Archive for May, 2010

વહુ ઉવાચ.

સાસુ ( જયા) — બેટા રિતિકા.

રિતિકા– હા મમ્મી.

જયા– બેટા,તમે બહાર જાવ ત્યારે, મારે તમારુ કામ હતુ.

રિતિકા– શુ કામ હતુ મમ્મી ?

જયા– તમારા પપ્પાને પંચોતેર વર્ષ થાય છે,  બે દિવસ પછી તમારા પપ્પાનો જન્મ દિવસ આવે છે.

રિતિકા–બહુ સરસ.

જયા– હુ વિચારતી હતી, આ વખતે આપણે કેક કાપશુ, તો તમે કેક્નો ઓર્ડર કરી આવશો ?

 રિતિકા– મમ્મી, તમે રોહનને કહો તે ઓર્ડર કરી આવશે.

જયા– ભલે બેટા.

( એટલામાં રોહન રુમની બહાર નીકળે છે.)

જયા– રોહન બેટા,

રોહન– હા મમ્મી,

જયા– બેટા બે દિવસ પછી તારા પપ્પાની વર્ષગાંઠ( જન્મ દિવસ ) છે.

            મારી ઈચ્છા છે આ વખતે આપણે કેક કાપીયે, કેમકે આ વખતે, તારા પપ્પાને ૭૫ વર્ષ થાય છે.

રોહન– મમ્મી  બહુ  સારી વાત છે, પરંન્તુ હુ બહુ વ્યસ્ત છુ,  આ બધી વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી.

             બધુ રિતિકા સંભાળે છે, તમે રિતિકાને કહો,તે તમારુ કામ કરી દેશે.

          (  એટલામા જયાની સહેલી નીનાનો ફોન આવ્યો. )

નીના– હલ્લો જયા, કેમ છે ? જય શ્રિ ક્રિષ્ણ.

જયા– બસ શાન્તિ છે.જય શ્રિ ક્રિષ્ણ. તુ બતાવ તે કેમ ફોન કર્યો ?

નીના– બે વિક પછી મારા પતિની વર્ષગાઠની પાર્ટી મારા દિકરી-જમાઈએ રાખી છે, તો તમારે બધાએ

             આવવાનુ છે. વધારે વાત ફરીથી કરીશ. રિતિકા ક્યા ગઈ તેને ફોન આપ વાત કરુ.

રિતિકા — કેમ છો આન્ટી ? જય શ્રિ ક્રિશ્ન.

નીના– જય શ્રિ ક્રિષ્ન રિતિકા, મારા દિકરી જમાએ તેના પપ્પાની

              જન્મ દિવસની પાર્ટી રાખી છે, તમારે બધાએ આવવાનુ છે.

રિતિકા– ભલે આન્ટી.

રિતિકા( સાસુને)– મમ્મી નીના આન્ટીના દિકરી જ્માઈ કેટલા સારા છે. જમાઈ પણ કેટ્લા સારા

                   કહેવાય સસરાની વર્શગાંઠ ઉજવી રહ્યા છે.

No Comments »

દિકરી.

દિકરી  આજે  પરાઈ  થઈ,  દીધા  કન્યાદાન.

હ્રદય પર મુક્યા પત્થર, પ્રેમથી સોપી પારકી થાપણ.

દિકરી તુ તો શે ને સાપનો ભારો ?તુ તો તુલસી ક્યારો.

આંગણે ફરતી ચરકલડી, ગઈ ઉડી,આંગણ કીધા સુના,કીધા સુના હૈયા.

દાદાજીની લાડકડી, પિતાના જીગરનો  ટુકડો, માની મમતાનો આંચલ.

દાદાજી  પાટે બેસી રોએ,  કોણ મનાવે દાદાજી ?

બાબુલ રોએ, ખુણે ખુરસી પર બેસી,કોણ મનાવે બાબુલ ?

માની મમતા રોએ, કોણ મનાવે માતા?

 દિકરી એતો તારુ કામ,પ્રેમથી તુ મનાવતી હતી બધાને.

ઘરમા તારી દોડા દોડી, સૌની રાખે સંભાળ.

પરાયા કીધા પોતાના, આછેરી તારી માયા.

