Archive for August, 2011

રૂપલે મઢ્યુ ગગન .

અંગે  કાળી કામળી ઓઢી પોઢ્યા નીન્દરમાં ચાંદ-સૂરજ .

ટમ- ટમ ઝીણા- ઝીણા દીપ, ઝઘમઘ ચમકે  તારલીયા .

અનગણીત દીપ નભ પર , કાળી કામળીએ જડ્યા હીર .

રૂપલે મઢ્યુ ગગન , કાળી-કાળી રળીયાળી ચમકતી રાત .

ધરતી પર ઝઘમઘ ઝબકારા દે ક્યાંક  ઘૂમતો આગીયો .

મંદ-મંદ મુશ્કરાતા વહેતા ઝરણાં , ખળ-ખળ વહેતી સરિતા .

લહેરાય ધીમા વાયરા, છેડે સંગીતના સૂર,નૃત્ય કરતા વૃક્ષો .

પગદંડી પર પડ્યા પડછાયા,ચાર પગલાં, કોણ ચાલ્યુ જાય .

છમ-છમ પાયલ, ઠુમકતી ચાલ, પીયા સંગ મતવાલી નાર .

ચાંદ સમાન મુખડુ ગોરીનુ , મોહ્યુ મનડુ  નીરખી સુન્દરગોરી .

ચાંદની ઉતરી ધરતી પર  આજે , પ્યારી પ્યારી પુનમની રાત .

1 Comment »

શ્રી શિવષડક્ષર સ્તોત્રમ .

                                  શ્રી શિવષડક્ષર સ્તોત્રમ

                                            [ ૧ ]

                    ૐકારં બિન્દુસંયુકત્મ , નિત્યં ધ્યાયંતિ યોગિનઃ

                    કામદં મોક્ષદં ચૈવ ,  ૐકારાય  નમો  નમઃ

( બિન્દુયુક્ત એવો જે ૐકાર-પ્રણવ કે જે ઈચ્છાને પૂર્ણ કરનાર અને મોક્ષને આપનાર છે .

તેનુ  યોગીઓ નિરંતર ધ્યાન કરે છે . માટે તે ” ૐકાર ” રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                                [ ૨ ]

                             નમંતિ ઋષયો દેવો , નમંત્યપ્સરસાં ગણા

                             નરા નમંતિ દેવેશં , નકારાય નમો નમઃ

( દેવોના ઈશ્વર શંકરને, ૠષિઓ અને દેવો નમન કરે છે .અપ્સરાઓના ગણો નમન કરે છે

અને મનુષ્યો પણ નમન કરે છે .માટે તે ” નકાર ” વર્ણરુપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ).

                                                 [ ૩ ]

                            મહાદેવં મહાત્માનં , મહાધ્યાનં પરાયણમ

                               મહાપાપહરં દેવં , મકારાય નમો નમઃ

( જે મહાદેવ, મહાત્મા, મહાધ્યાન યુક્ત અને મહાપાપને નાશ કરનાર દેવ છે

   તે ” મકાર ” વર્ણરૂપ   શંકરને મારા વારંવાર પ્રણામ હો ) . 

                                             [ ૪ ]

                            શિવં શાંતં જગન્નાથં , લોકાનાં ગ્રહકારકમ

                            શિવમેક પદં નિત્યં , શિકારાય નમો નમઃ

( જે કલ્યાણરૂપ , શાંત , જગતના નાથ , લોકો પર અનુગ્રહ કરનારા, મોક્ષરૂપી એક સ્થાનભૂત

  અને નિત્ય છે તે ” શિકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૫ ]

                    વાહનં વૃષભો યસ્ય , વાસુકિ કંઠ ભૂષણમ

                   વામે શક્તિ ધરં દેવ , વકારાય નમો નમઃ

( વૃષભ નંદી જેમનુ વાહન છે , વાસુકી જેમના કંઠનો અલંકાર છે અને પોતાના વામભાગને વિષે જે દેવે

  શક્તિ-પાર્વતિને ધારણ કરેલા છે તે ” વકાર ” વર્ણરૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                         [ ૬ ]

                       યત્ર યત્ર સ્થિતો દેવં , સર્વ વ્યાપી મહેશ્વર 

                       યો ગુરુ:  સર્વદેવાનાં , યકારાય નમો નમ:  

( જે જે ઠેકાણે સર્વ વ્યાપી દેવ મહેશ્વર રહેલા છે .તે તે સ્થાન રૂપ અને જે સર્વ દેવોના દેવ ગુરુ છે

         તે  ” યાકાર ” વર્ણ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો ) .

                                      [ ૭ ]

                    ષડક્ષરમિદં સ્તોત્રં , ય  પઠેચ્છિવસંનિધૌ

                    શિવલોકમવાપ્નોતિ , શિવેન સહ મોદતે .

( આ છ અક્ષરના સ્તોત્રનો જે મનુષ્ય શંકરની સમીપમાં પાઠ કરે છે તે શિવલોક્ને

   પ્રાપ્ત થઈ શંકરની સાથે આનંદ ભોગવે છે  )

             ૐ શાંતિ :          ૐ શાંતિ :            ૐ શાંતિ:

3 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.