Archive for April, 2010

સુગંધ.

સુરજ નીકળે સોનાના  રથમા સવાર,  આવે  લઇને  સુગન્ધ.

મોગરો , ગુલાબ અને  ચમ્પો , વ્રુક્ષ , છોડ  અને પાન ફેલાવે સુગન્ધ.

ફ્ળો  લેઈને  આવે  રસ  અને   અનેરી સુગન્ધ.

મંદ,મંદ વહેતા  ઝરણા સાથે વહેતો વાયરો  લાવે ઝરણાની સુગન્ધ.

નદી, સરોવર, સાગર, ધોધ અને ફુવારાની  પણ   અનેરી  સુગન્ધ.

મમતાથી  મા ડોલી ઉઠે , નવજાત શીશુની મનમોહ્ક  સુગન્ધ.

પતિને પ્યારી લાગે,સ્નાન કરીને,લુછતી ખુલ્લા કેશ, નવોઢાની સુગન્ધ.

પુજા રુમ, મન્દિરમા, ધુપસળીની મહેક, ફેલાવે મનમોહક સુગન્ધ.

તો ચન્દન, અબીલ, ગુલાલ,  તુલસી ફેલાવે શુધ્ધ નિર્મળ સુગન્ધ.

વર્શા  લાવે  ધરતીની  માટીમા  મહેક, ધરતીની અનોખી સુગન્ધ.

રાત્રે, રાતરાણી  મઘમઘ મહેકી રહી , ફેલાવે  સુગન્ધ.

રાત્રીના સમયે પણ  વહી  રહ્યો છે,  રસ સુગન્ધ.

જ્યા જોવો ત્યા મહેસુસ થાય બસ, રસ અને સુગન્ધ.

તો  ફરિયાદ  શાની , નીરસ જીન્દગી છે, ન તેમા સુગન્ધ.

1 Comment »

તુલસી.

વૃન્દાસતી,   પતિવ્રતા   ૠષિપત્નિ.

પ્રભુએ  કર્યા  પારખા, પતિવ્રતાના.

ક્રોધિત વૃન્દા,  શ્રાપીત કર્યા શ્રી હરિ.

શ્રી હરિને  બનાવ્યા,  શાલીન્ગ્રામ.

સામે   વળતો   શ્રાપ  પામી    સતી.

બની   વૃન્દા,     પવિત્ર   તુલસી.

શ્રાપમા   પણ  મળ્યો     આશીરવાદ.

શ્રી હરીએ  વરદાન   આપ્યા.

બીજા  જનમમા  કરુ  વિવાહ.

શાલીન્ગ્રામ-તુલસીવિવાહ થાય.

તુલસી  બની   અતિ પવિત્ર.

શ્રીક્રિષ્ણને    વ્હાલા   તુલસી.

તુલસીદ્લથી  તોળાયા શ્રીક્રિશ્ન.

તુલસીદલ વિના, પ્રભુ ભોગ અધુરા.

તુલસીમાળા,  શાક્ષી   બ્રહ્મસબંધની

તુલસીમાળા,  શાક્ષી   મંત્રજાપની.

વૃન્દાવનમા  વાસ   શ્રી ક્રિશ્નનો.

તુલસીક્યારા વિના, સુના વૈષણવ આગણ.

આગણ   શોભે   તુલસીક્યારા.

સામગ્રી  થાળ અધુરા, વિના તુલસીદ્લ.

પુષ્પ,  ધુપસળી,  ચંદન,  તુલસી.

શોભા  અતિ પુજા   થાળ.

મ્રુત્યુશૈયા અધુરી, વિના મુખમા તુલસીદ્લ.

જે ઘર તુલસીક્યારા, તે ઘર શ્રી ક્રિશ્ર્ન નિવાસ.

No Comments »

નયન.

મદહોશ   નયન,  ધાયલ  કરે  દિલ.

મનમોહક નયન,  વિવશ  કરે  દિલ.

સુન્દર   નયન,   લુભાવે  દિલ.

જાદુય નયન,   ચુરાવે   દિલ.

