Archive for January, 2010

સુખ- દુખ .

         સુખ અને દુખ આ  બન્ને વસ્તુ દરેક્ના  જીવનમાં સમાયેલુ હોય છે .દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુખ બંન્ને આવે છે .આપણી સામે જે પરિસ્થિતી આવે અને તે પરિસ્થિતી આપણા મનને ગમે નહી ,આપણા દિલને ગમે નહી એટ્લા સમય પુરતુ તે પરિસ્થિતી આપણને અનુકુળ ન આવે , જીન્દગી ઉદાસ થઈ જાય ,જીવન નીરસ લાગે આ પરિસ્થિતીને દુખ    કહે છે .ખરેખરતો જીવનમાં દુખ આવ્યુ જ નથી ,દુખ આવ્યુ છે માણસના મનમાં અને દિલમાં .હવે આજ પરિસ્થિતીને જીવનમાં તેનો સામનો કરીને શાન્તિથી વિચારીને તેને જરા પણ મનમાં લીધા વીના આરામથી રહીયે તો મન ઉપર તેમજ દિલ ઉપર જરાય બોજો રહેતો નથી ,હળવાશ આવી જાય તો પછી એ દુખ છે જ નહી .

           હવે બીજી રીતે જોઈએ તો આપણા જીવનમાં જે પરિસ્થિતી આવે અને આ સમયે આપણુ મન, આપણુ દિલ એક્દમ ખુશ હોય ,જીન્દગી આનંદમય લાગે, આજુબાજુના વાતાવરણમાં પણ ખુશીનો અનુભવ થાય ત્યારે આ પરિસ્થિતીને સુખ  કહેવાય છે . એટ્લે સુખ અને દુખ એતો મનનો ભ્રમ છે. દરેક વ્યક્તિના ઉપર આધાર છે કે ગમે તેવી પરિસ્થિતીમાં તે કેવી રીતે રહે છે ,એટ્લે આપણે પોતેજ આપણા મન અને આપણા દિલમાં ,આપણા જીવનમાં સુખ દુખ ઉભા કરીયે છીયે . અગર આપણને સુખ દુખનો હર્ષ શોક થાય તો સુખ દુખ તો આપણા કર્મનુ ફ્ળ છે .એટ્લે સુખ દુખનો હર્ષ શોક કરવાનો ન હોય.

                                          નરસિહમહેતાએ ગાયુ છે- ,

                    “સુખ દુખ મનમાં ન આણીયે ઘટ સાથે રે ઘડીયા

                     ટાળ્યા તે કોઈના નવ ટળે રખુનાથના જડીયા “.

No Comments »

ભક્તિ – ૪.

શ્રી ક્રિષ્નએ ગીતામાં ૧૮ અધ્યાયમાં જુદા જુદા યોગ બતાવ્યા , તેમાં બારમો અધ્યાય ભક્તિ યોગ છે ,બારમા અધ્યાયનો ,૧૮ અને ૧૯ મો ષ્લોક દિલને સ્પષ કરી જાય છે. આમતો દરેક અધ્યાયના બધાજ ષ્લોક તત્વ જ્ઞાનથી ભરેલા છે .શ્રી ક્રિષ્ણએ ગીતાનો ઉપદેશ આપીને આપણને જીવન જીવવાનો રાહ બતાવ્યો છે .તે ઉપરાત બ્રહ્મજ્ઞાન પણ આપ્યુ છે .બારમા અધ્યાયમાં ભગવાને ભક્તના ગુણોનુ વર્ણન કર્યુ છે ,જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો જો ભક્તમાં હોય તો આ ભક્ત ભગવાનને ઘણોજ પ્રિય છે .

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન પ માન યોઃ

શિતોશ્ણ સુખ દુખેષુ સમઃ સંગ વિવરર્જિતઃ”  ———————૧૮.

તુલ્ય નિન્દા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેન ચિત

અનિકેતઃ સ્થિર મતિ  ભક્તિ માન્મે પ્રિયો નરઃ“——————- ૧૯.

