માતૃભાષાની ચાહ
જ્યા ન પહોંચે રવિ, ત્યા પહોંચે કવિ .
જ્યા ન પહોંચે કોઇ, ત્યાં પહોંચે ગુજરાતી .
જ્યા વસે ગુજરાતી, ત્યાં મળે ગુજરાત .
જ્યા વસે ગુજરાત, ત્યાં મળે ગુજરાતી સંસ્ક્રુતિ .
જ્યા વસે ગુજરાતી સંસ્કૃતિ, ત્યાં મળે ગુજરાતી માતૃભાષા.
જ્યા વસે ગુજરાતી માતૃભાષા, ત્યાં મળે ગુજરાતી લેખક અને કવિ.
જ્યા વસે ગુજરાતી લેખક અને કવિ,ત્યાં ગુજરાતી ભાષા હરિયાળી અને જીવંત છે.
હયુસ્ટ્નના આગણે ગુજરાતી સાહીત્ય સરિતા ભર્યા વહેણે વહે છે.
લેખક, લેખીકાઓ, કવિ, કવિયત્રીયોની નાવ સરળ રીતે,
મનમાં ઉન્નતિ અને સફ્ળતાની આશા લઇને ચાલી રહી
જેની કુશળ સુકાની છે માતૃભાષાની ચાહ.