વ્યાકુળ  નયન, બેચેન કરે દિલ.

તીરછે  નયન, પાગલ કરે દિલ.

ઝુકે ઝુકે નયન, આર્કશિત થાય દિલ.

પ્યાસે  નયન,   ઝંખે   દિલ.

પ્રેમભરે  નયન,  ત્રુપ્ત  થાય  દિલ.

કામણગારે  નયન,  કાબુ ન રહે દિલ.

મસ્તિભરે  નયન,  તડપે  દિલ.

અશ્રુભરે  નયન, દુખી કરે  દિલ.

મૃગનયની,  અતિ સુન્દર.

મીનનયની (મીનાક્ષી), અતિ રમ્ય.

ક્રોધીત  નયન, ભયભીત કરે દિલ.

ખામોશ   નયન,   ધણુબધુ    કહે.

કપટી  નયન,  સર્વનાશ  કરે.

બુરે  નયન,  ધિક્કારે   હર   દિલ.

2 Comments »

આવે તારી યાદ.

            ઘરમા જ્યારે કોઇ સ્વજન પરલોક સિધાવે, જ્યારે કોઇ વ્યક્તિનુ મોત થાય ત્યારે  બહુ મોટુ દુખ આવી પડે અને આખુ કુટુમ્બ શોક્મા ડુબિ જાય. આ દુખ જલ્દી ભુલાતુ નથી. ન ક્યાય ચેન પડે, ન ખાવાનુ ગળે ઉતરે,આખમા આસુ  ન સુકાય, ન કોઈ દિશા સુજે. મ્રુત્યુ સામે જોઈને વિચાર આવે મનુશ્ય્નો અંન્ત આવો હોઈ શકે? માણસ ચાલ્યુ જાય કારેય પાછુ આવવાનુ નથી,આસમયે જગજિતશીગનુ આ ગીત યાદ  આવી જાય, ચિઠી ન કોઈ સન્દેશ, ન જાને કોનસા દેશ જહા તુમ ચલે ગયે. આ એટલી દર્દ ભરેલી સચ્ચાઈ છે કે આપણે તે વ્યક્તિને ફરીથી ક્યારેય જોઈ શક્તા, મળી નથી શક્તા, તેની કોઈ ખબર નથી આવતી, આવે છે ફ્ક્ત તેની યાદ. પરલોક જવાવાળા ક્યારેય પાછા નથી આવતા આવે છે ફ્ક્ત તેમની યાદ.

           માણસ જાય ત્યાર બાદ  સમય જાય તેમ ધીમે ધીમે શોક, દુખ ઓછુ થતુ જાય. પરન્તુ આપણે તે વ્યક્તિને ભુલી ન શકીયે, તેની યાદ હમેશા સાથે રહે. આપણને તેના માટે લાગણી અને માયા છે. માતા પિતા હોય તો તેના માટે,   ભાઈ– બહે્ન માટે, પુત્ર–પુત્રિ માટે શોક, દુખની લાગણી અલગ હોય છે, તેમા વાત્સલ્ય હોય, મમતા હોય આ પ્રેમ જુદોજ હોય એટ્લે તેનો શોક, દુખ જુદુ હોય છે. જ્યારે  પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ અલગ હોય, એટ્લે પતિ મ્રુત્યુ પામે તો પત્નિનો શોક અને દુખ જુદા હોય છે તેવીજ રીતે પતિ માટે છે. પતિ-પત્નિનો પ્રેમ એવો હોય છેકે બન્નેને એક બીજા વિના બિલકુલ ચાલતુ નથી એ લોકોનુ જીવન એવી રીતે જોડાયેલુ હોય, બન્ને સુખ-દુખ, જીવનની દરેક પરિસ્થિતી ચાહે સારી કે ખોટી બન્ને સાથે મળીને હલ કરે. એક ગાડીના બે પઇડા છે. એક બીજા  વિના રહી ન શકે. તેઓનો પ્રેમ અલગ છે, એટ્લે તે બન્નનો શોક અને દુખની લાગણી પણ અલગ હોય. સજા ફિલ્મનુ આ ગીત યાદ આવી જાય. દર્દ ભરેલા શબ્દ છે. તુમ ન જાને કિસ જહામે ખો ગયે,  ગમ ભરી દુનિયામે તનહા હો ગયે. આમા જો પત્નિનો સ્વર્ગવાસ જો  પહે્લા થાય તો એક પતિ માટે એક્લા જીવવુ    બહુ્જ મુશ્કેલ થઇ જાય. જ્યારે પત્નિ તો શહનશક્તિની મુર્તિ સમાન છે, દરેક કામમા કુશળ હોય એટ્લે દુખમા પણ મો હસતુ રાખીને માથા પર આવી પડેલો દુખનો ભાર સહજતાથી ઉપાડીને જીવે છે. સ્વજનના મ્રુત્યુ બાદ દિવસો, મહીનાઓ,વર્શો વિતી જાય છે. દુખ ઓછુ થતુ જાય પરન્તુ યાદ નથી જતી હમેશને માટે દિલનો એક ખુણો ખાલી  રહી  જાય છે, આ ખાલી જ્ગ્યા ક્યારેય  નથી ભરાતી. ફ્ક્ત યાદે રહી જાય, યાદોને   સહારે જીવન જીવવાનુ હોય અને જિન્દગી વીતાવવાની હોય.