        અર્થાત જે વ્યક્તિને મિત્ર અને શત્રુ તરફ એક સરખો ભાવ છે,એનો અર્થ એક્જ થાય આ વ્યક્તિની દ્રશ્ટિ કેટ્લી વ્યાપક છે ,જે તે બધાને સમાન ગણે  છે, તેના જીવનમાં કોઈ શત્રુ છે જ નહી ,તેને કોઈની માટે ભેદભાવ નથી . આ વ્યક્તિને માન અપમાનની કોઈ પર્વા નથી , કોઈ માન આપે તો પણ ઠીક છે, ન આપે તો પણ ઠીક  છે , માન અને અપમાનને સમાન ગણે છે. જેને    ઠંડી ગર્મી  સુખ દુખ  સરખા છે ,જે સંગ દોષ રહીત છે ભક્ત હમેશા ખરાબ જ્નોના સંગથી દુર રહે છે ,ભક્ત ગમે તેવી પરિસ્થિતીમાં રહી શકે  છે .દરેક વસ્તુમાં તેને ધૈર્ય હોય છે.

       કોઈ ખોટા વખાણ કરે કે નીન્દા કરે પરન્તુ સાચો ભક્ત સ્તુતિ નીન્દાથી દુર રહે છે અને હમેશા  આ  બે વસ્તુ માટે તે મૌન રહે છે .તેને ભગવાને જે પરિસ્થિતીમાં રાખ્યો છે તેમાં તેને સંતોષ છે , તેને ઘરબારમાં રસ નથી એટ્લે પોતાનુ જે નિવાસ્થાન છે તેમાં પણ તેને માયા નથી , આસક્તિ નથી .તે જ્ઞાની છે એટ્લે દ્ર્ઢ નિશ્ચય વાળો સ્થિતપ્રજ્ઞ છે .ભગવાન  કહે  છે આવો ભક્ત મને ઘણોજ પ્રિય છે . આપણે  ક્રિષ્ન ભક્તિમાં સ્થિર થઈએ તો  ધીમે ધીમે બધા ગુણો આપણામાં આવતા જાય .આ  બધા ગુણો જ સાચા ભક્ત  બનાવી શકે .

No Comments »

સદગુરુ.

         ભક્તિ માર્ગમાં પરર્માત્મા સમીપ જવા માટે સદગુરુની બહુ જ જરુર છે, ગુરુના સાનિધ્યમાં રહેવાથી ,ગુરુ સતત જ્ઞાન આપે એટ્લે આપણે સહેલાઈથી અને સમજીને ભક્તિ કરી શકીયે. આપણા શાસ્ત્રમાં પણ ગુરુનુ ઘણુજ મહ્ત્વ છે.દરેક ધર્મ અને સંપ્રદાયમાં ગુરુ હોય અને પોતાના સંપ્રદાય પ્રમાણે ભ્ક્તોને જ્ઞાન આપે.અને ભકતો પણ ગુરુએ જે જ્ઞાન આપ્યુ હોય, જે માર્ગ બતાવ્યો હોય એ પ્રમાણે ચાલે,ગુરુની આજ્ઞા સ્વિકારે.

          આપણે જાણીયે છીયે સતયુગ,ત્રેત્રાયુગ,દ્વાપરયુગ અને ક્લીયુગ આ દરેક યુગમાં ભક્તિ માર્ગ પર ચાલવા વાળાઓએ પોતાની સમજ પ્રમાણે યોગ્ય વ્યક્તિને ગુરુ બનાવ્યા છે. રામ અને ક્રિષ્ન એ પણ પોતે સ્વયમ પરમાત્મા હોવા છ્તા તેઓને પણ ગુરુ હ્તા.પુસ્તકનુ જ્ઞાન ભક્તિ માટે પુરુ નથી,ગુરુની જરુર છે.સાચા ગુરુ પ્રખર સાધના કર્યા પછીથી જ શિષ્યને જ્ઞાન આપે. હવે બીજી રિતે જોઈએ તો, ગુરુ એટ્લે કોઈ વ્યક્તિ આપણને બોધ,આપેએમાંથી કૈક શીખીયે,આપણને મગજમાં કોઈ ચેતના જાગૃત થાય અને આપણે આપણો જીવન રાહ બદ્લી શકીયે તે આપણા ગુરુ. નાનુ બાળક  પણ ગુરુ બની શકે , આપણા જીવનમાં ઘણા બધા માણસો ઘણુ બધુ ક હે્તા હોય છે કોઈક વખત અમુક શ્બ્દ બોલવાથી આપણને જાગ્રુતિ આવતી હોય છે ત્યારે તે વ્યક્તિ આપણો ગુરુ ક હે્વાય.એટ્લે એક વ્યક્તિના જીવનમાં એક નહી પરન્તુ અનેક ગુરુ પણ હોઈ શકે.

3 Comments »

કર્મ.

