દ્વિધા .
મેઘ ગર્જના , ખાલી બેડલા, ઝરમર વર્ષા , મીઠા નીર ભરશે ક્યારે ?
મંદ-મંદ વહેતા વાયરા , મહેક ધુપસળી ને પુષ્પોની ફેલાવશે ક્યારે ?
સાગર મોજાં, ઠાલવે જળ કિનારે , સમાવે પાછા નીજ મહી ,
મઝધાર કસ્તી કેમ કરી લાવશે કિનારે, લાંગરવી તો કિનારે.
વહેતી ધારા સરિતાની , પળ ભર વિશ્રામ કરશે ક્યારે ?
શીતળ ચાંદની , પુછે ચાંદ , ઠંડક દિલને કરશે ક્યારે ?
જ્ઞાનરુપી પ્રકાશ ફેલાવે સુરજ , થાશે અજ્ઞાનતા દુર ક્યારે ?
ઈશ્વરને પામવા રાહ બતાવ્યા અનેક , એક માર્ગ મળશે ક્યારે ?
રાહ છે લાંબો , મંઝિલ દુર , ન ભોમિયો કોઈ, પહોચશુ ક્યારે ?
વેડફ્યા અનેક જ્ન્મ, માનવ બનીને આવ્યા , બનીશુ માનવી ક્યારે ?