No Comments »

વાસળી.

કાસ્ટનો એક ટુકડો, ન કોઈ એનુ મોલ.

વિશ્વકર્મા સમા ઘડવઈયાએ ઘાટ ઘડ્યા.

આપ્યુ નીજ સુન્દર રુપ, નામ મળ્યુ વાસળી.

ચાહે  વાસળી  કહો,  ચાહે   બન્સી,

ચાહે  મોરલી  કહો,  ચાહે  કહો વેણુ.

શ્રી ક્રિશ્ન   અધર  સ્પર્શ  પામતા.

પુરાયા પ્રાણ,  નીકળ્યા સાત  સુર.

ખુશી સમાય નહી, મન નાચી ઉઠ્યુ.

મારા ભાગ્યથી હરખાઈ,  ઝુમી  ઉઠુ.

રાધા  સમી  હુ  બડભાગી   રે.

એકને હ્યદયમા  સ્થાન,  એકને અધર પર સ્થાન.

જે સુખ ઋષિ-મુની, સંન્ત ન પામે, તે સુખ પામી રે.

રાધા કાજે,  ગૌમાતાકાજે,  ગોપીયનકાજે,  સ્રુશ્ટીકાજે,

શ્રી ક્રુશ્ન અધર રસ પામુ  રે. હુ તો અતિ ભાગ્યશાળી  રે.

No Comments »

મોરપીછ.

મોર-મોરની બ્રહ્મચારિ જીવ સદા.

બ્રહ્મચારિજીવ બને તપસ્વી મોટા.

મોર-મોરની  બન્યા  શ્રેશ્ટ   યોગી.

સીતા  ખોજ  માટે  ચાલ્યા  રામ.

માર્ગ   બતાવે  મોર, આગળ મોર.

પાછળ  રામ-લક્ષ્મણ, માર્ગ અતી દુર.

મોરઅન્ગ ન રહ્યા  મોરપીછ. રહ્યુ એક પીછ.

રામે આપ્યા  વચન, અતિશય પ્રેમથી.

દ્વાપરયુગમા ધરુ શીર પર આ એક પીછ.

મોરપીછ ધારણ કર્યુ, શીર પર શ્રી  ક્રિશ્ણ.

મોર મુકુટ અતિ સુન્દર,  શ્રી ક્રિશ્ન ધર્યો શીર.

શોભા અતિ રમ્ય, બોલો જય જય શ્રી ક્રિશ્ન.

મોર બન્યો  ધન્ય, સ્થાન પાયુ અતિ ઉચ્ચ.

મોર બન્યો ક્રિશ્ન પ્રિય, જગ આપે આદરભાવ.

No Comments »

જિન્દગી અને જીવન.

