નીજ લીલા.
ગજબનો આ રંગારો,અજબ રંગ મીલાવ્યા.
ભરી રંગપ્યાલી ચિતારે પીછી એક ફેરવી
જંગલ-વનમાં ઉગી નીકળ્યા લીલા ઝાડ
રંગના ટપકામાંથી ફૂટી નીકળ્યા પહાડ
પીછી ખંખેરી ત્યાં ખીલ્યાં રંગબેરંગી ફૂલો
મારી એક ફુંક ત્યાં ફેલાયા સાત સમુંદર
વાદળ લુછતાં નીખર્યા મેઘધનુષના રંગ
પલક ઝબકાવી ત્યાં બની આ સૃષ્ટિ રંગીન
રંગના એક એક ટપકે ટપકે નીજ લીલા
આતો એની રમત, ખેલવા ચિતરે વારંવાર.