કોણ સંભળાવશે મીઠા બોલ, તુ તો મારી પોપટડી.

કોણ સંભળાવશે મીઠા ગીત, તુ તો મારી કોયલડી.

તારો ટહુકો સંભળાય કાનમા,અશ્રુધારા વહે નયન.

તુ તો ચાલી ગઈ,  શ્વસુર ઘર કરવા ઉજ્વળ.

દીપક થઈ અજ્વાળા પાથરજે,મમતા કરજે ન્યોછાવર.

તને, દાદાજી ને માત-પિતાના આશિર્વાદ.સુખી રહે સદા.

1 Comment »

સ્વપ્ન.

સપનામા મે બાંધ્યા રેતીના મહેલ ,

રત્ન જડિત શિહાસન શોભે, સુન્દર.

આસુયે ચિતર્યા મોરલા, મોતિડા જ્ડ્યા પંખ.

તારલીયા જ્ડ્યા સરિતા, સરોવર નીર, ને વૃક્ષ,

તારલીયા ટમ ટમે સરિતા, સરોવર નીર, ને વૃક્ષ.

સાગરમાં સહેલગાએ નીકળ્યા, લઈને નૈયા.

ચાંદ–સુરજ, ને તારલીયા, ન હાથમાં હલેસા.

સોના રુપાનો મારો ઝુલો,  જડ્યા હિરા માણેક.

ઝુલા ઝુલે રાધારાણી,  ઝુલાવે નંદકિશોર.

2 Comments »

માયા.

જીવન જાણે,  થંભી ગયુ, ન કોઈ કામના.

કાળજુ કોરીને, ઝીલ્યા કલેજે ઘાવ.

અશ્રુધારા વહે  નીત્ય, યાદમા તારી.

મૃત્યુની ઝંખના, ન જીવવાની આશ.

માગ્યા મોત મળે નહી,જીવન અતિ ક્ઢીન.

અશ્રુબિન્દુ નયનમા,દુનિયા ભાસે શુન્ય.

શુન્યમાથી સર્જન થયુ,શુન્યમા સમાય.

હુ તારી, તુ મારો, જુઠી જગની માયા.

એકલા જ આવ્યા,એક્લા જ જવાના.

આતો કર્મ બંધનના ફેરા.

1 Comment »

સુમંગલ પ્રભાત.

સુમંગલ પ્રભાતે, આકાશમા ઉડતા પક્ષીઓ,

વૃક્ષો પર બેઠેલા પક્ષીઓનો કલરવ. કોયલની કુહુ, કુહુ.

મંન્દિરના ઘન્ટનાદ,આરતીની ઝાલર, નગારા અને શંખ નાદ.

પનિહારીની પાયલની છમ- છમ,દહી મંન્થન કરતી નારીની ચુડીયોની ખન-ખન.

પારણામા ઝુલતુ, શીશુનુ  કિલકારી  ભરેલ હાસ્ય , અને રુદન.

ગાયોનુ  ધણ  હાક્તા, ગોવાળીયાની વાસળીના  સુર.

ટોળામા ચાલતી ગાયોના ગળાની ઘંટડીના નાદ.

દુધ દોતી નારી, તામડીમા પડતી દુધની ધારના સ્વરો.

કુવામાથી પાણી ખેચતી નારી, પાણી ભરાતા ઘડાનો નાદ.

વહેતો પવન,રેલાવે સંગીત, કાનમા અથડાય સ્વરો.

આકાશની લાલીમા, ખીલતી કુદરત, સુમંગલ પ્રભાત.

1 Comment »

વહુ ઉવાચ.

વહુ ( રિતિકા) — રોહન આજે મારુ માથુ  બહુ દુખે છે, માથુ દબાવી આપ.

રોહન ( પતિ) –ઓકે માય હની.

રિતિકા — રોહન ફ્રીજમાથી એડવીલ લાવી આપ,અને સાથે ક્ડક ચા પણ   લઈ આવજે.

રોહન — ઓકે માય હની.

રિતિકા — ચા થાય ત્યા સુધી માથે બામ પણ લગાવી આપને.

રોહન — ઓકે માય હની.