          જિન્દગી અને જીવન વચ્ચે  શુ તફાવત છે?  આમ જોઇએ  તો બન્ને એક બીજા  સાથે સંક્ળાયેલા  છે છતા  પણ અલગ  છે,  આ  દુનિયા  સાથે  આપણી  જિન્દગી  જોડાયેલી  છે,અટ્લે  તેમાં  દુનિયાના  લોકો તેમજ સમાજ,પરિવાર,કુટ્મ્બ આવે અને તેમા  આપણા ઘરના  દરેક  સભ્ય  આવે અને  તેની  અંન્દર રહીને  આપણે આપણુ   જિવન   જિવવાનુ  હોય,  વ્યતિત   કરવાનુ   હોય  છે.   એક   વ્યક્તિ  માટે  જિન્દગી   અને   જિવન   બન્ને સાથેજ  ચાલતા  હોય   છે,છ્તા  પણ   દરેક   વ્યક્તિનુ   જિવન  સર્ખુ   હોતુ  નથી   અલગ – અલગ  હોય   છે. જીવન  પોતાની   જાતે   જીવવાનુ   હોય,  દરેકને    જીવન  પોતાનુ   હોય , પોતાની   રીતે   રહેવાનુ  હોય જ્યારે જિન્દગી  પરિવારજન  સાથે   જીવવાની   હોય.  જિન્દગીમા  સમાજે , શાત્રોએ   જે  નિતી  નિયમ   બનાવ્યા હોય   તે પ્રમાણે    જીવન   જીવવાનુ  હોય .  જિન્દગી   એક   સફર  છે  અને  તેમા   આ  જીવન   રુપી   ગાડી ચાલી   રહી  છે.

            જિન્દગી    એક   સુહાના   સફર   છે  ,   સુન્દર    છે     પરંન્તુ  આપણુ     જીવન   નીરસ હ્શે,  દુખી   હ્શે તો  જિન્દગી    બોજમય ,  કઠીન અને   ભારરુપ    લાગશે .   આપણે   આપણુ   જીવન  ખુશીથી , આનન્દમય બનાવીને  જીવીયે   તો   જિન્દગી  પણ    સુન્દર  લાગશે . આ મ્રુત્યુલોક્માં   જ્ન્મથી  મરણ  સુધીનુ  જીવન એજ આપણ્રી   જિન્દગી   છે .  આમ  જીવન   વિના જિન્દગી    નથી    અને   જિન્દગી   વિના  જીવન    નથી .

  •  જિન્દગીમાં  અનેક  વ્યક્તિ છે —– જીવન એક વ્યક્તિ  માટે  મર્યાદિત  છે.
  •  જિન્દગી   આનન્દમય  છે —–  જીવન  દુખી  હોઇ  શકે  .
  •  જિન્દગી   લામ્બી  છે  —– જીવન   ટુકુ   હોઇ  શકે .
  •  જિન્દગી ખુબસૂરત  છે —- જીવન  પોતાના પાપ કર્મો પ્રમાણે  બદ્સૂરત હોઇ  શકે .
  •  જિન્દગી સરળ  છે  ——  જીવન  કઠીન  હોઇ  શકે .
  •  જિન્દગી   પહેલી છે —– જીવન સંર્ઘષ  હોઇ  શકે .
  •  જિન્દગી સવાલોથી ભરેલી છે —- જીવનને  જવાબ   શોધવાના હોય .
  •  જિન્દગીમા અલગ અલગ જાતના  ઘણા બધા લોકો હોય —  જીવનમાં એક્જ માણસમા જાત-જાતના અનેક ગુણો ભરેલા  હોય .

            ભગવાને   બહુ   સરસ  જિન્દગી આપી છે   તો  જીવન   હ્સી-ખુશી જીવવાનો પ્રયત્ન   કરવો   પડે . જેટ્લુ    સાદાઇ વાળુ જીવન એટ્લો  જિન્દગીમાં સંર્ઘશ   ઓછો   થાય .

1 Comment »

ગણિત.

