Archive for December, 2010

અલૌકિક બાળક .

પારણામાં ઝુલતુ નાનુ માસુમ સુન્દર બાળક .

લાગે ,ઉતર્યુ સીધુ સ્વર્ગથી અલૌકિક આ બાળ .

આતો બાળક તેમાં વાસ સાક્ષાત ઈશ્વરનો .

ત્યારે તો  ભાસે એક અલૌકિક -દિવ્ય આ બાળ .

અતિ સૌમ્ય ,મૃદુ સુન્દર મુખકમલ દીસે નીખાલસ .

આંખોમાં પ્રેમ ,  ન જાણે  પ્રપંચ , કરે પ્રેમ સૌને .

નાજુક હાથ-પગ  હલાવે ,આંબવા ઉચા શીખરો .

કરે હાથ ઉચા , જાણે સમેટે પુરુ વિશ્વ નીજ અંદર .

કદીક હસે કદીક રડતુ કદી અકરાઈ જાય ,

તો પણ લાગે અતિ પ્યારુ .

તેનુ રુદન પ્યારુ , તેની હસી કિલ્લોલ ,

મીઠા અને લાગે વ્હાલા .

વિશ્વની સારી શાંતિ લપેટી, પોઢે નિરાંતની નીદ્રામાં.

 રમવાને પહોચ્યુ ચાંદ સુરજને તારલીયાની પાસે .

 રમે મેઘધનુષની સાથે, ઘોડો કરી બેસે ઉપર .

ફરે સારુ ભ્રમ્હાંડ .બાળ લીલા અલૌકિક , અજોડ .

 નીદરમાં નીરખે જ્યાં પ્રભુ , મલકી ઉઠે મુખડુ હર્ષથી .

 બાલ્યાવસ્થા સદભાગી .

2 Comments »

વૃધ્ધ માતા .

વૃધ્ધ માતા બેઠાં ખુરશીમાં , જુના ચશ્માં જોવે નવી દુનિયા .

વિચારો અનેક , પડે દ્વિધામાં , એક એ પણ જીન્દગી હતી .

મારુ વતન, રીત ભાત અને સંસ્કારો, જીવનની એક પહેચાન.

પ્રેમની સાંકળમાં બંધાઈને , મુઠીમાં સમાય મારો પરિવાર .

પરદેસ, નોકરી-ધંધાએ બનાવ્યા વિભક્ત કુટુમ્બ, સૌ અલગ.

દિકરો-વહુ બોલતા ગુડ મોર્નિગ, યાદ આવે એ શબ્દ જય શ્રી કૃષ્ણ.

વિચારે , ભાષા અને શબ્દો બદલાયા , પ્રેમ તો છે એટલોજ !!!

પૌત્ર-પૌત્રી બોલે ગ્રાન્ડમા વી લવ યુ વેરી મચ ,

વિચારે , ભાષા અને શબ્દો બદલાયા , પ્રેમ તો છે એટલોજ !!!

પરિવાર કરે અનહદ પ્રેમ અને આપે સન્માન , બીજુ શુ જોઈએ ?

ન બદલાઈ લાગણી અને પ્રેમ , બદલાયો દેશ અને ભાષા .

એ હતી મારી જન્મભુમિ આ છે મારી કર્મભુમિ , ભુમિ તો ભુમિ.

તો શુ કામ કરવી ઝંઝટ , શબ્દો અને ભાષા માટે ? જો હોય પ્રેમ .

જીવનની પાનખર , બધાને અનુકુળ થઈને રહેવુ , કરવો પ્રેમ સૌને .

એમાંજ સાણપણ , સમભાવ અને પ્રેમ , નહીતો બગડે

ઘરનુ વાતાવરણ ને સંસાર, અને બગડે ઘડપણ ને આયખુ.

બીજાને બદલવાની કોશીશ કરવા કરતાં , ખુદ બદલાઈ જાવુ.

1 Comment »

બંસી નાદ.

દીઠા સુન્દર ચાર ચરણ પગદંડી પર સાથે સાથે.

બે ચરણ અતિ સુન્દર કોમળ , રિમઝિમ શોભે પાયલ  .

બે ચરણ અતિ સુન્દર કોમળ,  શોભે  શંખ ,ચક્ર ,કમળ .

