એકલતા.
આસમાનમાં સાથે ઉડવાની ઝંખના
તને મળ્યુ ઉડવા ખુલ્લુ આસમાન
ભરી ઉચી ઉડાન, લઈને આતમ પંખ
અહીયાં ધરતી પર મજબુર, લાચાર હું
વ્યાકુળ પ્યાસી નજર આસમાનમાં
દીશાઓ ખાલી પડી,રસ્તા પડ્યા ખાલી
ઘરના આંગન સુના, સુના ઓરડા
ખાલી-ખાલી આ સુની-સુની જીંદગી
હ્રદય ચીરતી એકલતા ને ખાલીપો
વહેતા અશ્રુના બંધની તુટી દિવાલો
અશ્રુના પુરમાં વહી ગયું મારું આયખુ.
વિરહના વિષમ દર્દથી તડપતુ મારૂ હૈયુ
સુન્ય ભાસે સઘળુ, રંગ હીન સારી સૃષ્ટિ.
No Comments »