          દરેક દાદા, દાદી, નાના, નાનીને એક વાતનો સરખોજ અનુભવ થયેલો હોય છે. દાદા – દાદી પૌત્ર કે પૌત્રીને દરરોજ વાર્તા  કહી  સંભળાવતા  હોય છે. અને બાળકોને પણ વાર્તા શાભળવી  બહુ્જ ગમે છે. કોઈ જ્ગ્યાએતો બાળકોને નિયમ હોય છેકે વાર્તા  શાભળ્યા વિના સુઈ ન જાય. દાદા-દાદીને પણ વાર્તા   કહેવાનો આનન્દ આવતો હોય છે. બાળકો એક વાર્તા,બીજી વાર્તા એમ અનેક વાર્તાઓ શાભળવી હોય ત્યારે  ઘણી વખત ઉંઘ આવતી હોય તારે દાદા કે દાદી બોલે ચાલ બેટા આજે તને દુનિયાની  સૌથી નાની વાર્તા   કહુ , એક હતો પોપટ અને એક  હતો બરફ , પોપટ ઉડી ગયો અને બરફ  પીગળી  ગયો  વાર્તા   થઇ  પુરી.

             આમ   આપણુ   જીવન પણ  આ  વાર્તા  જેવુજ  છે.  રાજા હોય કે રન્ક  હોય, ભણેલા હોય  કે અભણ  હોય, વ્યવસાયમા હોય યા તો  મોટા  હોદ્દા ઉપર હોય,  દરેકના જીવનનો  સરવાળો બાદબાકી કરો તો જવાબ  બધાના  જીવનનો  એકજ  આવશે. ભગવાનનુ  ગણિત કોઇની  સમજમા નહી  આવે બધાના  જીવનનો  જવાબ  એક  સરખો  છે. આ  વાર્તા  પ્રમાણે પોપટ  ઉડી ગયો  અને  બરફ  પીગળી ગયો  તેમ  આત્મા  ઉડી  ગયો  અને  કાયા  માટીમા  મળી   ગઇ. બધાના  જીવનનો  જવાબ  શુન્ય છે. નાશ  થઇ ગયો, જીવનનો  અન્ત  આવી  ગયો.

                 નરશિહમહેતા,  મીરાબાઇ,  ધ્રુવ,  પ્રહલાદ જેવા યુગો  પછીથી  આવે  છે,  જેમના  જીવનનો હિસાબ  કિતાબ  જુદો  હોય  છે. તેમના  જીવનનો   જવાબ  શુન્ય  નથી.  તેમને  તો ૧૦૦ %   પરિણામ આવ્યુ  છે, તેઓ  લાવ્યા  છે.  આત્મા  ઉડી  નથી  ગયો  આત્મા  પર્માત્મામા  ભળી  ગયો  છે. સાચા ભક્તમા ભગવાનનુ   ગણિત  ખોટુ  પાડવાની  ક્ષમતા  હોય  છે.

No Comments »

અધિક માસ.

પ્રગટ થયો  એક  માસ  અધિક, બાર  માસમા  મળે ન  સ્થાન.

શુભ કાર્ય વર્જીત , ન તેને માન, .લોકો   કહે  અશુભ.

નામ  મળ્યુ  મલમાસ, ચિંતીત માસ અધિક , સદા રહે  દુખી.

શરણ ગયો  શ્રી ક્રિષ્ણ,  લીધો પ્રભુએ શરણ.

પુરષોતમ નામ રુપ તાજ,  પ્રભુએ   પહે્રાવ્યો  માથે.

નીજ  સર્વ  ગુણ અર્પણ  કર્યા, સ્થાન  આપ્યુ  ઉચુ.

અધિક માસ બન્યો સર્વોત્તમ, હરેક કાર્યનુ ફ્ળ સો ગણુ.

હવે પુરષોત્તમ  માસ  કહેવાય, આ , અધિકમલમાસ.

આ માસમા જપ, તપ,ધ્યાન, દાન, સ્નાનની  મહીમા  ગણી.

