Archive for August, 2010

ઉર્મિ ભાવ.

કાવ્ય, કવિતા, ગઝલ, અને શાયરી.

ઉર્મિના ભાવ એતો, ન કોઈ ફરક એમાં.

મીઠી યાદો, પ્રકૃતિ સૌન્દર્ય, સ્મરણીય ધટના.

હ્રદયની વેદનાઓ ,  હૈયાના એ ભાવ.

હ્ર્દય ઉર્મિસાગરમાં, જ્યાં ભાવરુપી,

પત્થર ફેકાય, વિચારો રુપી વમળો ઉદભવે.

ઘુટાઈને ઉર્મિભાવ,  બને શબ્દનુ સ્વરુપ.

શબ્દની આ રમત,  ઉતરે કાગળ  પર.

ક્વીની આ કલ્પનાઓ બને પ્રેમ ભાવ.

દિલના તાર ઝણ-ઝણી ઉઠતા.

કાવ્ય, કવિતા, ગઝલ, શાયરી .

પ્રગટ થાય અતિ સુન્દર રચના.

2 Comments »

ઝાંખી.

મંદિર મંદિર,  મુર્તિ સુન્દર પ્યારી , અનેક સ્વરુપ.

વેદ પુરાણ,  શાશ્ત્રો કરે ગુણ ગાન તારા .

જ્યાં સતસંગ, ભજન-કીર્તન  ભક્ત હ્રદય બિરાજમાન.

કથા શ્રવણ,  મંત્ર જાપ,  નિત્ય પાઠ  નિયમ,

દર્શન પ્યાસા નયન,  એક ઝાંખીની લાલસા .

જ્યાં નિહાળુ એક પ્યારુ હોઠ પર સ્મિત, મુર્તિમાં.

ત્યા નીરખુ ,  પ્રભુનુ સુન્દર પ્યારુ મુખડુ .

મન તો ભાવ વિભોર, આનંદ ન સમાય.

બુધ્ધિ કરે તર્ક વિતર્ક, ઉઠે અનેક સવાલ.

મન તો વિચારે , શુ ગોલોક આનુ નામ !!!

જ્યાં  શ્રી ક્રિષ્ણ નિવાસ હમેશા.

1 Comment »

ભેદ-ભરમ.

 સાત લોક,  સાતપાતાળ,  સાત સમુન્દર,

સાત આસમાન, સાત જનમ,સપ્તપદીના વચન સાત.

પાંચ પ્રાણ,  પાંચ વાયુ,   પાંચ વિષય, પાંચ કોશ,

પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય,  પંચ મહાભુત.

આપ્યો મનુષ્ય દેહ,  મનુષ્ય દેહ અતિ મુલ્યવાન.

આતો ઈશ્વરે રચ્યો ચક્રવ્યુહ,ન સમજાય પામળ માનવી.

ચક્ર્વ્યુહના કોઠા કઠીન,  ન સમજાય ચક્રવ્યુહ.

હર જન કરે કોશીશ, કરે મથામણ, નીક્ળવા.

જો મળે સદગુરુ  ભક્તિ માર્ગમાં, આપે બોધ,

જ્ઞાન આપી  મીટાવે ભેદ ભરમ, બનાવે આત્મજ્ઞાની.

ભક્તિ અને સાધના કરતાં,  સમજાય ચક્ર્વ્યુહ.

કરતાં ઈશ્વરને પ્રેમ , પામીયે પરમતત્વ.

No Comments »

મનોકામના.

આંગણીયામાં પુર્યા  ભાત ભાતના સાથીયા ને રંગોળી.

બારણે બાંધ્યા તોરણીયા, ટોલડે પ્રગટાવ્યા દીવડા ઝગ મગ.

બિછાવ્યા મખમલી ગાદીને તકીયા, છાંટ્યા અત્તર.

ઘર સજાવ્યા રંગ બે રંગી ફુલડે, ગુથી મોગરાની માળા.

જળ રે  જમુનાની ઝારી,   છપ્પન ભોગ સામગ્રી.

ઉકાળ્યા ગાયના દુધ, સાકર કેસર બદામ અને ઈલાયચી.

પાન સોપારીના બીડલા , મહી ઈલાયચી લવીન્ગ.

ભર્યો પ્રેમ અશ્રુ તણો કટોરો , પગપ્રક્ષાલન કાજે.

