સાહિત્ય સરિતા .

 હુ સાહિત્ય સરિતા…..

મારા દિલમાં ખુશી ન  સમાય  , આજે   કરવી છે  મારા મનની વાત .

ગુજરાતી સાહિત્ય સરિતા મળ્યુ અનોખુ નામ મને, હ્યુસ્ટનમાં રહેવા સ્થાન.

અનેક શિક્ષિત સંસ્કારિ  સભ્યોથી  બન્યો  મારો  સુન્દર સુશોભિત  પરિવાર .

સુશિક્ષિત સાહિત્ય રસિકોએ કર્યુ મારુ લાલન-પાલન, સિન્ચા સાહિત્ય નીર.

હર મહિનાની મિટિન્ગ અને, બનાવી રુડો બ્લોગ ,અને   વિવિધ પ્રવૃતિઓ .

કર્યુ જતન મારુ પ્રેમથી , કરી કાળજી , પ્રેમથી  નિહાળે મને રાત-દિવસ.

અધિક પ્રેમ અને મારા માટેની કાળજી જોઈ મારા આનંદનો  નહી  પાર.

ધીમે ધીમે મોટી થવાને બદલે હુતો , બહુ જલદી દશ વર્ષની થઈ ગઈ .

મારા પરિવારે રાજ્શાહી ઠાઠથી ઉજવી ખુબજ ધુમ ધામથી મારી દશમી,

વર્ષ ગાંઠ , દશાબ્દિ મહોસ્તવ , એક નહી બે બે વખત મનાવી મારી વર્ષગાંઠ.

જેણે માણ્યો પ્રોગ્રામ , ખુશી-ખુશી કરે ચર્ચા ,  બહુજ સરસ , બહુજ સરસ.

આપે અભિનંદન ,વર્ષાવે તારીફ અને ખુશીના પુષ્પો . મારા પરિવારને

ધન્યવાદ પામતા જોઈ ,  હૈયે ગર્વ , અતિ સંતોષ અને આનંદ થાય .

પરિવારના આનંદની તો કોઈ નહી સીમા,   હૈયા હરખથી  છલકાય .

સફળતાના શિખરો પાર કરતાં હવે, દિલમાં એક મનોકામના રજત જયંતિની

માણવો મારે રજત જયંતિ મહોત્સવ , અને મારા પરિવારના દિલમાં ખુશી .

1 Comment »

One Response to “સાહિત્ય સરિતા .”

  1. શૈલા મુન્શા on 23 May 2011 at 1:34 pm #

    આપણે બધા સાથે મળી ગુજરાતી સાહિત્ય સરિતાની રજત જયંતિ ઉજવીએ. સરસ ભાવ અને તમારો પ્રેમ સરિતાને જરૂરથી સાગર બનાવશે.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help