મારો પરિચય.

ગુજરાતમાં નાનુ ગામ થામણા, મુખી પરિવારમાં જન્મ.નાના,નાની અને માતા તરફથી આધ્યાત્મિક માર્ગ માટે,ભક્તિના બીજ રોપાયા.દાદા સ્વતંત્ર સેનાની, ગાંધીજી સાથે ચળવળમાં પણ સાથે જોડાયેલા હતા. ગાંધીવાદી હતા.ગુજરાતી અને સાયકોલોજી સાથે યુનિર્વસીટીનો અભ્યાસ.લગ્ન થયા પછીથી મુમ્બઈ, શાન્તાક્રુઝમાં જીવન સ્થાઈ થયુ.વાંચનનો નાનપણથી ઘણોજ શોખ, એટલે માતૃભાષા માટે  વધારે પ્રેમ રહ્યો છે. લખવાનો પ્રયત્ન  કર્યો, થોડુ ઘણુ લખ્યુ પણ ખરુ, પરંતુ તે નોટબુકના પાનાઓમાંજ રહી ગયુ.લખવા તરફ ધ્યાન ન અપાયુ. પરિવારની જવાબદારીયોમાં, તેને બહુ મહત્વ ન આપ્યુ.આત્યારે પરિવાર સાથે અમેરિકામાં સ્થાઈ થયા છીયે.

મારા માટે સાહિત્ય જગત પાઠશાળા છે, અને હયુસ્ટનને આંગણે વહેતી ગુજરાતી સાહિત્ય સરિતા મારો વર્ગ છે જ્યાં હુ લખતાં શીખી રહી છુ, મારા વિચારો પ્રગટ કરુ છુ. ગુજરાતી સાહિત્ય સરિતાએ મને લખવા માટે મંચ આપ્યો. તેના માટે હુ ગુજરાતી સાહિત્ય સરિતાની  બહુજ આભારી છુ.

31 Comments »

31 Responses to “મારો પરિચય.”

  1. Devika Dhruva on 27 Jan 2010 at 6:06 pm #

    welcome to Blog-Jagat,Hemaben…
    Congratulations. keep it up.

  2. dr bharat on 15 Jul 2010 at 12:19 am #

    આપનો ટૂંક પરિચય મુકવાથી બ્લોગ ની શોભા વધશે!

  3. DR. CHANDRAVADAN MISTRY on 18 Jul 2010 at 9:28 pm #

    Hema…..Visiting your Blog for the 1st time…..Nice !
    Congratulations !…Welcome to Gujarati WebJagat !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visit/comment on Chandrapukar ! Please do REVISIT !

  4. ghanshyam on 21 Jul 2010 at 11:11 am #

    hema bahen,
    Welcome to Gujarati Web world,
    Visiting your Blog for the 1st time…..Nice blog.
    Congratulations !
    ghanshyam vaghasia
    http://www.ghanshyam69.wordress.com

  5. DR. CHANDRAVADAN MISTRY on 24 Jul 2010 at 6:42 pm #

    Hema,
    I am re-visting your Blog !
    I read many Posts & enjoyed !
    If this “About” was with a “short write-up ” about yourself, then we (as the Visitors) will know you personally as a Blogger. What do you say ???
    I have a Section as “maaru Jivan Zarmar” but you can be very brief with the place….why the Blog Etc.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    I hope I did not sat too much !…Only do what pleases you !

  6. DR Bharat Makwana on 25 Jul 2010 at 11:44 pm #

    હેમાબહેન,
    આપના મંતવ્ય બદલ આભાર.
    આપણેબધા આનંદ માટે અંતર થી લખવાવાળા છીયે.
    તમારા લખાણ સ્પષ્ટ તથા સરળ છે.સમય કાઢી લખતા રહેશો.
    ઘરના સર્વે ને સ્નેહ યાદ.

  7. Dr P A Mevada on 27 Jul 2010 at 8:23 am #

    Visited your blog site. Liked it as you have expressed as it should be without much concern of how and why.
    Ultimately any creative work must give satisfaction to ourselves first.
    Congrates!