સામાન્ય રીતે એવુ કેહવાય છે કે માણસ જ્ન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને મરી જાય ત્યારે ખાલી હાથે જાય છે. પરંન્તુ માણસ જ્ન્મે ત્યારે તેના પૂર્વ જ્ન્મના કર્મ,પાપ, પુન્ય અને પ્રારબ્ધ લઈને આવે છે,ખાલી હાથે આવતોજ નથી. અને જ્યારે મરી જાય છે ત્યારે કર્મ,પાપ અને પુન્ય સાથે લઈને જાય છે.આત્મા સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે આવે છે અને સાથે જાય છે.

કર્મ એવી વસ્તુ છે કે જેના ઉપર આપણા આખા જીવનનો આધાર છે.જ્ન્મ મૃત્યુ ક્રર્મને આધીન  છે.પાપ પુન્ય પણ કર્મને આધીન છે આપણા સ્વભાવ પ્રમાણે આપણે કર્મ કરીયે છીયે.આપણો સ્વભાવ જ્ન્મ કુન્ડ્લીના આપણા ગ્રહો ઉપર અને અમુક આપણા જીનમાં આવે.છતા પણ આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,સત્સંગ, ગ્રન્થોનુ વાંચન,

ક્થા શ્રવણ અને ભક્તિ કરવાથી આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે. ભગવાને આપણને એવી શક્તિ આપી છે  આપણે જેવી ઈચ્છા કરીયે એવા આપણે બની શકીયે.એટ્લે સારા ખોટા કર્મ કરીને આપણે જ આપણુ પ્રારર્બ્ધ નક્કી કરીયે છીયે.એટલે ફ્રરીથી જ્ન્મ કે મોક્ષ તે આપણા હાથમાંજ છે. સુખ દુખ,જ્ન્મ, મોક્ષ બધુજ કર્મને આધીન છે.જીવનમાં એક કર્મ શબ્દ કેટ્લો મહ્ત્વનો છે. પરંન્તુ આ શ્બ્દ્જ કોઈ સમજી શકતુ નથી.યોગ દ્વારા પ્રાણાયમથી આપણે ઈન્દ્રીયોને વશમાં કરીને એકાગ્રતા લાવીને આપણે આપણો સ્વભાવ બદ્લી શકીયે,વિચારો બદ્લાશે અને ત્યારેજ આપણ્રે સારા કર્મ કરી શકીશુ.

કર્મ સુધરશે એટ્લે બીજો જ્ન્મ પણ સુધરી જવાનોજ છે.

No Comments »

ભક્તિ-૩

        ભક્તિ માટે જ્ઞાન જોઈએ તો જ્ઞાન ગુરુ પાસેથી મળી રહે અને ગ્રન્થોમાંથી મળે,ક્થા સાભળીને અને સતસંગથી મળે આપણા સૌથી મોટા ગુરુ શ્રી કૄષ્ણ જેમણે આપણને ગીતાનો ઉપદેશ આપીને  આપણને  જ્ઞા ન આપીને જીવન જીવવાનો રાહ બતાવ્યો . મોટા ભક્તોના જીવન ચરિત્ર વાંચવાથી આપણને ભક્તિ વિષે ઘણુજ જાણવાનુ મળે છે.

        આપણો દેશ કેટ્લો ભાગ્યશાળી છે કે જેને મોટા ભક્તો મળ્યા છે.શંકરભગવાનનો અવતાર શ્રી હનુમાનજી, તેઓ શ્રી રામ ભક્ત છે,શબરી, રાજા અમરિષ,રાજારુષભદેવ, રાજા ભરત,ધ્રુવ, પ્રહલાદ,ક્બીર,સુરદાસજી,એક્નાથ, નામદેવ,તુકારામ,મીરાં,નરસિહમહેતા,ગોરાકુભાર . તે ઉપરાન્ત  કૈક કેટ્લાય ભકતો થઈ ગયા હ્શે.અને આ બધાજ મોક્ષને પામ્યા છે.અત્યારે આપણે બધાજ ભક્તિ કરીયે છીયે પરંન્તુ બધા મીરા અને નરસિહમહેતા ન બની શકે .તેના માટે પણ ભગવાનની મહેરબાની જોઈએ ભગવાનની કૃપા ન હોય તો ભકતિ પ ણ થઈ શક્તી નથી.

       એટ્લુ તો ચોક્ક્સ છે આપણે  રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણ અપનાવી ભગવાનને ભજવાના છે.્ભગવાન શુધ્ધ મન,શુધ્ધ હ્ર્દય,શુધ્ધ બુધ્ધિ માગે છે. અને શુધ્ધ પ્રેમ માગે છે.