રિતિકા — ઓકે માય હની, ઓકે માય હની શુ કર્યા કરે છે? હુ મરી જઈ રહી છુ,

                  અને મમ્મી આરામથી ઉઘ્યા કરે છે.

રોહન — શાન્ત થા, શાન્ત થા હમણા તારુ માથુ દુખતુ ઓછુ થશે.

               ( બે દિવસ પછીથી )

સાસુ — રિતિકા બેટા.

રિતિકા — હા મમ્મી.

સાસુ — બેટા આજે જાબ પર ના જતા.

રિતિકા — કેમ મમ્મી ?

સાસુ — આજે મારા પગ  બહુ દુખે છે, ઘરનુ કામ હુ નહી શંભાળી શકુ.

રિતિકા — પપ્પા ઘરમા છે ને ? તેમને  કહો તે બધુ કામ કરશે.

                 ખાલી પગ દુખે છે તેમા આખુ ઘર માથા પર ઉઠાવ્યુ છે.

                 મારે જાબ પર રજા પાડવાની ક્યા જરુર છે ?

No Comments »

સાઈબાબા.

બધાજ   ભગવાન વિષે  બધાને જ માહિતી હોય  છે પરંન્તુ  આજે  શીરડી સાઈબાબા માટે લખવાનુ     મન થાય છે.  શીરડી સાઈબાબાનુ વ્યક્તિત્વ સાવ જુદુ હતુ. બાર વર્શની ઉમરે શીરડીમા પ્રગટ થયા અને પછીથી ત્યાજ કાયમ માટે નિવાસ કર્યો. તેમનો  જ્ન્મ, ગામ, માતા – પિતા, તેમની જાતી કોઈને ખબર નથી. પરંન્તુ તેમને ગીતા મોઢે હતી અને કુરાનનુ પણ જ્ઞાન હતુ. એટ્લે જ  હિન્દુ અને મુસલમાન તેમના ભક્ત હતા. બાબાની આજ્ઞાથી  રામનવમી અને મુસલમાનોનુ ઉરુસ સાથેજ ઉજવાતુ. સાઈબાબા દરરોજ  ભીક્ષા માગવા નીકળતા હતા. ભીક્ષામા ભેગુ કરેલ ભોજન પશુ-પક્ષીઓને ખવડાવી દેતા હતા. તેમને માટે  ભોજન  લક્ષ્મીબાઈ જાતે બનાવીને પોતાને ઘરેથી લઈ આવતા હતા.લક્ષ્મીબાઈ નાની ઉમરથી , સાઈબાબાએ  સમાધી  સમાધી લીધી ત્યા સુધી બાબાની સેવા કરી છે.બાબા હયાત હતા ત્યારે પણ ભક્તો તેમના દર્શન કરવા માટે જતા હતા. જે ભેટ આવતી હતી તે પૈસા જરુરિયાતમંદને આપી દેતા, પોતાની પાસે એક પણ પૈસો રાખતા  નહી. સાઈબાબા એક અવતારી પુરુષ હતા. તેમના જેવા સદગુરુ અત્યાર સુધી કોઈ થયા નથી.

            સાઈબાબાનુ જીવન એકદમ સાદુ હતુ,  ફાટેલા ક્પડા, સુવા માટે ફાટેલી   ચાદર, માથે   ઈટનુ ઓશિકુ, હાથમા ભીક્ષા પાત્ર.  ન ધન-દોલતનો  મોહ, ન તેમણે કોઈ ધર્મ કે સંપ્રદાયની   સ્થાપના કરી. હમેશા    બોલતા સબકા માલિક એક. શ્રધ્ધા–સબુરી એ એમનો મંત્ર હતો. ભોજનમા જે  મળેતે ખાઈ લેતા. એક મસ્ત ફકીરની    જીન્દગી   વીતાવતા હતા. તેમને ન ગાદીની પરવા, ન ગુરુ હોવાનુ અભિમાન. કોઈ પણ ભગવાન માટે લખવામા આપણે અ સમર્થ છીયે છતા પણ આપણે તેમના ગુણ ગાયા વિના ન રહી શકીયે, સાઈબાબા માટે પણ જેટલુ લખીયે એટલુ ઓછુ છે.

