તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુ રે.
( આજે એચ ચતુર્ભુજનો એક લેખ અહિયાં મુકુ છુ જે ગુજરાત દર્પણ,
દિવ્યભાસ્કર, વગેરે ન્યુજ પેપરોમાં નિયમિત લખતા રહે છે. અને
એક સારા, ઉચી ક્ક્ષાએ પહોચેલા લેખક છે. તેમની વિનંતી હતી આ લેખ
મારા બ્લોગ પર લખુ. )
થોડા દિવસ પહેલાં એક ગુજરાતી મેલાવડામાં જ્વાનુ થયુ. રંગમંચ પર, ગામડાનુ દ્રષ્ય હતુ અને
વીસરાયેલા વર્ષોનુ એક કર્ણ પ્રિય (નૃત્ય) ગીત સંભળાયુ. તારી વાંકીરે પાઘલડીનુ ફુમતુરે, મને
ગમતુ રે, આતો અમથી કહુ છુ રે પાતળીયા ! વિચાર આવ્યો આ છોડી-કન્યા જે, એક યુવાન સામુ
ન્રત્ય કરતાં, ત્રાંસી આંખે જોઈ લે છે. તેણીને , યુવાનની યમુનાજીના કાચબા જેવી છાતી કે તેનુ
નક્શીદાર નાક કે હસુ હસુ થઈ રહેલ હોઠ કે મારકણી આંખો ન ગમી અને નિર્જીવ પાઘલડીનુ
ફુમતુ ગમ્યુ ?
પણ સ્ત્રિને કોણ કળી શક્યુ છે ? મારા માનવા પ્રમાણે ‘ સ્ત્રીની બુધ્ધિ પાનીયે ‘ વગેરે કહેવતોનો
જનક પુરુષ પ્રધાન સમાજ ભલે સ્ત્રીની બુધ્ધિ ઓછી આંકે પણ સ્ત્રી બુધ્ધિશાળી હોવા ઉપરાંત
મનોવૈજ્ઞાનિક પણ છે.પુરુષને, તેની નજરને અને તેના મનમાં રમતા વિચારોને પળ ભરમાં
પારખી લે સ્ત્રી ભોળપણનો ડોળ ભલે કરે પણ મુર્ખ તો નથીજ. હવે અહી પણ ન્રત્ય કરતી કન્યાને
વિચાર આવ્યો જ હશે કે પુરુષને આંગળી આપીયે તો પહોચો પકડે , એટલે ફેરવી તોળે છે કે આતો
અમથી ( ખોટુ ) કહુ છુ ,પાતળીયા તેણીને જાણ છે કે યુવાનોને જરાક કોઠુ આપીયે એટલે સાયકલના
ટાયર કે બુટના તળીયા ઘસી મારે. માટે સલામતી અંતર અત્યંત જરુરી.
આ લખવાની શરુઆત કરી ત્યાંજ અમારા ગટુકાકાની પધરામણી થઈ.ખમીસના ખીસ્સામાં ધોતીયાનો
છેડો, તેલ વગર ઉડતા વાળ, ઝીણી આંખો . આવતા સાથેજ અવાજ કર્યો કેમ માસ્તર, શુ ધોળા કાગળમાં
કાળા લીટા કરો છો ? કાકા મારા પત્નિના પિયરના ગામના. કાકા– કાકીને બાળક ન હોઈ તેણીને સગી
દિકરીની જેમ સાચવે. ગટુકાકા માણસ ઘણાજ સારા પણ તેમની જીભ બહુ કડવી અને તોછડી. તેઓ એમ
માને છે કે બાલમંદિરના બહેન હોય કે મોટી કોલેજના પ્રિન્સિપાલ, એ બધાય માસ્તર જ કહેવાય . હુ ટાળુ
તો પણ પોતાનો અભિપ્રાય આપે. મને કહે , કુવારી કન્યા કે સ્ત્રીઓને પાતળીયા પુરુષ જ કેમ ગમે છે ?