અધિકમાસ  હરખાય, હરિએ  કર્યો   તેનો  ઉધ્ધાર.

પ્રભુ શરણ  સ્વિકારી , બન્યો  શાક્ષાત  પુરષોત્તમ સ્વરુપ.

પુરષોત્તમમાસનો મહીમા  મોટો,આવો  સાથે  કરીયે ગુણગાન.  

હરિ ક્થા, હરિ ગુણ ગાન અતિશય પ્રિય પ્રભુને.

પ્રભુને વ્હાલા ભક્ત, પ્રભુ  ગુણગાન  કરીને.

પામીયે  શ્રી  હરિ  શરણ, થાયે  આત્માનો  ઉધ્ધાર.

3 Comments »

મોક્ષ.

            પંચમહાભુત, પાંચજ્ઞાનેન્દ્રીય, પાંચકર્મેન્દ્રીય,તથા મન અને બુધ્ધિથી  બનેલો આ મનુશ્ય દેહ છે, તેમા   સર્વ  પ્રાણીઓમા  મનુશ્ય  શ્રેસ્ઠ  છે , કારણ ભગવાને તેને બુધ્ધિ આપી છે અને આ બુધ્ધિથીજ મનુષ્ય ઉચ્ચ માર્ગ અથવા પતન માર્ગ પોતેજ નક્કી કરે છે . ઉચ્ચ કોટીનુ જિવન કે અધહપતન વાળુ જિવન  આ મનુશ્યના હાથમાં છે.કેમકે મન ચંચળ છે. મનુશ્યમા ભગવાને જે ત્રણ ગુણ મુક્યા છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. આ ત્રણ રસમાં હમેશા  મન ભમતુ હોય છે. આ ત્રણ રસ ઇન્દ્રીયોને આધીન છે,અને ઇન્દ્રીયો મનને આધીન છે.અને મનને બુધ્ધિ કાબુ કરે છે.અન્દર બેટ્ઠેલો આત્મા મનને કાબુમાં રાખે છે. સારુ ખોટુ બુધ્ધિ વિચારે છે. એટ્લેજ આપણે ભગવાન પાસે સદબુધ્ધિ માગીયે છીયે. બુધ્ધિ સારુ વિચારે એટ્લે સત્વગુણ વધે,અને જિવનમાં માણસમાં જો સત્વગુણ વધે તો તે આધ્યાત્મિક માર્ગ પર  સહેલાઇથી જઇ શકે અને સાથે સાથે ઉચ્ચકોટીનુ, ઉચ્ચક્ક્ષાનુ જિવન જિવી શકે.

          મોક્ષ કે પછી ફરીથી આ મૃત્યુલોકમા પાછુ ફરવુ છે તે આપણા હાથમાં છે. મોક્ષ એટ્લે આત્માનુ પરર્માત્મા્માં સમાઇ જવુ, આત્મા- પરર્માત્મામાં લીન થઇ જાય, ભળી જાય, એક થઇ જાય એટ્લે તેને આ મૃત્યુલોકમાં પાછા ફરવાનુ નથી. હવે આ મોક્ષ શબ્દ બોલવો   બહુજ સહેલો છે પરન્તુ સાચેજ મોક્ષ પામવુ ઘણુજ મુશ્કીલ છે. મોક્ષ પામવા માટે ભક્તિ  બહુજ જરુરી છે, ભક્તિ માર્ગ પર ચાલ્યા વિના મોક્ષ મળે નહી.ભક્તિ એળલે ભગવાનમાં રતિ, સતત પર્ર્માત્મામાં રત રહેવુ, પર્ર્માત્મા માટે વિચારવુ.કોઇ પણ કાર્ય કરીયે તેમાં સતત આપણને પર્ર્માત્માનો અહેસાસ થાય,પ્રભુ આપણી સાથે છે અને કાર્ય કરીયે છીયે એટ્લે સ્વભાવિક છેકે ખોટુ કાર્ય થવાનુ નથી. આમ તન અને મનથી પર્ર્માત્મામાં લીન રહેવાથી હરેક ક્ષણ પર્ર્માત્મામાં ચિન્તિત, ફ્ક્ત તેનુજ ચિન્તન. આપણા શાશ્ત્રોમા ભગવાને જિવનનો જે માર્ગ બતાવ્યો છે તે પ્રમાણે વર્તીને અને અને તે માર્ગે ચાલવુ, તદઉપ્રાંત પ્રભુએ સાચા ભક્તના જે લક્ષણ બતાવ્યા છે તેવો સ્વભાવ બનાવીને ભક્તિ માર્ગ પર ચાલવાનુ છે.