         શ્રી હેમાડપંત લિખીત સાઈસચ્ચરિત્રમા ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આપણા દિલને સ્પર્શી જાય. સાઈબાબાની હયાતીમા અને સાઈબાબાની  આજ્ઞાથી હેમાડપંતે આ ગ્રન્થ લખ્યો.આ ગ્રન્થમા એક પ્રસંગનુ વર્ણન આવે છે, રામનવમીના    દિવસે શીરડીમા લાખોને હિસાબે લોકો ભેગા  થતા હતા. લોકો દુર- દુરથી આવતા હતા, આજે એક વૃધ્ધા દુરથી સઈબાબાના દર્શન કરવા માટે નીકળી છે, સાથે તેણે સાઈબાબાને ભોગ ધરાવવા માટે એક રોટલો અને એક કાદો સાથે લીધો છે. પોતે બહુ જ ગરીબ છે એટલે તે સારી વસ્તુ લાવી શકી નથી. છતાપણ પ્રેમથી રોટલો લાવી છે. ચાલતા , ચાલતા રસ્તામા તેને ભુખ લાગે છે, તે ચાલીને થાકીપણ ગઈ છે. એટલે એક ઝાડ નીચે બેઠી, હુ રોટલો ખાઈ જઈશ તો સાઈબાબાને શુ આપીશ.પરંન્તુ તેને ભુખ  બહુ જ લાગેલી હતી એટલે તેણે અડધો રોટલો અને અડધો કાદો ખાઈ લીધો.અને ત્યાથી શીરડી જ્વા માટે નીક્ળી, શીરડી  પહોચી પરંન્તુ ભીડ એટ્લી બધી હતી કે સાઈબાબાની નજીક  પહો્ચી શકાય તેમ ન હ્તુ. આ બાજુ બપોરે ભોજનનો  સમય થઈ ગયો છે, અને સાઈબાબા માટે થાળ ધરાવ્યો, આજે  ભોજનમા જાત-જાતના પક્વાન પીરસાયા છે, પરંન્તુ બાબા  કહે મારે ભોજનની હજુ વાર છે, લોકો સમજી નથી સકતા આજે બાબા આવુ કેમ બોલે છે.ત્યાજ બાબા બોલે છે, ટોળાની  બહાર બુઢી માઈ છે તેને અહીયા લઈ આવો.  માઈને સાઈબાબા પાસે લઈ આવ્યા સાઈબાબાએ તરત જ કહ્યુ માઈ મારો ભોગ ક્યા છે ? માઈને શરમ આવી આ અડધો રોટલો બાબાને કેવી રીતે આપુ ? સાઈબાબા બોલ્યા હુ સવારથી ભુખ્યો બેઠો છુ મને ભોજ્ન નહી કરાવે? વૃધ્ધા તો સાઈબાબાના ચરણોમા પડીની ચોધાર આસુએ રડવા લાગી , મુજ ગરીબ પર આટલી બધી દયા?સાઈબાબાએ એક ગરીબનો રોટલો ખાધો અને પક્વાન ઠોકરાવ્યા , આ હતો બાબાનો ભક્તો પર પ્રેમ.

          સાઈબાબા અન્તર્યામી હતા ભક્તના દરેક ભાવ સમજી જ્તા હતા. ભક્તોને અનેક રુપ ધારણ કરીને મદદ કર્તા હતા. અને આજે પણ કરે છે.  આ કામ ફ્ક્ત ભગવાન જ કરી શકે. સાઈબાબા એક સાચા સંન્ત, એક સાચા સદગુરુ હતા. સાઈબાબા પોતે બોલતા હતા એક દિવસ શીરડીમા માણસો કીડીયારુની જેમ ઉભરાશે.અને આજે એ હકિકત છે, દરરોજના લાખો લોકો દર્શન કરવા શીરડી આવે છે. આજે એક પવિત્ર ધામછે. આવુ સુન્દર સ્વરુપ, આવુ સુન્દર વ્યક્તિત્વ ધરાવતા, અનેક ગુણોથી શોભીત મારા ગુરુ, મારા પ્રભુને, કોટી-કોટી નમશ્કાર. ચરણોમા સત-સત પ્રણામ.

