વીર.

નાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર

નાનીના હૈયામાં  ખુશીઆનંદ ન સમાય,

ગુલાબ કલીની પંખડી સમા લાલ અધર

રેશમી કેશ,ચમકીલા નયન,કોમલ બદન

બાલ ક્રિષ્ણ સમાન દીસે સુંદર મુખારર્વિંદ,

કહું તને હું ચાંદ કે કહું તને  સૂરજ કે વીર

નીરખી રૂપ વીરનુ, છલક્યું મમતા ઝરણું,

નાજુક હાથે ઝટ પકડી નાનીની  આંગળી

કરતો ઈશારા હું પણ બનીશ હાથ લાકડી,

વીર મારો લાડલો,દુલારો મધુર મુશ્કરાતો

નાની,હસી હસી વ્હાલથી લેતી  ઓવારણા

ગાતી  હાલરડા, કુંવર પોઢતો મીઠી નીંદર,

પપ્પાનો પ્યારો, મમ્મીનો જીગરનો ટુકડો

નાનીના દિલની, મીઠી- મધુર  ધડકન .

1 Comment »

One Response to “વીર.”

  1. DR. CHANDRAVADAN MISTRY on 14 Dec 2013 at 10:58 am #

    નાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર

    નાનીના હૈયામાં ખુશીઆનંદ ન સમાય,
    Who is that VIR RAJKUVAR ?
    Who had filled NANI’s HEART !
    Nice Kavya Post !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.