         મોક્ષને પામવુ હોય તો સૌ પ્રથમ સંસારની માયા છોડ્વાની  કહી છે, ભગવાને માયામા નાખીને માયા છોડ્વાનુ  કહે છે,પરન્તુ પ્રભુ માટે જો સાચી ભક્તિ હ્શે તો સંસારની માયા પણ છુટી જાય. આપણે નરસિહમહેતા અને મીરાબાઇનો દાખલો લઇએ તો ભગવાને આ બંન્ને ભક્તોને પોતાની સમીપ ખેચવા માટે ધીમે ધીમે તેમના  સંસારિક     માયાના બંધન  તોડી નાખ્યા. અગર ભગવાન માટે દિલમા પ્રેમ હ્શે તો બીજા  સંસારિક પ્રેમ ઓછા થઇ  જશે .ભગવાનને સાચો પ્રેમ કરીશુ તો દિલમાં નાશવંત વસ્તુ માટે માયા ઓછી થશે.

         મોક્ષ પામવા માટે એક જ્ન્મ પુર્તો નથી , ખુબ ભક્તિ કરવા પછી પણ ઘણી વખત ઘણા બધા જ્ન્મો બાદ મોક્ષ મળતો હોય છે . જેમ કર્મનુ ભાથુ  જ્ન્મો જ્ન્મ સાથે ચાલે છે તેમ ભક્તિનુ  ભાથુ પણ આપણી સાથે જ્ન્મો જ્ન્મ સાથે ચાલતુ હોય છે. એટ્લે એક વખત    ભક્તિ માર્ગ  અપનાવ્યો  તો તે કેટ્લી પણ મુશ્કેલી આવે છ્તા પણ છોડ્વાનો  નથી. એક જ્ન્મમાં  અધુરી રહી ગયેલી  ભક્તિ  ભગવાન  બીજા જ્ન્મમાં  કરાવવાના  છે . આપણ્રે  શાત્રોમાં  જોઇએ છીયે  અમુક ભક્તોને બે ત્રણ  જ્ન્મો પછીથી  મુક્તિ મળી છે.

          મોક્ષ માટે  માયા  છોડ્વાની   છે  તેમ અહમ   પણ   છોડ્વાનો   છે.  આપણે  જોઇએ તો  આખા  બ્રમ્હાડ્માં   પરર્માત્માનુ  વિસ્વ  સ્વરુપ   એટ્લુ  બધુ  વિશાળ   છે  કે આપણે   આપણી   જાતને  નરી  આખે પ્રુથ્વી પર  બ્રમ્હાડ્માંથી જોવા   માગીયે  તો    આપણે  આપણી   જાતને    જોઇ પણ   ન  શકીયે.   આપણુ સ્વરુપ  અતિશય  શુક્ષ્મ  છે   તો  પછી   અહમ   શામાટે ?   પર્ર્માત્માના  અતિ વિશાળ સ્વરુપ્માં આપણે રહીયે  છીયે  છ્તા  પર્ર્માત્મા    શુક્ષ્મ  આત્માથી  પર   છે,  આત્મા   અને   પર્ર્માત્મા  વચ્ચે  જે  અન્તર   છે તે  દુર  કરવાનુ , અન્તર   એકદમ નજિક  છે   તેને  દુર   કરવાનુ    ્બહુજ   મુશ્કેલ   છે,    પરન્તુ    શક્ય  છે.  અને   મોક્ષ – મુક્તિ  મળવાની   આશા  રાખી   શકીયે .

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.