પિતૃ દેવો ભવ .

           Happy Father’s day .

              पितृ देवो भव .

પિતા ઘરની શાન ,  પિતાથી શોભે ઘર પરિવાર.

પિતા પરિવારની શીતળ  છત્ર-છાયા, ઘરનો મોભો .

પરિવારને કરે અગાધ પ્રેમ , ન કદી બોલે મુખથી .

પ્રેમ અને લાગણી પ્રગટ કરવાની રીત નીરાલી .

હ્રદયમાં ચાલે મનોમંથન , ન દીસે મુખ પર .

દુખના આંસુ પણ રોએ દિલમાં , છુપાવે દુખ-દર્દ .

થાય ઉદાસ , સેવે ચુપકી , સ્વ પર ઉઠાવે ભાર ,

વિપદામાં પણ ખુશી ખુશીથી ઉઠાવે પરિવારનો બોજ .

પરિવારની ખુશી-આનંદમાં જ , પિતાની જીન્દગી .

પુત્રી હ્રદયનો ટુકડો , તો પુત્રમાં દેખે નીજ રૂપ .

ગુસ્સામાં પણ  છુપાય પ્રેમ, વાત્સલ્યથી ભરપુર .

કલેજે મુકી પત્થર ,બની સખ્ત ,કરે સંતાનોના

જીવન રાહ સરળ ,   બનાવે  ઉજ્વળ જીવન .

કરી સંસ્કારોનુ સિન્ચન , કરે બાળકોને  તૈયાર ,

ઉજ્વળ જીવન કાજે , જજુમવા જીવનના સંગ્રામ .

3 Comments »

3 Responses to “પિતૃ દેવો ભવ .”

  1. ghanshyam on 21 Jun 2011 at 11:10 pm #

    hema bahen,
    heart touching poem on father..
    very nice…
    congratulationss.
    mem, I collect this poem in my collections?
    ghanshyam vaghasiya

  2. Ramesh Patel on 25 Jul 2011 at 1:55 pm #

    હૃદયથી સ્ફુરેલી દિવ્ય ભાવ વાણી…રચના.
    રમેશ પટેલ(આકાશદીપ)

  3. vishwadeep on 09 Aug 2011 at 4:25 pm #

    માતૃભાવ-અને પિતૃભાવ એ બન્ને એવા “ભાવો” છે કે..સંતાનો એજ ભાવો પોતાના જીવનમાં પોતાની પેઢી માટે સદીઓથી વણતા આવ્યા છે.
    એટલે જ એ ભાવો..દેવોભવો..બન્યા છે

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.