અતિ સુન્દર જોડી રાધા-ક્રિષ્ણ, શોભી ઉઠ્યુ સારુ બ્રહ્માન્ડ.

વૃન્દાવન, યમુના તટ ,લહેરાય  કદમની મીઠી ઠંડી છાયા  .

ઝુલા ઝુલે રાધા-ક્રિષ્ણ , દાદુર-મોર- બપૈયા નાચે થૈ થૈ થૈ .

શ્રી ક્રિષ્ણ મધુર બંસી નાદ , ક્રિષ્ણ વગાડે મીઠી મોરલી .

મીઠીશી કોયલડી આજે છે ચુપ, શાંભળવામાં બની મગન .

મધુર બંસી નાદ, ગૈયા ઝુમે ભુલે ચારો ને વાછરડુ, બની મગન .

ગોપી ભુલે સુધ બુધ,ન કોઈ પરવા, દોડે મુકી રડતા બાળ .

પ્રકૃતિ ને ધરતી  થઈ ગઈ લીન , સાંભળવા બંસી નાદ .

શ્રી ક્રિષ્ણ નામ રસ વહ્યો જાય , તૃષાવંત પીએ ભરી ભરી .

2 Comments »

વીરહ .

પીયુ વસે પરદેશ , રળવાને રોટલો .

ભુલે ઘર-બાર, કરે વેપાર , મશગુલ .

પળ લાગે મહિના , મહિના વર્ષો .

પળ – પળ ભારી , ધબકે હ્રુદિયાના ,

ધબકારા . નહી ક્યાંય ચેન , અજંપો .

આંખમાં ન સુકાય આંસુ , વહે અવિરત .

જીન્દગી હવે બની અસહાય , બની બોજ.

આવી યાદ તારી,  ગાઉ ગીત વીરહના .

હાથોમાં મહેન્દી,પહોચી સુગંધ પીયુ દેશ .

વીરહના એ ગીત સાંભળ્યા દુર દેશ .

હ્રદયની ધડકન ને રુદન અથડાયા કાનમાં,

પીયુ દિલ બેચેન ,  વીહવળ , મળવા આતુર .

યાદ આવ્યા બાળ, પત્નિ, ઘરબાર , દિલ બેચેન .

મોક્લ્યા સંદેશ ,

તારલીયા નીરખ્યા નીસ દીન,અંધારી રાત .

 જે દીન નીક્ળે ચાંદ , પધારુ નીજ દેસ .

ઘરમાં  મારે પુનમની મધુર ચાંદની .

1 Comment »

સરી જતો સમય .

સાગર કિનારે, પગ નીચેથી સરતી રેતી ,

સાગર નીર , ભરી અંજલી ,સમેટુ સાગર,

બુન્દ બુન્દ સરતા નીર,  ખાલી રહે હાથ.

બંધ આંખના નીન્દમાં જોએલા સપના ,

જાગે નીન્દમાંથી,ખુલી આંખે સરતા સપના.

જીવન રાહ કઠીન , મંઝિલ દુર અતિ દુર .

હાથમાંથી સરકતો સમય જો જાય એક વાર,

ક્દી ન આવે પાછો , જીવન હાથથી સરક્તુ જાય .

મૃત્યુ તો હકીકત , મુઆ પછી કોઈ ન ફરે પાછુ.

એક સનાતન સત્ય ,  કર્મો લઈને ફરવુ પાછુ .

કર્મો ફેરવે જન્મ મૃત્યુના ચક્રો .

1 Comment »

સબંધ

         જીવનમા હરેક સબંધ મહત્વના છે . સબંધો સાચવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીયે .એક બીજા સાથે સબંધ સારા રહે તેમાં થોડી સાવધાની વર્તવાની પણ જરુર છે . જીવનમાં આપણી પાસે ઘણા બધા સબંધો છે .

          પતિ – પત્નિ , માતા – પિતા અને સંતાનો , ભાઈ -બહેન , પરિવારના બીજા સગા તેમજપાડોસી , સમાજ ત્યાર બાદ સ્વ અને આત્મા અને સૌથી મહત્વનો સબંધ આત્મા અને પરમાત્માનો. આત્મા અને પરમાત્મા્નો સબંધ બધાજ લોકો તેને ગૌણ સમજે છે .