No Comments »

ભક્તિ-૨

          સામાન્ય રીતે જીવનમાં આપણે જે ક્ષેત્રમાં જવુ હોય તે ક્ષેત્રની માહીતી ભેગી કરીયે પછીથી તે ક્ષેત્રમાં જઈએ , તેમ ભક્તિમાં સૌથી પ્રથમ જ્ઞાનની જરુર છે,પછીથી નીયમ,ધ્યાન,જપ,તપ,વ્રત યોગ અને સૌથી મહ્ત્વનુ પ્રભુ પ્રત્યે પ્રેમ.અને તે ઉપરાન્ત શ્રી ક્રિષ્ને ગીતામાં  ભક્ત્ના જે ગુનોનુ વણન  કર્યુ છે તેવા બનવાની જરુર છે.

       આ બધી વસ્તુ સાથે ભક્તિ કરીયે, તે ભક્તિ સૌથી ઉત્તમ ભક્તિ છે. સંસારમા પરિવાર સાથે રહીને ભક્તિ કરવી બહુજ અઘરુ છે,ભગવાને માયા મુકી છે,અને પોતાની તરફ આવવા માટે માયા છોડ્વાની    કહુયુ  છે.આ બ હુ્જ કઠીન છે,આના માટે સતત ધ્યાન અને યોગની જરુર છે. ધ્યાન કેન્દ્રીત કરવા માટે મંત્રજાપ પણ ઘણાજ મહ્ત્વના છે. નિયમિત ભક્તિ કરીશુ તો બધુજ ધીમેધીમે આવતુ જ્શે .

No Comments »

ભક્તિ – 1

         ભક્તિ એટલે આત્માની પરમાત્મા તરફ ગતિ,જીવની પરબ્રહ્મ તરફ ગતિ.ભગવાન માટે આશક્તિ,પ્રભુ પ્રત્યે પ્રેમ. આપણે આપણુ મન, બુધ્ધિ,વાણી,વર્તન સઘળુ પ્રભુને સમર્પણ કરવાનુ છે. હવે આ બધી વસ્તુ કેટ્લી બધી શુધ્ધ રાખીશુ તો પ્રભુને અર્પણ કરી શકીયે. જીવન ઉચ્ચ કોટીનુ બનાવીને,  પ્રભુ માટે શુધ્ધ પ્રેમ કરીને પ્રયાણ કર્વાનુછે.

       આપણે બધા ક્લીયુગના જીવ છીયે એટ્લે ભગવાને જે ગીતામાં ભક્તના જે ગુણોનુ વર્ણન કર્યુ છે તેવા ગુણો આ યુગમાં હોવા   બહુ ક્ઠીન છે, છતા પણ આપણે પ્રયત્ન કરીશુ તો બધા ગુણો ધીમેધીમે આવતા જ્શે.નાશવંત વસ્તુનો મોહ છોડીને જે સત્ય છે તેને અપનાવવાનુ છે, અને એક પર્માત્મા સત્ય છે. અને જો પર્માત્મા જોઈએ છે તો ધીમેધીમે બધુજ છોડવુ પડ્શે.

      આપણે બધા જ ભક્તિ કરીયે છીયે કોઈ વધારે તો કોઈ ઓછા પ્રમાણમાં જેને જેટ્લો સમય, મને લાગેછે આ ક્લીયુગમાં વધારે ભક્તિ થાય છે,પરંતુ પ્રેમ ઓછો છે. કેમકે કોઈની પાસે સમય નથી, દોડ્ભાગ વધી ગઈ છે, એટ્લે ભક્તિ એક ક્રીયા બની   ગ ઈ છે,એક નીયમ લીધો છે ફટાફ્ટ પતાવો. ભક્તિ કરવા વાળા લોકો બધા જ સમજે છે,કોઈને ઓછુ જ્ઞાન છે કોઈને વધારે ,પરન્તુ બધાને પ્રભુ માટે એક સરખો પ્રેમ નથી.

No Comments »

પરમાત્માનું અદભૂત સર્જન .

      ભગવાને બ્રમાઁડની રચના કરી છે તેમા, આપણે દરેક વસ્તુનુ બારિકાઈથી અવલોકન કરીએ તો આપણને અજાયબી લાગશે  અને વિચારીશુ  કૅ ભગવાને આવી રચના કેવી રીતે કરી હ્શે?તો આપ્ણી પાસે કોઇ જવાબ  નથી. બુદ્ધિ કામ કરતી બંધ થઈ જશે,  આપણુ મગજ આ વસ્તુ માટૅ કામ કર્તુ બન્ધ થઈ જાઇ છૅ. ભગવાનની આ રચના નૅ સમજવા માટે આપણૅ અસમર્થ છીએ.

