સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે . પણ
સત્ય એના સત્યના રૂપમાં હોવુ જોઈએ , એની વ્યાખ્યામાં હોવુ જોઈએ .પોતાનુ
સાચુ ઠરાવવા માટે લોકો પાછળ પડે છે, પણ સાચાને સાચુ ઠરાવશો નહી .
સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવુ કે તમારુ સાચુ નથી .કંઈક
કારણ છે એની પાછળ, એટલે સાચુ કોને કહેવાય ? સાચી વાતને સાચી ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામુ
જોવાનુ નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ .સત્ય હોવુ જોઈએ ,પ્રિય હોવુ જોઈએ, હિતવાળુ હોવુ જોઈએ ,
ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવુ જોઈએ , એનુ નામ સત્ય કહેવાય .એટલે સત્ય , પ્રિય ,હિત અને મિત
આચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે , નહી તો અસત્ય છે .
( નગ્ન સત્ય , ના શોભે . )
નગ્ન સત્ય બોલવુ એ ભયંકર ગુનો છે . કારણ કે કેટલીય બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતુ હોય તે
બોલાય .કોઈને દુખ થાય એવી વાણી સાચી-કહેવાતી જ નથી . નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ
તો એ ય જૂઠુ કહેવાય .
નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ? કે પોતાનાં મધર હોય તેને કહેશે ‘ તમે તો મારા બાપના વહુ થાવ ‘
એવુ કહે તો સારૂ દેખાય ? આ સત્ય હોય તો પણ મા ગાળો ભાંડે ને ? મા શુ કહે ? મુઆ મોઢુ ના દેખાડીશ .
અરે આ સત્ય કહુ છુ , તમે મારા બાપના વહુ થાવ , એવુ બધાં કબુલ કરે એવી વાત છે ? પણ એવુ ના
બોલાય . એટલે નગ્ન સત્ય ના બોલવુ જોઈએ .
( સત્ય પણ પ્રિય ખપે )
એટલે સત્યની વ્યાખા શુ કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવુ હોવુ જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી
કહેવાય ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી . સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં
સાચુ હોવુ જોઈએ .તે ય પાછુ સામાને પ્રિય હોવુ જોઈએ .
લોકો નથી કહેતા કે ‘ એય કાણિયા તુ અહી આવ ‘. તો એને સારુ લાગે ? અને કોઈ ધીમે રહીને કહે ,
ભઈ તમારી આંખ શી રીતે ગઈ ? તો એ જવાબ આપે કે ન આપે ? અને એને કાણિયો કહીએ તો ?
પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મુક્યો , સત્ય એ પ્રિય જોઈએ .
નહી તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતુ નથી .કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’
કહેવુ .એમને ડોશી કહ્યા હોય તો એ કહે ,રડ્યો મને ડોશી કહે છે ? હવે અઠ્યોત્તેર વર્ષનાં , પણ પેલાં ડોશી
કહે તો પોષાય નહી શાથી ? એમને અપમાન જેવુ લાગે . એટલે આપણે એમને માજી કહીએ કે ‘માજી આવો’
તો એ રૂપાળુ દેખાય અને તો એ ખુશ થઈ જાય . શુ ભઈ .પાણી જોઈએ છે ? તમને પાણી પાઉ ? કહેશે
એટલે પાણી-બાણી બધુ ય પાય .
( પૂજ્ય શ્રી દાદા ભગવાન ) .