સાહિત્ય સરિતા .
હુ સાહિત્ય સરિતા…..
મારા દિલમાં ખુશી ન સમાય , આજે કરવી છે મારા મનની વાત .
ગુજરાતી સાહિત્ય સરિતા મળ્યુ અનોખુ નામ મને, હ્યુસ્ટનમાં રહેવા સ્થાન.
અનેક શિક્ષિત સંસ્કારિ સભ્યોથી બન્યો મારો સુન્દર સુશોભિત પરિવાર .
સુશિક્ષિત સાહિત્ય રસિકોએ કર્યુ મારુ લાલન-પાલન, સિન્ચા સાહિત્ય નીર.
હર મહિનાની મિટિન્ગ અને, બનાવી રુડો બ્લોગ ,અને વિવિધ પ્રવૃતિઓ .
કર્યુ જતન મારુ પ્રેમથી , કરી કાળજી , પ્રેમથી નિહાળે મને રાત-દિવસ.
અધિક પ્રેમ અને મારા માટેની કાળજી જોઈ મારા આનંદનો નહી પાર.
ધીમે ધીમે મોટી થવાને બદલે હુતો , બહુ જલદી દશ વર્ષની થઈ ગઈ .
મારા પરિવારે રાજ્શાહી ઠાઠથી ઉજવી ખુબજ ધુમ ધામથી મારી દશમી,
વર્ષ ગાંઠ , દશાબ્દિ મહોસ્તવ , એક નહી બે બે વખત મનાવી મારી વર્ષગાંઠ.
જેણે માણ્યો પ્રોગ્રામ , ખુશી-ખુશી કરે ચર્ચા , બહુજ સરસ , બહુજ સરસ.
આપે અભિનંદન ,વર્ષાવે તારીફ અને ખુશીના પુષ્પો . મારા પરિવારને
ધન્યવાદ પામતા જોઈ , હૈયે ગર્વ , અતિ સંતોષ અને આનંદ થાય .
પરિવારના આનંદની તો કોઈ નહી સીમા, હૈયા હરખથી છલકાય .
સફળતાના શિખરો પાર કરતાં હવે, દિલમાં એક મનોકામના રજત જયંતિની
માણવો મારે રજત જયંતિ મહોત્સવ , અને મારા પરિવારના દિલમાં ખુશી .
1 Comment »
શૈલા મુન્શા on 23 May 2011 at 1:34 pm #
આપણે બધા સાથે મળી ગુજરાતી સાહિત્ય સરિતાની રજત જયંતિ ઉજવીએ. સરસ ભાવ અને તમારો પ્રેમ સરિતાને જરૂરથી સાગર બનાવશે.