પરિવારમાં દિકરી પ્રત્યે વલણ .
આપણે ઘણી બધી પ્રગતી કરી છે છતાં પણ દિકરી માટે
આજે પણ ઓરમાયુ વર્તન મોટે ભાગે ઘણી જગ્યાએ જોવામાં
આવે છે . જ્યારે પરિવારમાં નાના નવા મહેમાનનુ આગમન
થવાનુ હોય ત્યારે આશા એક્જ હોય પુત્રનુ આગમન થાય .
છતાં આજે પણ ઘણા પરિવાર દિકરિ જન્મે તો તેનુ હસિ ખુશીથી સ્વાગત કરે છે .અને તેમને દિકરી
કે દિકરો કોઈ ફરક નથી . પુત્ર કે પુત્રી એકજ સમાન છે .આતો થોડા ત્રીસ ચાલીસ ટકા લોકોમાં આ વિચાર
ધારા છે. બીજા લોકોનુ શુ જે દિકરીને પરિવારમાં સ્વિકારવા તૈયાર નથી અને આવી પણ ગઈ તો તેના માટે
ઓરમાયુ વર્તન . નાનપણથીજ છોકરીયો માટે છોકરાઓ કરતાં અલગ કાયદા કાનુન .મોટા શહેર કે પરદેસ
ની વાત અલગ છે ,કે જ્યાં છોકરીયોને બધી છુટ હોય છે . વધારે પડતા બંધનોને લીધે છોકરીઓનો વિકાસ
પણ રૂધાઈ જાય છે .છોકરીને પણ મનમાં ઘણી બધી ઈચ્છાઓ , આશાઓ ,તમન્નાઓ,ધગશ હોય પરંતુ
બંધનોને લીધે બધુજ દબાઈ જાય છે , દબાવી દેવુ પડે છે .દિકરી માટે મોટે ભાગે લોકો બોલતા હોય છે
દિકરી તો સાપનો ભારો , દિકરી તો પારકી થાપણ . પરંતુ કેટલા લોકો બોલે છે દિકરી તો તુલસીનો ક્યારો
દિકરી તો દીપક છે. જે મારા ઘરમાં અજવાળુ પાથરે છે અને પરણીને પતિને ઘરે જશે એટલે પતિના ઘરમાં
અજવાળા પાથરશે . મારા પરિવારની અને કુળની લાજ રાખશે .ખરેખર તો એક દિકરી બે કુળને તારે છે
પતિના ઘરના દરેક વ્યક્તિને પ્રેમથી પોતાના કરીને, ઘરની માન મર્યાદાની કાળજી રાખે છે .છતાં પણ
જ્યારે દિકરી સાસરેથી પિતાને ઘરે જાય ત્યારે કહેવામાં આવે પિતાને ઘરે આવી , પાછી જાય ત્યારે કહેવાય
પતિને ઘરે પાછી ગઈ .ઘડપણમાં દિકરા સાથે રહેતી હોય તો દિકરાનુ ઘર .તો પછી સ્ત્રીનુ કોઈ ઘર નહી ?
તો એક સ્ત્રીને પોતાને કોઈ પહેચાન નહી ? પોતાની કોઈ અલગ ઓળખાણ નહી ? એક સ્ત્રી જ્યારે પોતાનુ
સર્વસ્વ પરિવાર માટે અર્પણ કરી દે છતાં પણ પોતાનુ અલગ કોઈ અસ્તિત્વ નહી .
પિતાને ઘરે હોય ત્યારે માતા-પિતા કહે તે પ્રમાણે વર્તવાનુ . પોતાની કોઈ મરજી ન ચાલે .
માતા-પિતાને આધીન રહેવુ પડે .પરણીને સાસરે આવે એટલે પ્રથમ તો સાસુ-સસરાને આધીન ત્યાર બાદ
પતિને આધીન , પતિ જેમ કહે તેમ ચાલવાનુ , ઘડપણ આવ્યુ દિકરા સાથે રહેવાનુ છે , દિકરા અને વહુને
આધીન રહેવાનુ . પોતાની કોઈ મરજી નહી ? પોતાની મરજી પ્રમાણે જીવન ક્યારે જીવવાનુ ? એક સ્ત્રીને
પોતાને મરજી મુજબ , પોતાની ઈચ્છા મુજબ , પોતાના પ્રમાણે ક્યારે જીવવાનુ ? આ સવાલ તો લગભગ
સીત્તેરથી એશી ટકા સ્ત્રીયો પાસે છે ? એનો કોઈ જવાબ નહી ? જ્યારે એક દિકરી અને દિકરા વચ્ચેનો ભેદ
ઓછો થશે જ્યારે બંન્ને વચ્ચે સમાનતા આવશે ત્યારેજ તેનો જવાબ મળશે .માતા-પિતા કે સાસુ-સસરા
કે પતિ, એક દિકરીની , એક સ્ત્રીની ,એક નારીની વ્યથા સમજી શકે છે ? સમજવાની કોશીશ કે પ્રયત્ન
પણ ક્યારેય કરે છે ? એક દિકરો પોતાનો અલગ પરિવાર લઈને બેઠો છે તે પોતાની માતાની વ્યથા
સમજવાની ક્યારેય કોશીશ પણ કરશે ?
આટલા બધા ભેદભાવ હોવા છતાં દિકરી , બહેન બનીને , બેટી બનીને , પત્નિ બનીને , વહુ બનીને ,
એક મા બનીને એક દાદી બનીને પોતાનો ધર્મ બરાબર નીભાવે છે . પરિવારમાં દરેકને ભરપુર પ્રેમ આપે
છે . દિકરી , બહેન , પત્નિ , વહુ ,માતા , દાદી ,નાની બની ને બસ બધાને પ્રેમ , મમતા ,વાસ્ત્યલ્ય અર્પણ
કરે છે . વિના કોઈ અપેક્ષા .સ્ત્રી ખરેખર એક મમતાની દેવી છે .અને ખાસ કરીને પોતાના બાળકોને તો
નિસ્વાર્થ પ્રેમ કરતી હોય છે .આ પ્રેમની મુર્તિને કોણ સમજી શક્શે ?
નારી ઉધ્ધારની વાતો તો ઘણી થાય છે , છતાં પણ જે માનસીક વિચાર ધારા છે તે બદલવાની જરૂર છે .
અને હિન્દુ સાસ્ત્રો પ્રમાણે , સદીયોથી જે નિતિ નિયમો બનાવ્યા છે , તે આધુનીક સમય અને સ્થળ પ્રમાણે
બદલવાની જરૂર છે . આજે તો એક સ્ત્રી પુરુષ સાથે દરેક ક્ષેત્રમાં ક્દમ અને ખભાથી ખભો મિલાવીને ચાલે છે
આજની નારી સાચુ શુ ? ખોટુ શુ ? તેનાથી વાકેફ છે .આજની નારી જાગૃત છે , શિક્ષિત છે . છતાં પણ કેમ
દિકરા દિકરી વચ્ચે ભેદભાવ ? દિકરી માટે કેમ ઓરમાયુ વર્તન ?