વીર.
નાનીને ઘેર પધાર્યો દિકરીનો રાજકુંવર
નાનીના હૈયામાં ખુશીઆનંદ ન સમાય,
ગુલાબ કલીની પંખડી સમા લાલ અધર
રેશમી કેશ,ચમકીલા નયન,કોમલ બદન
બાલ ક્રિષ્ણ સમાન દીસે સુંદર મુખારર્વિંદ,
કહું તને હું ચાંદ કે કહું તને સૂરજ કે વીર
નીરખી રૂપ વીરનુ, છલક્યું મમતા ઝરણું,
નાજુક હાથે ઝટ પકડી નાનીની આંગળી
કરતો ઈશારા હું પણ બનીશ હાથ લાકડી,
વીર મારો લાડલો,દુલારો મધુર મુશ્કરાતો
નાની,હસી હસી વ્હાલથી લેતી ઓવારણા
ગાતી હાલરડા, કુંવર પોઢતો મીઠી નીંદર,
પપ્પાનો પ્યારો, મમ્મીનો જીગરનો ટુકડો
નાનીના દિલની, મીઠી- મધુર ધડકન .