ખબર છે ? પાતળીયા સ્ફુર્તીલા વજનમાં હલકા અને દોડવીર હોય છે. જ્યારે સ્થુલ કાયા વાળો યુવાન
બોદરા જેવો ઢીલો , વજનદાર હોય છે. મે તેમને ટાળવા કહ્યુ , મે નોધ લીધી. હવે અંદર જઈ ચા પીવો.
કાકા, રસોડા ભણી રવાના થયા એટલે હુ જુના ગીતોના સંસ્મરણોમાં સરી પડ્યો. થયુ આવા ગામઠી
ગીતોમાં કેટલી બધી મીઠાસ અને કેટલા અર્થ સભર છે. અનિચ્છાએ પણ, આઝાદી પહે્લાં અને પછીના,
અભિનય – નૃત્યો – ગીતો – સંગીતની સરખામણીની સરવાણીમાં ખેચાયો. અત્યારની હોલીવુડની નકલ
કરતી, બોલીવુડ્ની ફીલ્મો , જેમાં સંગીતના નામે ઘોઘાટ અને કર્કશતા અને નૃત્યો ? નૃત્યમાં પુરુષ ?
પગની પાની ન દેખાય તેટલા કપડા પહેરે પણ અભિનેત્રિ કપડા બારામાં ખુબજ કરકસર કરે. ચિત્ર
પુરુ થયા પછી પ્રેક્ષકને ગીત યાદ ન રહે .જ્યારે આજે બ્લેક એન્ડ વ્હાઈટ ગીતો જુની પેઢીને યાદ છે.
સંગીત અને નૃત્યોની યાદ આવતાં દિગદર્શક વ્હી શાન્તારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે
ની યાદ તાજી થઈ. શાસ્ત્રીય રાગ વડે શણગારેલી સુમધુર ગીતો અને ભારતીય નૃત્યો, જેમાં કુશળતા
પ્રાપ્ત કરતાં પરસેવા સાથે વર્ષો વીતાવવા પડે, શ્રમ સાથે સાધના કરવી પડે. સારાએ શરીરને કસરત
કરાવતા અને મુદ્રાઓ દ્વારા કંઈક કહેતાં એ નૃત્યો ક્યાં ? આજે તો અમેરિકાથી સસ્તી સી-ડી મંગાવી, તેમાં
દર્શાવાતા નૃત્યો નીહાળી , કોપી કરી , બાળકથી માંડી મોટા પણ દારુ પાયેલ માંકડાની જેમ ઉછલ કુદ કરતાં
ટીવી કે ફિલ્મના પડદે દેખાય છે. સ્વતંત્રતા હવે સ્વચ્છંદતામાં ફેરવાઈ ગઈ છે તેમ નથી લાગતુ ? ખેર
ક્યાં છે સુર સમ્રાટ સેહગલ સાહબ, અને અભિનયના બેતાજ બાદશાહો જેવાકે અશોક્કુમાર, પૃથ્વીરાજ,
સોહરાબમોદી, ( પુકાર ફેઈમ ) ચંન્દ્રમોહન, પ્રાણ, સંજીવકુમાર, રાજકુમાર, બલરાજહાની, અને દીલીપ,
રાજ-દેવની ત્રિપુટી ? જેની ગેરહાજરીમાં આજના મોટા ભાગના કલાકારો જેઓને જુની રંગભુમિવાળા
પડદાની દોરી ખેચવા પણ ન રાખે તેવા આજે કરોડો કમાય છે . ક્યાં છે ગુજરાતી રંગભુમિ અને ફિલ્મોના
અશોકકુમાર કહેવાતા અરવીન્દપંડ્યા કે અસરફ્ખાન કે અભિનયને ઈશ્વર ગણતા અને વેતન રંગભુમિના
પાયાના પત્થર, સ્થાપક વાઘજીઆશારામ ઓઝા ?
