આવી તારી યાદ.
ક્યાંક નદીઓની ઉદાસી કિનારે પડી છે
ક્યાંક તારી યાદોની મોસમ વહી રહી છે
ઝાંઝવાના નીરીની કથા વચ્ચે તૂ વસે છે
ધરતી પર તરસ્યાં ત્યા મેઘા ઉચે ચડી છે
પંખીના કલરવ જેવી એક ઈચ્છા સળવળે છે
ઘાયલ દિલ! આ કેવી વીરહની એક પળ છે
જ્યાં એકાંતે આવી છે સાજન તારી યાદ
મારા સુવાળા એ દિવસોની એ સુખદ પળો
કહેવાય છે જીન્દગી એ હવે અહી અટવાઈ છે
લાગણીના એ પ્રવાહો ક્યાં વહી ગયા હવે
ખળખળ વહેતાં શીતળ ઝરણાં બુઝે ન પ્યાસ.