      પતિ પત્નિનો સબંધ , આ સબંધ ઉપર આખુ જીવન ટકેલુ છે અને ભાવી પેઢીનો આધાર તેનાપર છે . પતિ પત્નિનો સબંધ વિશ્વાસ અને પ્રેમ ઉપર ટકે છે . અને આ સબંધ મજબુત પણ છે અને નાજુક પણ છે . જો એક્બીજા માટે પ્રેમ અને વિશ્વાસ હોય તો પતિ પત્નિનો સબંધ મજબુત હોય છે.અને સાત જન્મો સુધી નભી શકે છે . જો પતિ પત્નિ  વચ્ચે વિશ્વાસ ન હોય તો સબંધ નાજુક છે . આ સબંધ ક્યારે તુટે તેનો કોઈ ભરોસો નહી . તેમાં ધીમે ધીમે પ્રેમ પણ ઓછો થતો જાય છે અને વાત છુટા છેડા સુધી આવીને ઉભી રહે છે .

            માતા-પિતા અને બાળકો વચ્ચેનો સબંધ , આ સબંધ તો વાત્સલ્ય અને પ્રેમથી ભરેલો સબંધ છે . તેમાં કોઈ સ્વાર્થ નથી અને માતા-પિતા બાળકોને વાત્સલ્ય અને પ્રેમ તો આપે. સાથે સાથે બાળકોને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે, વધારે મહત્વ બાળકોને આપે.કાળજી રાખીને બાળકોનુ ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પોતાની જીન્દગી પણ દાવ પર લગાવીને ફરજો પુરી કરીને સાથે સાથે ઉચા સંસ્કારોનુ સિંચન કરીને બાળકોને જીવન જીવવા માટે તૈયાર કરી દે છે .

            ભાઈ-બહેનનો સબંધ નિશ્વાર્થ હોય છે પરંતુ  ઘણી જગ્યાએ પૈસા ખાતર ભાઈ -બહેનના સબંધ પણ બગડતા સમાજમાં જોયા છે . નહીતો ભાઈ તો પિતાની જગ્યાએ છે અને બહેનને વાત્સલ્ય પ્રેમ આપવો જોઈએ . બહેન તો હમેશાં તેના વીરાનુ સુખ ઈચ્છતી હોય છે . અને જો ભાઈને ઘરે જાય અને ભાઈ એટલુજ પુછે આવી બેના ? અને બેનની આંખ ભરાઈ આવે અને ભાઈના પ્રેમમાં એને સ્વર્ગનુ સુખ મળી જાય છે .

         પરિવારના સગા , કાકા-કાકી , મામા-મામી, ફોઈ ફુઆ વગેરે તેમના સબંધો સાચવવા માટે પણ આપણે  હમેશાં ધ્યાન રાખીએ છીએ. બિમાર હોય , કોઈ સારો ખોટો પ્રસંગ હોય આપણે તુરંત દોડી જઈએ છીએ અને સમય આવે કાળજી પણ રાખીએ છીએ .આપણી ફરજ સમજીને સબંધ સાચવવાનો પ્રયત્ન કરીએ
છીએ .

       પાડોસીના સબંધ માટે પણ આપણે તેટલોજ પ્રયત્ન કરીએ છીએ , ઘણી વખત પસંદ હોય કે ન

હોય તો પણ મદદ કરવી પડે . મિત્ર મંડળ માટે પણ સબંધ સાચવવા માટે આપણે હમેશાં પ્રયત્ન

કરીએ છીએ . ઘણી વખત સગા કરતા મિત્ર સાથે વધારે સબંધ વધતો હોય છે અને સગાઓ કરતાં

મિત્રો વધારે મદદ કર્તા હોય છે .

          સ્વ અને આત્મા. આ સબંધ કેટલા લોકો ઓળખે છે અને સાચવી જાણે છે ?  આપણુ મન આત્માનુ સાંભળવા તૈયાર નથી . પોતાની જાતને સર્વસ્વ સમજે છે . સ્વ જ્યારે આત્મા સાથે સબંધ રાખશે ત્યારેજ પાપ કર્મ કરતાં બંધ થશે અને તેનો ઉધ્ધાર થશે .આત્મા અને પરર્માત્માનો સબંધ. આ સબંધ તો બહુજ મજબુત હોવો જોઈએ . અને મનુષ્ય જો પરમાત્માને સમજી શક્શે , પરમાત્મા સાથે સબંધ રાખે તો તેના માટે મોક્ષના દ્વાર ખુલ્લા છે .