વિચાર વમળમાંથી બહાર આવ્યો અને મારુ જુનુ વતન, ગામ બધુજ યાદ આવ્યુ . વતન કોને
વહાલુ ન લાગે ? જેમ યુવા પત્નિની પ્રિત, એની સગી જનેતાને ડોકરી સમજીને ઘણા સ્વાર્થી પુત્રો
દુર ધકેલે છે તેમ આપણને ડોલર્સના મોહ વતનથી ખાસ્સો સમય દુર રાખે છે. પણ એ નિર્વિવાદ
છેકે અંતરમાં ઢબુરાયેલ વતન પ્રેમ આંતરમન કે રીમોટ કંન્ટ્રોલ દ્વારા , હર નવરાશની પળે હર માનવી
અનુભવે છે.
જગતનો આધ્યાત્મિક ગુરુ એવો દેશ ભારત , જેમાં હીરા જડીત નાની વીટી જેવુ ગુજરાત
તેમાં અંગુઠા જેવડુ કાઠીયાવાડ , શ્રી ક્રિષ્ણ અને સ્વામી સહજાનંદને સંઘરી , સમાવી તેઓને કાઠીયાવાડને
કર્મભુમિ બનાવવા પ્રેરણા સહ મદદ કરી. જ્યાં બબ્બે જ્યોર્તિલીગ ( શ્રી સોમનાથ અને દ્વારીકા પાસેથી
નાગેશ્વર ) ઈશ્વરના દિવ્ય ચક્ષુઓની જેમ ઝ્ળહળે છે. કહેવાય છે કે સંત-સતિ-સિહ- શુરવીરો અને આગળથી
ખબર કરી, ગામ ભાંગતા, બહેન-દિકરી-સ્ત્રીઓની મર્યાદાનો મલાજો જાળવતા બહારવટીયાની ભુમિ એટલે
કાઠીયાવાડ. જે ભુમિ પર, હિમાલય કરતાં પણ આયુષ્યમાં મોટો, આભને આંબતો ગિરનાર અડીખમ ઉભો છે.
જેની વજ્ર જેવી છાતી પર હિન્દુ-મુસ્લિમ-જૈનોના ધર્મ સ્થાનો અડગ ઉભા છે. અને હમ સબ એક હૈ ની
આલબેલ પોકારે છે.દ્ર્ષ્યમાન સાબીતી આપે છે.
મહાત્માગાંધી ( પોરબંદર ) મહાત્માગાંધીના આધ્યાત્મિક ગુરુ , જેમણે જૈન ધર્મને પુર્ણતયા પચાવી
પ્રકાશ રેલાવ્યો તેવા શ્રી રાજચન્દ્ર, સત્યાઈ પ્રકાશના સર્જક, આર્યાવૃતના સનાતન ધર્મને સમજી જનતાને
સમજાવનાર સ્વામિ શ્રી દયાનંદ સરસ્વતી ( ટંકારા મોરબી ) . આવા અનેક મહામાનવીઓની જન્મભુમિ
એટલે આજનુ સૌરાષ્ટ્ર . આવી કાઠીયાવાડમાં એક બિન્દુ જેવડુ અને કાળમીઢ પથ્થરો ચીરીને માર્ગ કરતી
મા મચ્છુના કાંઠે મારુ ગામ મોરબી, એક કલા-ક્મ-ઉધ્યોગીક નગરી. આઝાદી પહે્લાં, બેકાઠે વહેતી આ લોક
માતા હવે આંખોને ઠારે તેવા ઠસ્સાથી , રમતી- ઝુમતી- વહેતી નથી. રામનાથના આરે( ઘાટ ) થી ખાબકી
સામે કાંઠે – કિનારે અડી પાછા જલદી આવવાની હરિફાઈઓ યોજાતી. ત્યાં આજ એટ્લુ પાણી ક્યાં ?