  8. GOVIND PATEL on 29 Jul 2010 at 10:53 pm #

    હેમાબેન,
    “સ્વપ્ન માં નીકળ્યો તો ક્યાં નો કયાં જઈ ચડ્યો,
    ફરતો ફરતો વિચર વિસ્તારના બ્લોગમાં આવી ચડ્યો.”
    હેમાબેન ફરી પાછુ લખવાનું ચાલુ કરો. હવે ગુજરાતી
    ભાષાને જીવંત રાખવા લખશો. હું પણ પેટલાદ પાસે
    જેસરવા ગામનો વાતની છું. આપ લેખ અને કાવ્યોમાં
    ખુબ આગળ વધો .
    ” સ્વપ્ન “

  9. વિનય ખત્રી on 05 Aug 2010 at 10:50 pm #

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  10. sujitchovatiya on 19 Aug 2010 at 9:19 pm #

    આપના બ્લોગ મા વગર આમત્રણ આવી પોહચિયો છુ
    તમારા બ્લોગ નિ મુલાકાત ખુણા ખુણા નિ લિધિ છ્ર . ખુબ સરસ બનાવેલ છે.

  11. saryu parikh on 16 Sep 2010 at 9:57 am #

    હેમાબેન,
    તમારા પ્રતિભાવો મળતા રહે છે. http://www.sabrasgujarati.com માટે આભાર-આનંદ.
    તમારા બ્લોગમાં તમે ઘણી નવી રચનાઓ ઊમેરી છે. સરસ લખાણ અને તમારો આધ્યાત્મિક વિચારોનો પરિચય થાય છે.
    http://www.saryu.wordpress.com

  12. Ramesh Patel on 06 Dec 2010 at 10:33 pm #

    સુશ્રી હેમાબેન
    આપનો પરિચય વાંચી આનંદ થયો. થામણા આપનું વતન છે..ત્યાં અમારા ગામ મહિસાની
    ઘણી બહેન દિકરિયું છે. આપનો સાહિત્ય પ્રેમ સરસ ઝરણાં બની વહ્યો છે. ખૂબખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. Pravin Shah on 28 Feb 2011 at 3:43 pm #

    હેમાબેન,
    આપનો બ્લોગ જોયો. સરસ. આપ હ્યુસ્ટનમાં રહો છો. મારો પુત્ર હ્યુસ્ટનથી નજીક ડલ્લાસમાં રહે છે.
    પ્રવીણ શાહ

  14. Dr.Kishorbhai Mohanbhai Patel on 08 May 2011 at 11:46 am #

    સરસ લખો છો,

    પરિચયમાં આપનો વિવેક દેખાય આવે છે.

    હાર્દિક સ્વાગત છે.

  15. pravina Avinash on 14 May 2011 at 7:10 am #

    Your “Parichay” tells lotabout yourself. Keep up the good work.

  16. mehul on 07 Jun 2011 at 11:44 pm #

    hemaben,aape mara blog ni mulakat laine mane je protsahan puru padyu ae badal aapno khub khub aabhar……… me pan aapna blog ni mulakat lidhi aapno blog pan khubaj sundar che………aabhar…..

  17. Dr. Kishorabhai M. Patel on 04 Oct 2011 at 6:19 pm #

    આદરણીયશ્રી. હેમાબહેન

    આપનો સુંદર બ્લોગ જોઈને મજા પડી ગઈ

    બહેન આજ રીતે તમારી અવિરત સેવા

    ગુજરાતી સમાજને આપતા રહો.

    ડૉ.કિશોરભાઈ પટેલ

  18. Dr. Kishorabhai M. Patel on 04 Oct 2011 at 6:19 pm #

    આદરણીયશ્રી. હેમાબહેન

    આપનો સુંદર બ્લોગ જોઈને મજા પડી ગઈ

    બહેન આજ રીતે તમારી અવિરત સેવા

    ગુજરાતી સમાજને આપતા રહો.

    ડૉ.કિશોરભાઈ પટેલ

  19. આકાશ ગૌસ્વામી on 09 Oct 2011 at 1:35 am #

    હેમા જી સરસ બ્લોગ બનાવીયો છે અને પરીચય ખુબ જ સરળ રીતે આપ્યો છે બસ આમ જ લખતા રહે જો

  20. બગીચાનો માળી on 17 Oct 2011 at 4:52 am #

    નમસ્તે હેમા બહેન,
    પ્રથમ તો આપ મારા બગીચાની મુલાકાતે આવ્યા તે બદલ આપનો આભાર.

    બ્લોગજગતમાં આપ મારા કરતા વધુ અનુભવી છો એટલે આપને કંઇ વધુ તો કહેવાય નહી. બસ, નિયમિત લખતા રહો, સાહિત્યને માણતા રહો અને આપની કલમને વિકસાવતા રહો એવી શુભકામનાઓ.

