Archive for May 15th, 2010

સાઈબાબા.

બધાજ   ભગવાન વિષે  બધાને જ માહિતી હોય  છે પરંન્તુ  આજે  શીરડી સાઈબાબા માટે લખવાનુ     મન થાય છે.  શીરડી સાઈબાબાનુ વ્યક્તિત્વ સાવ જુદુ હતુ. બાર વર્શની ઉમરે શીરડીમા પ્રગટ થયા અને પછીથી ત્યાજ કાયમ માટે નિવાસ કર્યો. તેમનો  જ્ન્મ, ગામ, માતા – પિતા, તેમની જાતી કોઈને ખબર નથી. પરંન્તુ તેમને ગીતા મોઢે હતી અને કુરાનનુ પણ જ્ઞાન હતુ. એટ્લે જ  હિન્દુ અને મુસલમાન તેમના ભક્ત હતા. બાબાની આજ્ઞાથી  રામનવમી અને મુસલમાનોનુ ઉરુસ સાથેજ ઉજવાતુ. સાઈબાબા દરરોજ  ભીક્ષા માગવા નીકળતા હતા. ભીક્ષામા ભેગુ કરેલ ભોજન પશુ-પક્ષીઓને ખવડાવી દેતા હતા. તેમને માટે  ભોજન  લક્ષ્મીબાઈ જાતે બનાવીને પોતાને ઘરેથી લઈ આવતા હતા.લક્ષ્મીબાઈ નાની ઉમરથી , સાઈબાબાએ  સમાધી  સમાધી લીધી ત્યા સુધી બાબાની સેવા કરી છે.બાબા હયાત હતા ત્યારે પણ ભક્તો તેમના દર્શન કરવા માટે જતા હતા. જે ભેટ આવતી હતી તે પૈસા જરુરિયાતમંદને આપી દેતા, પોતાની પાસે એક પણ પૈસો રાખતા  નહી. સાઈબાબા એક અવતારી પુરુષ હતા. તેમના જેવા સદગુરુ અત્યાર સુધી કોઈ થયા નથી.

            સાઈબાબાનુ જીવન એકદમ સાદુ હતુ,  ફાટેલા ક્પડા, સુવા માટે ફાટેલી   ચાદર, માથે   ઈટનુ ઓશિકુ, હાથમા ભીક્ષા પાત્ર.  ન ધન-દોલતનો  મોહ, ન તેમણે કોઈ ધર્મ કે સંપ્રદાયની   સ્થાપના કરી. હમેશા    બોલતા સબકા માલિક એક. શ્રધ્ધા–સબુરી એ એમનો મંત્ર હતો. ભોજનમા જે  મળેતે ખાઈ લેતા. એક મસ્ત ફકીરની    જીન્દગી   વીતાવતા હતા. તેમને ન ગાદીની પરવા, ન ગુરુ હોવાનુ અભિમાન. કોઈ પણ ભગવાન માટે લખવામા આપણે અ સમર્થ છીયે છતા પણ આપણે તેમના ગુણ ગાયા વિના ન રહી શકીયે, સાઈબાબા માટે પણ જેટલુ લખીયે એટલુ ઓછુ છે.

         શ્રી હેમાડપંત લિખીત સાઈસચ્ચરિત્રમા ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આપણા દિલને સ્પર્શી જાય. સાઈબાબાની હયાતીમા અને સાઈબાબાની  આજ્ઞાથી હેમાડપંતે આ ગ્રન્થ લખ્યો.આ ગ્રન્થમા એક પ્રસંગનુ વર્ણન આવે છે, રામનવમીના    દિવસે શીરડીમા લાખોને હિસાબે લોકો ભેગા  થતા હતા. લોકો દુર- દુરથી આવતા હતા, આજે એક વૃધ્ધા દુરથી સઈબાબાના દર્શન કરવા માટે નીકળી છે, સાથે તેણે સાઈબાબાને ભોગ ધરાવવા માટે એક રોટલો અને એક કાદો સાથે લીધો છે. પોતે બહુ જ ગરીબ છે એટલે તે સારી વસ્તુ લાવી શકી નથી. છતાપણ પ્રેમથી રોટલો લાવી છે. ચાલતા , ચાલતા રસ્તામા તેને ભુખ લાગે છે, તે ચાલીને થાકીપણ ગઈ છે. એટલે એક ઝાડ નીચે બેઠી, હુ રોટલો ખાઈ જઈશ તો સાઈબાબાને શુ આપીશ.પરંન્તુ તેને ભુખ  બહુ જ લાગેલી હતી એટલે તેણે અડધો રોટલો અને અડધો કાદો ખાઈ લીધો.અને ત્યાથી શીરડી જ્વા માટે નીક્ળી, શીરડી  પહોચી પરંન્તુ ભીડ એટ્લી બધી હતી કે સાઈબાબાની નજીક  પહો્ચી શકાય તેમ ન હ્તુ. આ બાજુ બપોરે ભોજનનો  સમય થઈ ગયો છે, અને સાઈબાબા માટે થાળ ધરાવ્યો, આજે  ભોજનમા જાત-જાતના પક્વાન પીરસાયા છે, પરંન્તુ બાબા  કહે મારે ભોજનની હજુ વાર છે, લોકો સમજી નથી સકતા આજે બાબા આવુ કેમ બોલે છે.ત્યાજ બાબા બોલે છે, ટોળાની  બહાર બુઢી માઈ છે તેને અહીયા લઈ આવો.  માઈને સાઈબાબા પાસે લઈ આવ્યા સાઈબાબાએ તરત જ કહ્યુ માઈ મારો ભોગ ક્યા છે ? માઈને શરમ આવી આ અડધો રોટલો બાબાને કેવી રીતે આપુ ? સાઈબાબા બોલ્યા હુ સવારથી ભુખ્યો બેઠો છુ મને ભોજ્ન નહી કરાવે? વૃધ્ધા તો સાઈબાબાના ચરણોમા પડીની ચોધાર આસુએ રડવા લાગી , મુજ ગરીબ પર આટલી બધી દયા?સાઈબાબાએ એક ગરીબનો રોટલો ખાધો અને પક્વાન ઠોકરાવ્યા , આ હતો બાબાનો ભક્તો પર પ્રેમ.

          સાઈબાબા અન્તર્યામી હતા ભક્તના દરેક ભાવ સમજી જ્તા હતા. ભક્તોને અનેક રુપ ધારણ કરીને મદદ કર્તા હતા. અને આજે પણ કરે છે.  આ કામ ફ્ક્ત ભગવાન જ કરી શકે. સાઈબાબા એક સાચા સંન્ત, એક સાચા સદગુરુ હતા. સાઈબાબા પોતે બોલતા હતા એક દિવસ શીરડીમા માણસો કીડીયારુની જેમ ઉભરાશે.અને આજે એ હકિકત છે, દરરોજના લાખો લોકો દર્શન કરવા શીરડી આવે છે. આજે એક પવિત્ર ધામછે. આવુ સુન્દર સ્વરુપ, આવુ સુન્દર વ્યક્તિત્વ ધરાવતા, અનેક ગુણોથી શોભીત મારા ગુરુ, મારા પ્રભુને, કોટી-કોટી નમશ્કાર. ચરણોમા સત-સત પ્રણામ.

2 Comments »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.