રાહમાં પાથર્યા ગુલાબ, મોતિડે વધાવુ, કરુ આજ આરતિ.

મોકલ્યા સંદેશ શ્રી હરિને, વ્યાકુળ નયન નીરખુ રાહ.

આજ અર્પણ કરુ સારો પ્રેમ શ્રી હરિ ચરણ.

2 Comments »

શિવ.

 

            આદી અનાદી, નીરાકાર પરમતત્વનુ સ્વરુપ, પરમેશ્વર શ્રી શિવ શંકર ભોલેનાથ

તેમની મહિમા અને ગુણગાન કરવા માટે આપણે અસમર્થ છીયે.મા સરસ્વતિ રાત દિવસ તેમના

ગુણગાન લખે તો પણ પાર ન આવે. દેવોના દેવ મહાદેવ હમેશાં સમાધિ અવસ્થામાં કૈલાસ પર

બિરાજમાન હોય છે. અંગે ભસ્મ, હાથમાં ડમરુ– ત્રિશુર, ગળામાં સર્પમાલા,  જટામાં ગંગાજી વહે

કેટલુ અલૌકિક સ્વરુપ !!! દર્શન કરતાંજ ધન્ય થઈ જવાય. જેટલા ક્રોધીત છે તેટલાજ ભક્ત ઉપર

જ્લ્દીથી પ્રસંન્ન થઈ જાય એટલા માટેજ ભોલેનાથ  કહયા છે.

            બ્રહ્મા સર્જનનુ કામ કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, તો શંકર ભગવાન મૃત્યુને ગતિ આપે છે.

એટલા માટેજ મહામૃત્યુનજય મંન્ત્ર અને મૃત્યુનજય મંન્ત્ર બોલીને પ્રાર્થના કરીયે છીયે. પહેલા જ્યારે

ખાલી હિન્દુ ધર્મ અપનાવતા હતા ત્યારે શંકરભગવાનની પુજા થતી હતી. અત્યારે જ્યારે જુદા જુદા

ધર્મોની સ્થાપના થઈ છે એટલે લોકો પોતાને અનુકુળ આવે તે ભગવાનની આરાધના  કરે છે. છતાં

પણ કોઈ પણ સંપ્રદાય અપનાવ્યો હોય,  શંકરભગવાનની   ઉપાસના દરેક જણ કરે છે. શિવજીની

ભક્તિ દરેક જણ કરતા હોય છે. શિવજી પોતે ધ્યાન અવસ્થામાં બિરાજમાન હોય છે. શ્રી રામનુ

ધ્યાન કરે છે. શિવની શક્તિનો કોઈ પાર નથી, સમુદ્ર્મંથનમાંથી નીકળેલ ઝેર પીધુ છે.

તો કામદેવને બાળીને ભસ્મ કર્યો છે,  ગંગાજીને જટમાં ઝીલી લીધા છે.  શિવજીમાં અપાર શક્તિ

રહેલી છે , છતાં પણ હમેશાં સમાધીની શાંન્ત મુદ્રામાં હોય છે. શિવ-શક્તિ સાથે બિરાજમાન છે.

માશક્તિ અર્ધાગીની સ્વરુપે તેમની સાથે બિરાજમાન છે,અને આ પ્રેમનુ પ્રતિક છે.શિવજીનુ

અડધુ અંગ માશક્તિ છે.  મનુષ્ય જો ભક્તિ માર્ગ  યા તો યોગ માર્ગ અપનાવી, સાધનાથી આગળ

વધે તો શિવજી સાધકના મોક્ષદ્વાર ખુલ્લા કરે છે.

   ( રાગ શિવ રંજની )

શિવ શિવ રટો ઓ મન મેરે,

સબ દુખ દરિદ્ર દુર  હો તેરે.

ભોલા શંભુ હે શિવ શંકર,

તુમ હી પાલક હો શિવ મેરે.— શિવ.

હે ગિરિજા પતિ ગંગાધારી,

તુમ્હરી શરણમે સુખ ઘનેરે.— શિવ.

મંગલકારી  હે  ત્રિપુરારી,

સુર નર ધ્યાવે સાંજ સવેરે.— શિવ.

હે મૃત્યુનજય હે મહાદેવા,

જનમ મરણ કે ટાલો ફેરે.— શિવ.

No Comments »

મન.

