વેલેનટાઈન ડે.
વેલેનટાઈન ડે, પ્રેમ માટે મશહુર છે. આખી દુનિયા આ દિવસ ઘણીજ ખુશી અને બધા પોતાની રીતે ઉજવે છે. જેના નામ પરથી આ દિવસ ઉજવાય છે,તેમનુ નામ છે વેલેનટાઈન.ત્રીજી સદીમા રોમની અન્દર કેથોલીક ચર્ચમા તે પ્રીસ્ટ (પંડિત),સેન્ત હતા. તે વખતે રોમનો રાજા ક્લોડીયસ-૨,વિચારતો હતો લગ્ન કર્યા વિનાનો સિપાઈ સારો સિપાઈ બની શકે એટ્લે તેણે સિપાઈઓએ લગ્ન નહી કર્વાનો કાયદો બનાવ્યો છ્તાપણ વેલેનટાઈન છુપી રીતે પ્રેમી યુગલને લગ્ન કરાવી આપતા હતા. જ્યારે રાજાને ખબર પડી ત્યારે તેણે વેલેન્ટાઈનને ફાસીની સજા આપી.
બીજા કોઈનુ માનવુ છે કે વેલેનટાઈનને જેલમા જેલરની છોકરી સાથે પ્રેમ થયો હતો અને મર્તા પહેલાતેમણે તેમની પ્રેમિકાને પ્રેમપત્ર લખ્યો હતો અને નામ હતુ( તારા વેલેનટાઈન તરફથી )આધેડવયની ઉમરે તેમને પ્રેમ થયો હતો.તેમનુ જે વ્યક્તિત્વ હતુ તે બહુ્જ પ્રભાવશાળી હતુ તેને લીધે તે ઈન્ગલેન્ડ અને ફ્રાન્સમા ઘણાજ મશહુર સેન્ત હતા.
કોઈ વળી એમ માને છે, રોમન જેલમાથી કેદીઓને મુક્ત કરવામા મદદ કરતા હતા એટ્લે તેમને મારીનાખવામા આવ્યા. આમ પોતે દુનિયાને પ્રેમનો સન્દેસ આપીને ગયા અને ઈતિહાસમાં અમર બની ગયા.આજે પણ તેમની યાદમા આ દિવસ દુનિયાભરમા ઉજવાય છે.
પ્રેમ એ ભગવાને મનુશ્યને આપેલી એક અણમોલ ભેટ છે, પ્રેમ વિના જીવન અશક્ય છે.માણસનેસૌથી વધારે ભુખ પ્રેમની છે, કોઈ પણ ઉમર હોય, બાળક,યુવાન,આધેડ અને વૃધ્ધ દરેક્ને પ્રેમની જરુર છે.માણસના જીવનમા પ્રેમ હશે તો તેને જીવન એક્દમ ખુશ અને સુખી લાગશે, જીવન જીવવા જેવુ લાગશે.જીવનમા પ્રેમ નહી હોય તો જીવન નિરસ અને દુખી લાગશે.ભગવાને આપણામા જે ત્રણ ગુણો, તમોગુણ,સત્વગુણ અને રજોગુણ આપ્યા છે તેને લીધેજ આપણને બધી લાગણીનો અનુભવ થાય અને આપણેએક બીજાને પ્રેમ કરી શકીયે છીયે. પ્રેમ એટ્લો ઘહેરો વિષય છે કે જેના ઉપર આખુ પુસ્તક લખી શકાય.ભગવાને જીવન આપ્યુ , તો જીવનમાથી નફ્ર્રત,ઈર્શા,વેરઝેર મુકીને,છોડીને બસ બધા માટે દિલમા પ્રેમ રાખવો જોઈએ. પ્રેમથીજ જીવેલુ જીવન ધન્ય છે.