ .

તારા આશિર્વાદમાં  શક્તિ ,તારા પ્રેમમાં શક્તિ.

તારા ગુણ ગાન માટે શબ્દો પડે છે  ઓછા .

અધિક મમત દેખી નીરખુ પ્રભુની મુરત તુજ મહી .

ભગવાન કે ઈશ્વરથી તુ નથી કમ .

તારુ રૂણ ચુકવુ કેમ કરી હુ ,  શુ કરૂ   ઉપાય ?

માની સેવા કરી , માના કલેજાને ઠંડક આપી ,

કરવી કોશીશ , આભાર માનવાની ,

રુણ તો કદી  ચુકવવા ન કોઈ શક્તિમાન .

( Happy  mothers  day ).

8 Comments »

8 Responses to “મા .”

 1. Dr.Kishorbhai Mohanbhai Patel on 08 May 2011 at 11:44 am #

  બહેનશ્રી. હેમાબેન

  સરસ રચના

  માતાઓને કોટિ કોટિ વંદન

 2. Ramesh Patel on 08 May 2011 at 12:21 pm #

  મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

  તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .

  પ્રેમ સરિતા તૂ , વહે અવીરત અગાધ વાત્સલ્ય .

  હેતનો મહા સાગર તૂ , જેમાં કદી ન આવે ઓટ ,
  ………………………………………….
  ખૂબ જ સુંદર કવિતા…મા પ્રત્યેના ભાવ સાચે જ સ્પર્શી જાય છે.
  માવતરનાં ઋણ સૌના શીરે ઉતારે ના ઉતરે તેવાં છે.સુંદર પોષ્ટ માટે હેમાબેનને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Paru Krishnakant on 08 May 2011 at 10:08 pm #

  ખૂબ જ સુંદર ….ખુબજ પ્રેમભર્યા શબ્દો….સ્પર્શી જાય છે.

 4. DR. CHANDRAVADAN MISTRY on 09 May 2011 at 9:47 pm #

  મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

  તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ .

  Hemaben…
  These “opening” words of the Post tell a Lot.
  Mother is the Best Creation of God.
  My Vandan to the Mothers of this World.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 5. Pancham Shukla on 11 May 2011 at 1:02 pm #

  માની સેવા કરી , માના કલેજાને ઠંડક આપી ,

  કરવી કોશીશ , આભાર માનવાની ,

  રુણ તો કદી ચુકવવા ન કોઈ શક્તિમાન

 6. ghanshyam on 15 May 2011 at 10:50 am #

  ખૂબ જ સુંદર કવિતા….

 7. pravina Avinash on 22 May 2011 at 3:32 am #

  મા તૂ છે મમતાની મૂર્તિ , તૂ છે કરૂણાની દેવી

  તારા ચરણોમાં ચારો ધામ . નીજ સુખ – શાંતિ

  Tells everything about “MAA”

 8. indushah on 22 May 2011 at 1:09 pm #

  રુણ તો કદી ચુકવવા ન કોઇ શક્તિમાન.
  ખરી વાત માનુ રુણ કદી ન ચુકવી શકાઇ

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.