 મન એ એટલો   ગહન વિષય છે, તેના ઉપર પુસ્તકોના પુસ્તક લખાય.

અને સાચુ પણ છે.મનને કેન્દ્રમાં રાખીને વેદ, પુરાણ, શાસ્ત્રો લખાયા. મનુષ્ય જીવન માટે મન અગત્યનુ

છે. પરંતુ કોઈનુ મન તરફ ધ્યાન  નથી જતુ.અને ખાસ કરીને આ જે યુગ ચાલી રહયો છે તેમાં તો

ખાસ. મનુષ્ય જીવન આખુ મન ઉપર આધારીત છે, પરંતુ ક્યારેય મન ઉપર વિચાર નથી કર્યો. મનુષ્યને

મન અનેક નાચ નચાવે. પાપ -પુણ્ય, સુખ-દુખ, જન્મ મરણના ફેરા આ બધાનુ કારણ મન છે. મનના ગુણ

છે, સત્વગુણ , રજોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણોને લીધે ભાવ પેદા થાય છે. ભાવ ઉત્પન થાય એટલે

આપણે વિચાર કરવાના ચાલુ કરીયે અને તેની સાથે મન જોડાય છે, અને આ વિચાર આપણે આચરણમાં

મુકીયે છીયે, એટલે તે કર્મ બને છે. સત્વગુણ વધારે હોય તો  સત કર્મો થાય અને તેને લીધે પુણ્ય કર્મોનો

સંચય થાય.સત્વગુણના ભાવો છે , દયા , ધર્મ, અહિસા, પ્રેમ , ક્ષમા, ઉદારતા. સત્વગુણમાં સદગુણો હોય છે. જ્યારે તમો ગુણ વધારે હોય તો ત્યારે ખરાબ કર્મો વધારે થાય, અને તે પાપ કર્મોનો સંચય

કરે છે.તમો ગુણના ભાવો છે, કામ , ક્રોધ , મદ, મોહ, લોભ ,  ઈર્ષા , દ્વેષ , અહંકાર , કપટ. એટલે આ બધા

ભાવોથી થતા કર્મો  તે પાપ કર્મો છે. રજોગુણ એ મદદ કર્તા છે. રજોગુણનો ભાવ રાગ છે, રાગ એટલે

લગાવ.આમ સારા કર્મો અને ખરાબ કર્મો, આ બન્નેને લીધે પાપ પુણ્યના કર્મ બીજ બને છે, અને તેને

રાગ અને દ્વેષ પોષણ આપે છે, અને તે કર્મો ફુલી ફાલીને મોટા થાય છે, અને તેનો જથ્થો વધતો જાય

છે.

       મનના પ્રકાર છે ચાર.

( ૧ ) મનન કરે ત્યારે મન.

( ૨ )ચિન્તન કરે ત્યારે ચિત.

( ૩ )નિર્ણય કરે ત્યારે બુધ્ધિ.

( ૪ )અભિમાન કરે ત્યારે અભિમાન.

મન એ શુક્ષ્મ શરીરનો વિભાગ છે, એટલે એને બે વિભાગ છે.

( ૧ )બાહ્ય મન.

( ૨ )અંર્તરમન.

બાહ્યમન વિષયો શોધે છે, ઈન્દ્રીયોના વિષયો શોધીને અંર્તરમનને મદદ કરીને જોડાણ કરી આપે

છે, અને બુધ્ધિ તેને જજમેન્ટ કરે છે. અને કર્મબીજ ફ્લીત થાય છે. અને વિચાર્યુ હોય તે કાર્ય કરવા

માટે  તૈયાર થઈ જાય. આપણુ મન  શુક્ષ્મ શરીરમાં રહેલુ છે. મન સાથે ઈન્દ્રીયો જોડાયેલી છે. મન

શાંન્ત થાય તો ઈન્દ્રીયો કાબુમાં આવે તો આગળ વધારાના કર્મો થતા અટકે. ધ્યાન અને પ્રાણાયમથી

સાધના કરવાથી , મન કાબુમાં આવે એટલે કર્મો બળી પણ જાય છે,  અને સાધક માટે મોક્ષના દ્વાર પણ

ખુલ્લા થાય છે. મનનુ આત્મા સાથે જોડાણ તે યોગ છે. અને આ યોગ દ્વારાજ પરમતત્વને પામવુ શક્ય છે.