1 Comment »

પદ્મીની .

 સુન્દર નયન ,  મૃગ નયની .

  હોઠ  લાલ ,  ગુલાબ પંખડી.

 ગાલ પર લાલી , ઉગતા સુરજ કિરણોની લાલીમા .

 ગુલાબી વાન , દીસે ખીલતા કમળ સમાન સુન્દર .

નમણી નાક નકશીકા , કેશ લાંબા  રેશમી મુલાયમ .

સુરાઈદાર ગરદન , શોભે  નવ લખા હાર .

ગાલ પર ખંજન , મધુર મુસ્કાન,  ખુલે ગુલાબ પંખડી.

મુખડુ શોભે, પુનમની રાતનો સોળે કળાએ ખીલેલ ચંદ્રમા.

લચકતી પતલી કમર , કોમળ કદમ,  હંસીની  ચાલ.

સુમધુર વાણી , સુભાષી , દાંત મોતીના દાણા સમાન.

ધીરો,સુરીલો અવાજ, કોકીલ કંઠી, શબ્દોમાં રેલાય સંગીત.

અતિ મુલાયમ માખણ સમાન કોમળ, ગુલાબી તન-બદન.

સોલે સજ્યા શણગાર, રેશમ નકશીકામ, સુન્દર વેશભુષા .

તન-બદન મહેકે, હજારો તાજા ખીલેલ લીલીના પુષ્પોની ખુશ્બુ .

સર્વ ગુણ સંપન , તન અને મનની સુન્દરતા શોભે .

શ્રી લક્ષ્મી , માદુર્ગા સમુ મુખડુ ચમકે , તેજ અપાર .

સૌન્દર્ય સામ્રાજ્ઞી  એક નારી , આતો મનુષ્ય.

શ્રેષ્ઠ નારી જાતિ  પદ્મીની .

No Comments »

સુખ – શાંતિ .

નયન તરસે એક ઝાંખી , બંધ આંખે નીરખુ શ્રી હરિ .

કદી ન આંખ ખોલુ , બંધ આંખોમાં સમાય   શ્રી  હરિ .

વાયરાની એક મધુર લહેર અથડાય શબ્દો કર્ણપ્રિય .

સંભળાય શ્રી કૃષ્ણ મધુર વાણી, બોધ, ગીતા  ઉપદેશ .

વાયરા સદા વહેતા રહેજો , રોજ લાવજો નવો સંદેશ .

અજ્ઞાની આ જીવ અંધકારમાં, જ્ઞાન રુપી જ્યોત પ્રક્ટાવજો .

જોડુ બે હાથ, નત મસ્તક,હ્રદયમાં પ્રાર્થના પુષ્પો, કરુ અર્પણ .

ઉઠે કદમ,માર્ગ થાય મોકળો,રાહ તો સતસંગની, મંઝિલ પ્રભુને દ્વાર.

જીહવા ગાયે ગુણ ગાન પ્રભુના દિન રાત , મા સરસ્વતી કૃપા.

મનડુ જઈ બેઠુ , શ્રી હરિ સ્મરણ ચિન્તન , થાય લીન .

ઈન્દ્રિઓના ઘોડાની લગામ બની મજબુત, સ્થિતપ્રજ્ઞ યોગી .

નીજાનંદ , પામુ પરમ સુખ-શાંતિ .

1 Comment »

હુ .

                         હુ કોણ ?

                  અજ્ઞાની  ન સમજે  !

                  જ્ન્મો જ્ન્મના ફેરા

                 બનતાં આત્મજ્ઞાની

                       પામે મોક્ષ .

1 Comment »

શાક્ષાતકાર.

            એકજ   ચિનગારી

              ભડકે દાવાનળ

                  એક બુન્દ

                 મોતિ  બને

                એક ક્ષણમાં

          થાય  આત્મશાક્ષાતકાર .

  હરિ રુઠે —

                   જો જગ રુઠે

               કરે સહાય પ્રભુ

                  જો પ્રભુ રુઠે

             કોણ કરે સહાય ?

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.