રૂપલે મઢ્યુ ગગન .

અંગે  કાળી કામળી ઓઢી પોઢ્યા નીન્દરમાં ચાંદ-સૂરજ .

ટમ- ટમ ઝીણા- ઝીણા દીપ, ઝઘમઘ ચમકે  તારલીયા .

અનગણીત દીપ નભ પર , કાળી કામળીએ જડ્યા હીર .

રૂપલે મઢ્યુ ગગન , કાળી-કાળી રળીયાળી ચમકતી રાત .

ધરતી પર ઝઘમઘ ઝબકારા દે ક્યાંક  ઘૂમતો આગીયો .

મંદ-મંદ મુશ્કરાતા વહેતા ઝરણાં , ખળ-ખળ વહેતી સરિતા .

લહેરાય ધીમા વાયરા, છેડે સંગીતના સૂર,નૃત્ય કરતા વૃક્ષો .

પગદંડી પર પડ્યા પડછાયા,ચાર પગલાં, કોણ ચાલ્યુ જાય .

છમ-છમ પાયલ, ઠુમકતી ચાલ, પીયા સંગ મતવાલી નાર .

ચાંદ સમાન મુખડુ ગોરીનુ , મોહ્યુ મનડુ  નીરખી સુન્દરગોરી .

ચાંદની ઉતરી ધરતી પર  આજે , પ્યારી પ્યારી પુનમની રાત .

1 Comment »

One Response to “રૂપલે મઢ્યુ ગગન .”

  1. Ramesh Patel on 05 Oct 2011 at 2:51 pm #

    ચાંદ સમાન મુખડુ ગોરીનુ , મોહ્યુ મનડુ નીરખી સુન્દરગોરી .

    ચાંદની ઉતરી ધરતી પર આજે , પ્યારી પ્યારી પુનમની રાત .
    very nice as moon. Enjoyed the Geet.

    Ramesh Patel(Aakashdeep)

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.