આવા કાઠીયાવાડના ગીતો- છંદો-ઠાકરથાળીયો- દુહાઓ- રાસગરબાઓ- લોક્ગીતો – ગામઠી ભજનો
જીન્દગીમાં માણવા જીવા છે. હુ ખાસ કરીને ગુજરાતીઓને , અન્ય ભારતીઓને, અંગ્રેજ – અમેરીક્ન
કે ભારત બહારના કોઈ પણ દેશના નાગરીક્ને આગ્રહ સહ આમંત્રણ આપીશ કે જેઓ અત્યારના
ઘોઘાટીયા- કર્ક્શ ઓરકેસ્ટ્રા અને અર્થ વગરના ગીતોથી કંટાળ્યા હોય તેઓ એક વાર કાઠીયાવાની
મુલાકાત લઈ લોકોની મહેમાનગતી માણી, પછી સૌરાષ્ટ્રના છેવાડા કે ઉડાણના ભાગમાં આવેલ ગામડે
જઈ ત્યાંના દુહા- છંદ- લોક્ગીતો- ગામઠી ભજનો સાંભળે અને રાસ- ગરબા નીહાળે. અહી કંઠ સંગીતને
સાથ- સથવારો આપતા વાદ્યો પણ સસ્તા અને મર્યાદીત સંખ્યામાં હોય છે.દાઃત એક્તારો ( તંબુરો )
દોક્ડ ( તબલા ) નાની ઝાંઝ, મંજીરા, કરતાલ . અહી માઈક્ને સ્થાન નથી . કારણ અહીના માનવી
ખડતલ અને તેઓનો આવાઝ બુલંદ હોઈ થોડાજ સાઝના સથવારે, તેઓ સુમધુર, કર્ણપ્રિય, ઘોઘાટ
વગરનુ સંગીત પીરસે છે . વળી જો કોઈ મીર ગાયકને શાંભળવા મળે તો સૌરાષ્ટ્રના શાસ્ત્રીય અને
સુગમ સંગીત પરિચય ઉમેરાશે. કહેવાય છે મીરનુ બાળક રડે તો પણ સંગીત સંભળાય.
હવે જ્યારે કોઈ, ચોયણા ઉપર કોડીયુ, માથે છોગા વાળો ફેટો, ચોયણા પર લટક્તુ રંગબેરંગી
નાડુ અને ભરાવદાર શરીર વાળો કિશાન પુત્ર , કાંખમાં ડાંગ ભરાવી , દુહા લલકારે ત્યારે વગર માઈકે
ભાંગતી રાત્રે બે ત્રણ માઈલ સુધી અવાઝ પહોચે . આજ ધરતીપુત્ર હોઠ પર પાવો મુકી આપણી સમક્ષ
રજુ થાય ત્યારે અનુભવાય કે શ્રી ક્રિષ્ણે હજુ દ્વારીકા નથી છોડ્યુ . દુર- સુદુર પરદેશ સુધી પહોચેલા
સૌરાષ્ટ્રના રાસ ગરબા માણવા એ તક લહાવો છે. વળી ઠાકરથાળીના ભજનો કે લોક ગીતો જે ગામઠી
લોકોના અંતરમાંથી ઉદભવેલ અને અર્થ સભર હોય છે. રાત્રે શરુ થાય, પરોઢીએ પુરા થાય. હથેળીમાં
પ્રસાદ લેઈ શ્રોતા ભક્તો ઘેર જાય. ઠાકરથાળી શુ છે તે સમજવા લેખક્નો ( વચન – વાઘ – વાલ્મિકી
વક્રિભવન ) વાંચવા વિનંતી. હવે તો વાહન વ્યવહારના સાધનો , સગવડો હોઈ કોઈ ખાસ મુશ્કેલી
પડતી નથી . તેમ છતાં કંઈક મેળવવા કંઈક ગુમાવવુ પડે. જીદગીમામ એક્વાર આવો અલભ્ય લાભ
લેવા જેવો ખરો.
કોડીયુ = તમે તમારા મહેનત સ્થિત, લક્ઝરીયસ એપાર્ટમેન્ટમાં , સોફામાં બેસી, મોટા
પડદાવાળા ટી- વી પર વિતેલા વર્ષોના વિસરાતા ગીતો સાંભળી રહ્યા છો, અને કરુણ પણ કર્ણ પ્રિય
પારેવડાં જાજે વીરાના દેશમાં સંભળાય અને જો બહેનની યાદ આવતાં આંખના ખુણામાં ઝાક્ળ ન
બાઝે તો સમજજો કે આ હળાહળ કળીયુગ છે. ચેતવુ સારુ.