    આવજો.


    દર્શિત
    અમદાવાદ

  21. dolat vala zamrala on 14 Jan 2012 at 1:16 am #

    આપને કોટી કોટી વંદન

    ૯૩૭૪૮૯૩૨૦૫

  22. chandrakant manani on 16 Jan 2012 at 1:50 am #

    તમારો બ્લોગ ગમ્યો…લખતા રહેજો.

  23. chandrakant manani on 16 Jan 2012 at 1:50 am #

    તમારો બ્લોગ ગમ્યો…લખતા રહેજો…

  24. dolat vala zamrala on 01 Apr 2012 at 6:02 am #

    આપ લખતા રહો અને અમે હર-હમેશ વાંચતા રહીએ

  25. GOVIND PATEL on 04 Jul 2012 at 1:36 pm #

    શ્રી હેમા બહેન,
    આપ પણ ખમીરવંતા ખેડા જીલ્લાના વતની છો એ જાણી આનંદ થયો.
    આમે પણ ખેડા જીલ્લાના વતની પણ હવે આણંદ જીલ્લમાં આવી ગયા.
    હું પણ પેટલાદ પાસેના ગામનો વાતની છું.
    હાલ લોસ એન્જલસ છું
    આપનો બ્લોગ અને પરિચય પ્રભાવશાળી છે.
    સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ )

  26. Narendra Jagtap on 10 Jul 2012 at 2:33 am #

    પરમ આદરણીય હેમાબહેન…. સાદર નમસ્કાર….પાલનપુર બનાસકાંઠાથી નરેન્દ્ર….

    આપે મારા બ્લોગ ની મુલાકાત લીધી અને અમારા કોંટેક્ટ લીસ્ટ્મા આપ પ્રવેષ્યા તે બદલ ધન્યવાદ… બસ મા ગુર્જરીની સેવા અર્થે આ માધ્યમથી સૌ ભેગા થૈ ને આ સાહિત્યીક પ્રવ્રુતી કરી આનંદ ઉઠાવીએ… આપ સરસ સુંદર વિચારો સાથે કૈક મુકતા રહેશો…..અમે પ્રતિભાવ આપીશું…જય ગઝલ….

  27. Nirav on 28 Jul 2012 at 3:03 am #

    હેમાબેન,
    આપનો બ્લોગ જોયો , ખરેખર સુંદર છે .

  28. યુવરાજ જાડેજા on 28 Sep 2012 at 12:54 pm #

    આદરણીય હેમાજી, આપનો બ્લોગ વાચ્યો, ખૂબ જ ગમ્યું. આપે સમય કાઢી ને મારા બ્લોગ ને મુલાકાત લીધી, સારું લાગ્યું. હું ચોક્કસ થી આપના બ્લોગ પર નિયમિત આવતો રહીશ અને આપની સાહીત્ય રચનાઓ માણવા નો લાભ લેતો રહીશ

  29. Ritesh Mokasana on 25 Jul 2013 at 8:49 am #

    ખુબ સરસ બ્લોગ બનાવેલ છે.સરસ લખાણ. આપની કલમને વિકસાવતા રહો એવી શુભકામનાઓ.

  30. vinodbhai on 24 Sep 2013 at 7:55 pm #

    ૫રમ આદરનીય હેમા બહેન

    સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્‍ણ

    આપના બ્લોગની અવાર નવાર મુલાકાત લઇ જીવન ઉ૫યોગી વાતો મેળવું છુ

    હું આધ્યાત્મક/ધાર્મિક લેખોનું સંકલન કરૂ છુ ત્યાર બાદ જે લેખનું સંકલન કરૂ તેના જેવા જ અન્ય લેખકોના લેખો/સંત મહાપુરૂષોના વિચારો શોધવા જતાં આપનો બ્લોગ મળ્યો

    પ્રભુ આપના આ કાર્ય માટે તન મન ધનના તમામ સુખ પ્રદાન કરે તે અભ્યર્થના સાથે

    સંતચરણરજ,

    વિનોદભાઇ માછીના સ્નેહવંદન

    vinodmachhi@gmail.com

    ગુજરાતી આધ્યાત્મિક દર્શન http://vinodmachhi.blogspot.com/

  31. Gujaratilexicon on 09 Jan 2015 at 1:38 am #

    આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.