2 Comments »

૨૦૧૨.

ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શુ થવાનુ.

૨૦૧૨, ભય તોલાય માથા પર જગતમા.

મનુષ્ય અનુમાન કરે, પૃથ્વિ પર જીવન થશે નષ્ટ.

કુદરત આગળ કોઈનુ ન ચાલ્યુ, ન ચાલશે.

કુદરતના ખેલ અજીબ, પામળ બને મનુષ્ય.

પ્રભુને પણ પ્યારી નવી રચના.

એતો ખેલ  ખેલનાર જ જાણે. બધી પંડિતાઈ પડે ખોટી.

એક  એક સેકંન્ડનો પણ જે રાખે હિસાબ.

સુરજ કદી ન આવે  એક સેકંન્ડ પણ મોડો.

બ્રર્હ્માન્ડ ચલાવે, ઘડીયાળના કાટે.

ન એક સેકંન્ડ પણ  આઘીપાછી.

પ્રભુની ગણત્રી આગળ,માનવીની ન ચાલે હોશિયારી.

પ્રભુનુ ગણિત ન સમજે, ચાલાક બનતો માનવી.

પ્રભુની રચના આગળ, સર્વ આગાહીયો પડે ખોટી.

તો પછી શુ કામ મનમા ભય,  ૨૦૧૨ નો.

જે થાય સર્વનુ, તે થાય આપણુ.

No Comments »

વહુ ઉવાચ.

વહુ — મમ્મી આજે બપોરે બહુ નેપ ના લેશો.

           જલ્દી તૈયાર થઈ જજો.

સાસુ — કેમ બેટા ?

વહુ — આજે સાજના સ્વામિનારાયણ મંન્દિરમા લઈ જઈશ.

સાસુ — ના બેટા આજે નથી જવુ.

વહુ — કેમ નથી જવુ ? તમને તો મંન્દિર જવાનુ  બહુ ગમે છે.

સાસુ — ના,આજે તારા પપ્પાની તબીયત સારી નથી,

             આવતા વિકે જઈશુ.

વહુ — પરંન્તુ આજે રજાને દિવસે મને રસોડામા જવાનો

           કંટાળો આવે છે તેનુ શુ ? અને આમેય મોઘવારીમા

         એક ટાઈમ ડિનરના ખર્ચાનો પણ વિચાર કરવો પડે.

No Comments »

સ્મૃતિ.

કાલે   જીવન  હતુ,  કાલે  તારો  સાથ  હતો.

આજે પણ જીવન છે, તારો સાથ છુટી ગયો.

જુહુ બીચ પર ચાલતા, એ પ્રેમ ભરી તારી વાતો.

સુની રાહ લાગે. ગેલ્વેસ્ટન બીચ પર ચાલતા.

તારી સ્મૃતિ થાય તાજી, એકલા  ડગ  ભરતા.

ઉગતા સુર્યની લાલી સમી, માથેરાનની એ લાલ માટી.

વૃક્ષોની ઘનઘોર ઘટાની છાવ નીચે રાહ પર ચાલતા.

મહાબલેશ્વરના એ ડુન્ગરા,અને ઝર્ણા  હતા રરિયામણા.

આજે મારી આખને લાગે  નિરર્થક, આજે તુ નથી.

તારી એ હસી ભરી મસ્તિ, મિત્રોની મજાક લાગે ફિકી.

બર્ફ્થી ઢંકાયેલી, કાશ્મિરની એ હસીન વાદીયો,

કાશ્મિરની ડાલ લેકના શિકારાની એ હસીન પળો.

ક્રુઝમા તાજી થાય તારી સ્મૃતિ, એક્લા કરતા સફર.

આજે જીવન છે, તુ નથી, બસ તારી યાદે છે.

કાલે તારો સાથ હતો, જીવન હતુ અતિ આનંદમય.

આજે  જિન્દગી શાન્ત છે,  આનંન્દ સાથે લઈને,

તુ બીજી દુનિયામા દુર–દુર ચાલ્યો ગયો.

આજે  તુ નથી, બસ ફ્ક્ત તારી  સ્મૃતિ છે, દિલમા.

No Comments »

Next »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.