Archive for October, 2011

શુભ દિપાવલી.

શુભ દિવાળી, લાવી અનગીનીત ખુશીયાં ઘરમાં.

સ્વપ્નોના રંગ બે રંગી પુર્યા સાથિયા આંગણીએ.

આશાઓના તોરણ બાંધ્યા આગણે, સ્વાગત પ્રભુનુ.

 પ્રગટાવ્યા જ્ઞાનના દીપ,મીટાવ્યો મનનો અંધકાર.

અગણીત દીપમાલા ઝરહળે, ઝગમગી ઉઠ્યુ જીવન.

ભક્તિભાવથી પુજ્યા શ્રીગણેશ ને લક્ષ્મી-નારાયણ.

વરસે વર્ષા રિધ્ધી-સિધ્ધીની, માલક્ષ્મીનુ વરદાન.

તો માસરસ્વતિએ કરી કૃપા, દીધા  જ્ઞાનના દાન.

માગીએ આશિષ શ્રીકૃષ્ણની, રાખો સદા અમી નજર.

આવ્યા શરણમાં તમારી, આપો તમ  ચરણોમાં વાસ.

આપ્યો નિવાસ હ્રદયમાં બિરાજો પ્રેમથી અમ હૈયામાં.

ઈશ્વરને જોડ્યા હાથ,કરી પ્રેમથી પ્રાર્થના ત્યજ્યા રાગ દ્વેષ.

સૌનુ કરો કલ્યાણ, આપો સુખ શાંતિ, મંગલમય વરદાન.

1 Comment »

તે રીતે પડ્યો લંકાપતિ.

   ( કવિ પ્રેમાનંદ કૃત )

 શ્રીરામચંદ્ર રાવણ હણવા કીધી ક્રોધની દ્ર્ષ્ટિ રે

જદ્યપી જુધ દારુણ કીધુ રાવણે બળ-પ્રાણ રે

બળ શક્તિ વિદ્યા નાશ પામ્યા ને ભેદ્યાં મર્મે બાણ રે

અંતકાળ જાણી આપણો ચિત્ત માંહે ચેત્યો ભૂપ રે

વીસ લોચન અવલોકે રામને હ્રદયે આણ્યુ રૂપ રે

તવ સર્વના હિત કારણે કોપે ચડ્યા જગદીશ રે

એક બાણ મૂક્યુ કંઠ માંહે તોહાં ત્રણ છેદ્યાં શીર રે

બીજે બાણે ખટ શીશ છેદ્યાં ત રહ્યુ મસ્તક એક રે

નવ મસ્તક્ની પાડી પંગત તોહે ના મુકે ટેક રે

જ્યમ  ડોલે મગદળ એક દેતો ત્યમ એક શીશે ધીશ રે

શુ એક શૃગે ગિરી ધાતુ ઝરે,સ્ત્રવે રુધિર ગળે તાં રીસ રે

એક મસ્તકે ઉભો રાવણ કરી સુમ્પટ વીસે હાથ રે

અંતકાળે સ્તવન કીધુ ઓળખ્યા શ્રીરઘુનાથ રે

હ્રદે કમળમાં ધ્યાન ધરિયુ નખશીખ નીરખ્યા રામ રે

મને આવાગમનથી છોડાવો હરિ! આવો વૈકુન્ઠ ધામ રે

એવુ સ્મરણ જાણી દાસનુ રીઝ્યા શ્રી જગદીશ રે

પછી અગસ્ત ઋષિનુ બાણ મુકી છેદીયુ દશમુ શીશ રે

જ્યમ ગ્રહ સંગાથે પડે સવિતા મુળ થકો મેર રે

તે રીતે પડ્યો લંકાપતિ શબ્દ થયો ચોફેર રે

શુભમસ્તુ કલ્યાણકારી હરિનુ નામ નિદાનજી

ભટ પ્રેમાનંદ કહે કર જોડી રાખો હરિનુ ધ્યાનજી.

—પ્રેમાનંદ ( રણયક્ષ )

1 Comment »

નવરાત્રિ.

સામાન્ય રીતે આપણા શાસ્ત્રો વેદ પુરાણ વગેરેમાં લગભગ યોગ વિજ્ઞાન

સમાએલુ છે, અને આધુનિક વિજ્ઞાન તેને માનતુ નથી.આધુનિક વિજ્ઞાન

પ્રયોગોને આધારે તેનુ પરિણામ જોઈને પછી તેને માન્યતા આપે અને

તે વસ્તુમાં વિશ્વાસ કરે. જ્યારે યોગ વિજ્ઞાન માણસે જાતેજ પોતાની ઉપર

પ્રયોગ કરીને તેનો અહેસાસ કરવાનો હોય એટલે આપણા શાસ્ત્રોને આધારે પડેલ રિતિ રિવાજો યા તો વાર તહેવાર અને ઉત્સવો ને ન માને. પરંતુ હકિકત તો એ છે, સાસ્ત્રોની દરેક વાતમાં તથ્ય છે અને સચ્ચાઈ પણ છે અને અમુક વખત એ શ્રધ્ધાનો વિષય બની જાય અને ઘણા લોકોને બોલતા સાભળ્યા છે અમે આમાં નથી માનતા.કોઈ પણ વસ્તુ શ્રધ્ધા અને પ્રેમથી કરવામાં આવે તો તેનુ પરિણામ પણ સારુ આવે.

નવરાત્રિના પાવન દિવસોમાં મા શક્તિની અર્ચના  ઉપાસના અને માતાજીની આરાધનાનુ  ખાસ મહત્વ છે.આ દિવસોમાં મા દુર્ગાની આદ્ય શક્તિ પુરા બ્રમ્હાડમાં તિવ્ર બનીને પ્રસરી રહે છે અને આ શક્તિની આપણે નવ દિવસોમાં પ્રેમ અને ભક્તિભાવથી વંદના અને આરાધના કરવાની છે.મા દુર્ગાની  ભક્તિ અને આરાધના આપણે નવ દિવસ ગરબાના રૂપે સમુહમાં એકી સાથે કરીએ છે.

ગરબાની અંદર ત્રણ તત્વો સમાએલા છે, શરીર (સ્થુલ શરીર),આત્મા( શુક્ષ્મ શરીર-આત્મા શુક્ષ્મ શરીરમાં છે) અને ગરબાની જ્યોતની  વચ્ચે જે  અવકાશ રહેલો છે એ છે પ્રાણ તત્વ એને જોઈ શકાતો નથી.    નવરાત્રિ ઉત્સવ માનવજીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ નવ દિવસોમાં આદ્યશક્તિ માદુર્ગાના નવ સ્વરૂપો,    શૈલપુત્રી,બ્રમ્હચારિણી,ચંદ્રઘટા,કુષ્માન્ડા,સ્કંદમાતા,કાત્યાયણી,કાલરાત્રિ,મહાગૌરી તથા સિધ્ધિ રાત્રિની વિધિ વિધાનથી   પૂજા અર્ચના કરીને મનોકામના સિધ્ધ કરી શકાય છે.ભગવાન રામે પણ રાવણ સાથેના યુધ્ધ માટે વિજયના આશીર્વાદ લીધા હતા. મનુષ્ય પણ માતાજીના મંત્રોનો શ્રધ્ધાથી જાપ કરીને  માભગવતીની કૃપા પ્રાપ્ત કરી શકે છે .

2 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.