મમતા.
( ૧૩ મે – મધર્સ ડે )
જન્મ આપી, અર્પ્યુ અમૂલ્ય સુખી માનવ જીવન
તે જનેતાના અનગણીત ઉપકાર કદી ન ભુલાય
એની મમતા થકી તો સોહે છે સઘળો આ સંસાર
હેત,મમત્વ એટલા! ગણિતે ગણ્યાથી નથી ગણાતા
બાળપણમાં મીઠાં હાલરડાં ગાઈ મને સંભળાવતી
હેતથી હસાવતી,પ્રેમથી સુવડાવતી અને જગાડતી
મહામુલા સોનેરી સંસ્કારોના બીજ રોપી સિન્ચતી
સંતાનના દુખમાં થાય દુખી ખુશ જોઈ હરખાતી
લેવાની નકોઈ લાલસા, મેળવવાની નકોઈ ઝંખના
નિસ્વાર્થ પ્રેમ-વાત્સલ્યની દેવી, મમતાની તૂ મૂરત
મહા હેતવાળી મમતાળુ મા, તૂજ ગુણનો નહી પાર
પામી તૂ ભગવાનથી પણ ઉચુ સ્થાન આ જગતમાં !
ઈશ્વર દેજે શક્તિ મને,ન ભુલી શકુ ઉપકાર જનેતાના.
[ સૌને મધર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ ]
No Comments »