Archive for March, 2011

આત્મ ચિન્તન-૨

     ( પૂજ્ય તરૂલતાબાઈ મહાસતીજી )

                 (  સંસાર દશા )

 હુ આત્મા છુ …  હુ આત્મા છુ …

સંસાર દશા એ મારી દશા નથી .

અજ્ઞાનને કારણે , પર સંયોગને કારણે…

સંસાર  દશા  ઉભી  થઈ  છે .

એ દશા હવે વધુ વખત નહી જોઈએ .

બહુ ભટક્યો … બહુ રખડ્યો …

આ સંસાર દશામાં ક્યાંય પણ જીવને…

શાંતિ ન મળી … સુખ ન મળ્યુ …

તૃપ્તિ કે આનંદ ના મળ્યા …

એવી ભટકાવનાર …  રખડાવનાર ,

સંસાર દશા હવે નથી જોઈતી   .

અજ્ઞાનને છેદી , સ્વ પરના જ્ઞાનને …

પ્રાપ્ત કરૂ , મારો સંસાર પતી જાય …  .

આ સંસારે મને પીડા આપી …

વેદના આપી , દુઃખ આપ્યુ  …

હવે  એ  દશાને  પામુ …

જે  દશામાં , માત્ર આનંદ…આનંદ…

માત્ર સુખ…માત્ર…સમ્યકવેદન…..

માત્ર સ્વ સ્વભાવનુ અખંડ જ્ઞાન…

એનુ એજ અખંડ…અભય…અવિકારી …

અવિનાશી એવા સ્વરૂપને માણુ …

એવા  સ્વરૂપને જાણુ  .

ઉચ્ચ કુળ મળ્યુ …જૈન ધર્મ મળ્યો…

વીતરાગની વાણી મળી…

સંતોનો સંગ મળ્યો…હવે સંગથી અસંગ થઈ…

આત્મામાં તન્મય થાઉ …બસ થાઓ …

સંસાર બસ થાઓ …

જન્મ મરણ એ સર્વથી પર થઈ …

માત્ર એક…આત્મ ભાવમાં લીન થવુ છે .

એ માટે શુધ્ધાત્માનુ ચિન્તન …

હુ…આત્મા છુ …હુ અત્મા છુ …હુ આત્મા છુ …

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

3 Comments »

આત્મ ચિન્તન-૧.

     {  બા.બ્ર.પૂજ્ય ર્ડા.તરૂલતાબાઈ મહાસતીજી નો ગ્રંથ

                     ” હુ આત્મા છુ ”

     માંથી  લીધેલી આત્મ ચિન્તનની રત્ન કણિકા  }

                       (વીતરાગતા)

હુ આત્મા છુ…… હુ આત્મા છુ.

વીતરાગતા મારૂ સ્વરૂપ……. .

હુ રાગ રૂપ નથી…… દ્વેષરૂપ પણ નથી .

રાગ દ્વેષથી ભિન્ન …. માત્ર શુધ્ધ….

નિર્મળ….. અવિકારી…. સ્વરૂપ મારુ.

રાગ  અને  દ્વેષ  વિકાર છે ,રાગ અને દ્વેષ સમલતા છે.

મારા શુધ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ હોય નહી .

અજ્ઞાને ભૂલ્યો છુ……. ભાન ભૂલી……

રાગાદીને   મારા    માની   રહ્યો છુ .

તેથીજ રાગ અને દ્વેષની પ્રિતિ છુટતી નથી .

આત્માને પામવા માટે, નિજાનંદના અનુભવ માટે,

રુચી બદલવાની જરૂર છે ……

અનંતકાળથી સંસારની રૂચીને કારણે

સંસારે ભટક્યો છુ………….

હવે સંસાર નથી જોઈતો, ભવ નથી જોઈતો .

જન્મ કે મરણ નથી જોઈતા ………

માટે મારી  રૂચીને  બદલી દઉ.

સ્વમાં સમાઈ જઉ, નિજાનંદનો અનુભવ કરૂ .

હુ આત્મા છુ…..હુ આત્મા છુ….. હુ આત્મા છુ .

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

5 Comments »

શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર.

  આજે શિવરાત્રિનો અતિ પાવન અને પવિત્ર દિવસ છે.

  શિવ ઉપાસના અને આરાધનાનો  દિવસ છે .

  પ્રેમથી શિવજીનુ સ્મરણ કરીએ .

                        ૐ નમઃ શિવાય

ન= નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,  ભસ્માંગરાગાય મહેશ્વરાય

       નિત્યાય શુધ્ધાય દિગંબરાય,  તસ્મૈય નકારાય નમઃ શિવાય

      ( મોટા મોટા સર્પોના હાર પહેરનારા , ત્રણ નેત્રવાળા ભસ્મના

      અંગરાગને શરીર પર લગાડનારા મહેશ્વર નિત્ય શુધ્ધ અને

      દીશારૂપી વસ્ત્ર વાળા એવા તે નકારાક્ષર રૂપ શંકરને મારા

     નમસ્કાર હો . )

મ= મંન્દાકિની સલીલ ચંદન ચર્ચીતાય, નંદીશ્વરઃ પ્રમથનાથ મહેશ્વરાય

      મંન્દાર પુખ્ય બહુ પુષ્પ સુપૂજીતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય

    ( ગંગાના જલયુક્ત ચંદનને ચોપડનારા , નન્દીના ઈશ્વર , પ્રમથના સ્વામી

    અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પ અને બીજા વિવિધ પ્રકારના પુષ્પો વડે

    પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો )

શિ= શિવાય ગૌરીવદનાબ્જવૃન્દ , સૂર્યાય દક્ષાધ્વર નાશકાય

       શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય, તસ્મૈય શિકારાય નમઃ શિવાય

      ( કલ્યાણરૂપ, પાર્વતિના વદનરૂપ કમળને ખીલવનારા ,સુન્દર સૂર્યરૂપ

      દક્ષના યજ્ઞનો નાશ કરનારા , શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં

     વૃષભનુ ચિન્હ છે એવા તે શિકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો. )

વ= વસિષ્ઠ-કુમ્ભોદભવ-ગૌતમાય , મુનીન્દ્રદેવારચીતશેખરાય

       ચંદ્રાર્કવૈશ્વાનર લોચનાય, તસ્મૈય વકારાય નમઃ શિવાય

        ( વસિષ્ઠ , અગસ્ત્ય ,ગૌતમ વગેરે મહા મુનિઓએ તેમજ દેવોએ જેમને

        માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંન્દ્ર , સૂર્ય અને વૈશ્વાનર અગ્નિરૂપ

        ત્રણ નેત્ર વાળા તે વકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો . )

ય= યજ્ઞ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય સનાતનાય

        દિવ્યાય દેવાય દિગંબરાય , તસ્મૈ યકારાય નમઃ શિવાય

       ( યજ્ઞ સ્વરૂપ જટાને ધારણ કરનારા , જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે

      એવા સનાતન દીવ્ય દેવ અને દિશારૂપી વસ્ત્ર વાળા એવા યકારાક્ષર રૂપ

       શંકરને મારા નમસ્કાર હો . )

                              ( ફલ શ્રુતિ )

          પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠોચ્છિવસંનિધૌ ,

          શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે .

    ( શંકરના આ પવિત્ર એવા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમિપમાં

   પાઠ કરે છે તે શિવલોકમાં જઈ શંકરની સાથે આનંદ કરે છે . )

4 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.