        આમ મન કર્તા ભોક્તાનુ કેન્દ્ર છે. મન કર્મોમાં વધારો કરે છે ,  મન માણસને જન્મ – મરણના ચક્ર્માં

ફેરવે છે. મન જ જીવનમાં બધુ કરાવે છે. મન ચંચળ છે, જલદી કાબુમાં ન આવે. છતાં પણ જીવનમાં

કોઈ પણ વસ્તુ અશક્ય નથી. મનને પણ યોગ સાધનાથી કાબુમાં લાવી શકાય.

1 Comment »

શ્રી હરિ.

 (  હસીત પટેલે ક્યાંક આ રચના વાંચી હશે, તે મોક્લાવેલી છે,  પસંદ આવી એટલે અહીયાં રજુ કરુ છુ. )

નજર કરુ ત્યાં નારાયણ,  હાથ ધરુ ત્યાં હરિ.

પગ મુકુ ત્યાં પુરુષોતમ ઘર, એ ઘરમાં હુ ઠરી.

હૈયા દુબળી હુ ને પાછી, મોઢે મોળી ખરી.

દીવો પ્રગટ્યો ત્યાંતો ટવરક – ટવરક વાતુ કરી.

ઘંટી, પાણી, વાસીદુ ને ચુલો ઘરવખરી.

જ્યાં જ્યાં કામે લાગુ, ત્યાં ત્યાં મંદિરને ઝાલરી.

ભવ ખેતરને ખેડી રાખ્યુ, કુવો કાંઠા લગી.

મેતો વાવી જાર, પાક્યાં મોતી ફાટુ ભરી !!!

1 Comment »

માયા જાળ.

મહામાયા રચે માયા જાળ,  માયા જાળમાં ફ્સાય માનવી.

સંસારી આ જીવ તો મુઝાય વારંવાર, ઉઠે એનેક સવાલ.

કરુ પ્રેમ પ્રભુને ? કે કરુ પ્રેમ મારા પરિવારને ?

જ્યાં કરુ ધ્યાન એકનુ ,  બીજાનુ છુટી જાય .

કરવુ જતન બંન્નેનુ , એતો અતિ મુશ્કેલ કામ.

લીધો જન્મ ધરતી પર, વ્હાલા લાગે માત-પિતા.

આવી જવાની, પ્યારુ  લાગે મિત્ર મંડળ.

સપ્તપદીના ફેરા લીધા, કર્યો પ્રેમ ભરપુર .

ફુલ સમા માસુમ બાળ, ઠાલવ્યો હેતનો દરિયો.

ધનનો ચઢ્યો નશો , દોડ્યા પૈસા પાછળ .

પ્રવેશ્યા વનમાં,  વ્હાલા લાગે પૌત્રો , પૌત્રી.

ખબર છે, ઈશ્વર છે આ જગમાં, માયા લાગે પ્યારી.

જેના થકી આવ્યા આ જગતમાં, ક્યાં વખત છે? તેના માટે.

1 Comment »

સમય.

નિર્બલ અને પામળ બને માનવી, સમય અતિ બલવાન.

મનુષ્ય જીવન ચાલે સમય ચક્ર સાથે, અતિ તેજ.

સમયની રફતાર સાથે જે ન ચાલી શકે, ન જોવે રાહ,

બાજુ પર ફેકીને, ચાલી જાય સમય આગળ – આગળ.

નથી કદર જેને સમયની,  મુશ્કીલ ભરેલ રાહ તેની.

બને સફળ, કરે જીવન ઉજ્વળ, ચાલનાર સમય સાથે.

ગઈ કાલ અને આજની ન કોઈ ફીકર,

આવનાર સમયની કરે ફીકર હમેશાં.

આવનાર સમય ન જાણે કોઈ, વ્યાકુળ મન ન સમજે.

રાજા બને રંક, રંક બને રાજા,સમય અતિ બળવાન.

સમય છે ક્ષણીક,  કામ છે અનેક જીવનમાં.

સમયની એક ઉજ્વળ તક ઉપાડતાં, જીન્દગી બને સરળ.

સમય તો હર પળ બદલાય, એતો કામ એનુ ચાલતા રહેવુ.

સમયની ગતિ સાથે ચાલે જન્મ મૃત્યુ , ન રહે બાકાત કોઈ.

No Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.