        ભગવાને  રચના કરી તેમાં કેટલા બધા ગ્રહોને બનાવ્યા બધાજ ગ્રહો ગોળાકાર, નાના મોટા ગૉળા ઍંમાં અપણી  પૃથ્વી  તે પણ ગોળ દડો અને કેટલી સુન્દર  ,આ સુન્દર્તાની અન્દર જીવ ઉત્પન કર્યા,કેટલી બધી જાતના જીવ , તેમા બુધિશાળી મનુશ્ય્  જેને વાચા  આપી,વાણી આપી,અને આ બુધ્ધિથી જ પ્રભુની આ અદભૂત, અજાયબ રચનાને સમજવાની   રહી.    

              પર્વત ,નદી, ઝરણા,સરોવર,સમુદ્ર્ની રચના કરી પર્વત ઉપર સજાવટ કરી આપી, તેની ઉપર નદી,ઝરણા બનાવ્યા જેના પ્રવાહની ગતિથી સંગીતના સુર સંભળાય,સાગરની લ્હેરોમાઁથી સંગીતના સુર સંભળાય, સાભળીને દિલ અને આપણુ મન બંને એકદમ ઝુમી ઉઠે . વૃક્ષ, ડાળી, વેલ,પુશ્પ આ બધાજ ધરતીની સુન્દર્તામાં અનોખો વધારો કરે છે. આ સુનદર્તા એક્દમ આર્ક્શક દેખાય. પુશ્પમાં સુગંધ અને રંગ ભરેલા  હોવાથી, રંગબેરંગી પુશ્પો આંખને આર્ક્શિત કરે, સુગંધ મનને આર્ક્શિત કરે.આકશનો વાદળી રંગ, પાણીનો ભુરો રંગ બંન્ને નયનરમ્ય છે

            આકાશમાં મેઘધનુશ અતીશય મનમોહક દેખાય છે. રાત્રિના સમયે આકાશમાં ચંન્દ્ર અને તારા એક અનોખુ રુપ   લઇને આવે  છે .ચંન્દ્ર્નો પ્રકાશ મગજને શાન્ત કરી દઇને આનંદ ભરી દે  છે . સુર્યદેવ દરેક્ના જીવનમાં પ્રાણ પુરીને મનુશ્ય જીવન પ્રકાશીત  કરી દે   છે .   

           આમ સુર્ય, ચંન્દ્ર ,ધરતી,આકાશ,નદી,ઝર્ણા,સરોવર,સાગર વૃક્ષ,પુશ્પ   આ દરેક વસ્તુ કવિઓ અને  લેખકોની કલમ અને દિલ ધડકતા કરી દે  છે.  આપણે ભગવાનની આ અદભુત  રચનાને સમજવાનો ગમે તેટલો પ્રયત્ન કરિશુ પરંતુ આપણે   તેને પામી શકીશુ નહી  આપણે ફ્ક્ત ભગવાનને એટલુ    કહી શકીયે હે  પ્રભુ તમારો ઘણો ઘણોજ આભાર કે આટલી સુન્દર ધર્તી ઉપર અમને જ્ન્મ આપ્યો  તેમાં પણ મનુશ્ય બનાવ્યા અને અમારી આજુબાજુ આટલી સરસ સુન્દર્તા અને સગવડ આપી..

              સ્વાસોસ્વાસ માટે હવા આપી જેનુ કોઈ મુલ્ય નથી પ્રકાશ માટે સુર્યદેવ દરોજ પધારે તેનુ કોઈ મુલ્ય નહી પીવા માટે પાણી આપ્યુ,ખાવા માટે ફળ,અનાજ આપ્યા, રહેવા માટે  જમીન આપી જેમાં આપણે ઘર બાન્ધુ, ભગવાને આપણને શુ નથી આપ્યુ ? વગર માગે બધુજ આપ્યુ  .આપણુ મન ભરાતુ નથી, કેમકે લાલસા  ઘણી બધી અરે ઢ્ગલાબન્ધ  છે  જેનો કોઈ અંન્ત નથી.પર્માત્માએ આપણને વગર માગે  આટલુ બધુ આપ્યુ તો હે પ્રભુ તમારો ખુબ ખુબ આભાર ,અમને સતત તમારુ સ્મરણ કરાવજો.

 

 

 

 

1 Comment »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.