એકલતા.

એકલતા એ એવી સ્થિતી છે જે દરેકની મનઃ સ્થિતી હાલી જાય, પરેશાન થઈ જાય  અને અસહ્ય લાગે.એકલતા અંદરથી માણસને ખાઈ જાય છે.જ્યારે જીવનમાં પતિનુ, પત્ની પહેલાં જો અવસાન થાય અથવા તો પત્નીનુ અવસાન પહેલુ થાય તો આ પરિસ્થિતીમાં બંને માટે એક બીજા વીના જીવવુ ભારે પડે છે. જીંદગી મુશ્કેલ થઈ જાય છે.

ઈશ્વરે માયાનુ બંધન એવુ મુક્યું છે, માયા હસાવે અને માયા જ રડાવે. આપણે બધાજ માયાના વશમાં છીએ.માયાના બંધનને લીધે  પતિ-પત્નિ એક્બીજા સાથે બધીજ રીતે એક્દમ નીકટ જોડાએલા રહે છે અને એકના વીના પણ જીવન જીવવુ એ વિચાર પણ હચમાચાવી મુકે છે,પતિ-પત્નીનો સબંધ એવો છે દો જીસ્મ એક જાન. ને જ્યારે એક પહેલું ચાલી જાય ત્યારે જીવન અસહ્ય બની જાય છે.પતિ-પત્નિની વાત કરીએ યા તો ઘરનુ કોઈ પણ સ્વજન હોય આપણા પહેલાં ચાલ્યું જાય  છતાં પણ યાદોને સહારે જીવન જીવવું પડે છે. અને તે વીના બીજો કોઈ રસ્તો પણ નથી કોઈએ સાચુ જ કહ્યું છે  ” એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વીના સંગી વીના એક્લા જવાના”  ત્યારે મન મનાવવુ પડે છે અને મોંઢામાંથી શબ્દો સરી પડે છે, અમારો સાથ આટલો જ હતો, અહિંયા અમારી લેણ-દેણ પુરી થઈ.

ઘણા લોકો તો સમજે છે બસ હવે જીવન અટકી ગયું પરંતુ ખરેખર તો કોઈના વીના જીવન અટકી નથી જતુ. દુનિયા બદલાતી નથી, બધુંજ એની રીતે ચાલતું રહે છે.માયાને વશ અંદરથી હ્રદય રડે છે, મન રડે છે. બહાર દુનિયામાં કંઈ નથી બદલાતું, બધુજ એની રીતે સમયની રફતારની સાથે ચાલતું રહે છે. અને મને કે કમને જીવવું પડે છે અને હકીકતમાં આતો જીવન છે. જીવનમાં જેવી જેવી પરિસ્થિતીઓ આવે તેનો સામનો કરવો જ પડે અને ભગવાન જે સ્થિતીમાં રાખે તે સ્થિતીમાં રહેવું જ પડે છે,અને આપણે ભુલવુ ના જોઈએ આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતી આવે તે આપણા કર્મને આધારે છે અને બધીજ સ્થિતી આપણે જ ઉભી કરેલી છે, જ્યારે દુખ આવે ત્યારે આપણે ભગવાનને દોશી માનીએ છીએ, હે ભગવાન તેં મને આટલું બધું દુખ કેમ આપ્યું ? અને દુખી થઈએ છીએ મીંરાએ તો ગાયું છે ‘ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ  ઓધ્ધવજી”  જ્યારે નરસિંહ મહેતા ગાય છે “ ભલુ થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ “ આ બંને તો મોટા ભક્ત હતા એટલે એ લોકોએ માયાને વશમાં કરી હતી પરંતુ આપણા જેવા સામાન્ય માણસો માટે આ બધુ અઘરું છે.સ્વજન ચાલ્યું જાય એટલે અસહ્ય દુખ તો થાય જ,આપણે ભુલી ના શકીએ, જીવન અસહ્ય લાગે છતાં પણ સ્વજન ચાલી જાય પછીથી થોડી જીવન જીવવાની ઢબ બદલવી પડે અને રડીને બેસી રહ્યા વીના બીજા કામમાં મન પ્રવૃત કરવું પડે છે અને સાચેજ દુખનુ ઓસડ દાડા.નવરું મન એ સેતાનનુ ઘર એટલે મનને પ્રવૃત રાખવુ પડે નહીતો ખોટા વિચારો આવવાના છે. અત્યારે તો દરેક જગ્યાએ એટલી બધી ઈતર પ્રવૃતીઓ વધી ગઈ છે અને જુદી-જુદી સંસ્થાઓ પણ વધી ગઈ છે જ્યાં સમય પસાર થઈ શકે. અને સેવા આપવાના કામો પણ વધી ગયા છે. લોકો મંદિરોમાં પણ ઘણી સેવા આપે છે.સાચેજ કંઈ કરવું હોય તો કરવા માટે ઘણું બધુ છે. નહીતો રડીને બેસી રહો. રડતા જ રહીએ તો ઘરના બીજા માણસોને પણ આપણે મુશીબતમાં મુકીએ છીએ અને પરેશાન કરી મુકીએ છીએ. એટલે બીજાનો સહારો લીધા વીના પરિસ્થિતીનો સામનો એકલાએજ કરવો જોઈએ. એક બીજા માટે ગમે તેટલો પ્રેમ હોય તો પણ મુઆ પાછળ જતુ આજ સુધી કોઈને હજુ સુધી જોયુ નથી !!!

1 Comment »

One Response to “એકલતા.”

  1. DR. CHANDRAVADAN MISTRY on 30 Jul 2012 at 6:52 am #

    Hemaben….
    Your Post on “Ekalata” is really nice.
    You talk of Maya as one of the cause of our Ekalta, and at the same time you give the solutions as to how one can “come out” of this Ekalta.
    Liked the Post !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.